Site icon News Gujarat

આ 2D કેફેની અંદરની તસવીરો જોઇને તમને પણ થઇ જશે ત્યાં જવાનુ મન, જાણો ક્યાં આવેલુ છે

દુનિયાભરમાં અનેક પ્રકારના વ્યવસાયો અને ઉદ્યોગો હોય છે જે પોતાની ખાસ પ્રોડક્ટ કે સેવાને લઈને પોતાના ગ્રાહકોમાં પ્રિય બને છે.

image source

આ વ્યવસાયોમાં એક વ્યવસાય હોટેલ અથવા રેસ્ટોરન્ટ અથવા હોટલનો પણ છે. આ હોટલના વ્યવસાયમાં એ ધંધાર્થીઓંનો સમાવેશ પણ થાય છે જેઓ ખાવા-પીવાની સામગ્રીનું વેચાણ કરતા હોય.

image source

ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને આવા જ એક અજબ-ગજબ ફૂડ પોઇન્ટ એટલે કે ખાદ્યસામગ્રીના કે દેશી ભાષામાં કહીએ તો નાશ્તાના પોઇન્ટ વિષે જણાવવાના છીએ જેનો લુક અન્યથી સાવ અલગ જ તરી આવે છે. તો આવો જરા વિસ્તારથી જાણીએ.

image source

તમે બાળપણમાં કાર્ટૂન તો જોયા જ હશે. કાર્ટૂન જોવાના શોખીન લોકો તો આજે પણ એટલા જ બંધાણી છે જેટલા બાળપણમાં બંધાણી હતા. કાર્ટૂનમાં જે કાલ્પનિક દ્રશ્યો અને લેઆઉટ વાપરવામાં આવે છે એ તમને કદાચ આજે ફરી જોવા મળી શકશે.

image source

અહીં અમે વાત કરી રહ્યા છીએ એક અજબ ગજબ કોફી શોપ વિષે. જાપાનના શિન ઓકુબો ખાતે એક નવીન કોફી શોપ આવેલું છે જે કોફી શોપની અંદરની રચના કોમિક બુકના 2D કાર્ટૂન જેવી જ કરવામાં આવી છે. આ કોફી શોપનું નામ ” 2D કેફે ” રાખવામાં આવ્યું છે.

image source

આ કોફી શોપનો ફ્લોર, દીવાલ, ફર્નિચરથી માંડી નાની મોટી દરેક ચીજ વસ્તુઓ હાઈ ટેક્નિક 2D ના ઉપયોગ દ્વારા સ્કેચ કરાઈ છે. જે દેખાવમાં અત્યંત સુંદર તો દેખાય છે પણ પહેલીવાર જોનારા માટે વિશ્વાસ કરવો પણ મુશ્કેલ બની જાય છે કે આ ફર્નિચર અને દીવાલો અસલી છે કે માત્ર પેન્ટિંગ છે.

આમ તો આ 2D સ્કેચ માત્ર ટુ ટોન એટલે કે માત્ર સફેદ અને કાળો એમ બે રંગો દ્વારા જ કરવામાં આવી છે પણ તેની કાળી કિનારીઓ એટલી સ્પષ્ટ અને ચોકસાઈ દ્વારા બનાવવામાં આવી છે કે બધી વસ્તુ અસલી છે કે નકલી તે જાણી નથી શકાતું.

image source

જો કે તેમાં અમુક ચીજ – વસ્તુઓ ખરેખર નકલી પણ મુકવામાં આવી છે. આ કોફી શોપમાં ગ્રાહકોને અનેક પ્રકારની ચા ઉપલબ્ધ કરવામાં આવે છે એ ઉપરાંત તેમાં અનાનસ, બ્લૂબેરી, ટામેટા અને કેરીના સ્વાદોના પ્રિય પીણાઓનો વિકલ્પ પણ આપવામાં આવે છે.

Exit mobile version