Site icon News Gujarat

હિંમત હોય તો જ વાંચજો જાપાનમાં ઘુસી ગયેલા આ માણસ વિશે, નહિં તો..

નમસ્તે મિત્રો, બ્રહ્માંડ એક એવું સ્થાન છે કે જેની આગળ કે પાછળ કાઈ જ નથી અને દુનિયામાં માં માત્ર એક જ એવી વસ્તુ છે કે જેનો જવાબ અત્યાર સુધી કોઈ આપી શક્યું નથી કે બ્રહ્માંડ કેટલું મોટું અને વિશાળ છે અને બ્રહ્માડના લાખો ગ્રહોમાં કેટલા ગ્રહો અને ઉપગ્રહો છે ?

image source

આમાંથી, આપણી પૃથ્વી પણ એક ગ્રહ જ છે લાંબા સમયથી એવું માનવામાં આવતું હતું કે ફક્ત પૃથ્વી એક જ એવો ગ્રહ છે જ્યાં જીવન શક્ય છે, પરંતુ થોડા સમય પહેલા વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે આ ધારણા તદ્દન ખોટી છે અને જેથી હવે દરેક લોકોનું માનવું છે કે બ્રહ્માંડમાં ઘણા ગ્રહો હોઈ શકે છે જેમા જીવન હોવાની આશા છે.

તાજેતરમાં વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા દાવા અનુસાર, એવા ઘણા ગ્રહો છે જેમના વાતાવરણ અને ગુરુત્વાકર્ષણ પૃથ્વી થી મળતા આવે છૅ તમારા માંથી ઘણા લોકો એવા પણ હશે જે આ બધી બાબતોને પહેલાથી જ જાણતા હશે, પરંતુ જો અમે તમને કહીએ કે બ્રહ્માંડમાં પૃથ્વી જેવા ગ્રહો અસ્તિત્વમાં છે. અને તે પણ એક દમ આપડા જ જુડવા ગ્રહ છે, તો શું તમે માનો ? આ ગ્રહોને વિજ્ઞાન ની ભાષામાં ” પેરેલલ યુનિવર્સ ” પણ કહેવામાં આવે છે જેના મુજબ, બ્રહ્માંડમાં કેટલાક ગ્રહો એવા છે કે જે પૃથ્વીની કાર્બન કોપી છે, આ લેખમાં આપણે વાત કરીશું બ્રહ્માંડના કેટલાક એવા સમાન ગ્રહો વિશે તો ચાલો જાણીએ

image source

1954 મા જાપાનના એક વિમાનમથક પર એક સામાન્ય દિવસ હતો, જનતા સામાન્ય દિવસની જેમ જ તેમના કામમાં વ્યસ્ત હતી વિમાનોની ગતિવિધિને કારણે આ વિમાનમથક વિશ્વના સૌથી વ્યસ્ત વિમાનમથકોમાનું એક હતું તે દિવસે બપોરે સાડા બાર વાગ્યે એરપોર્ટ પર, યુરોપથી આવેલું એક વિમાન લેન્ડ થયું હતું અને તેના તમામ મુસાફરો ચેકઆઉટ કાઉન્ટર તરફ આગળ વધવા લાગ્યા હતા અને થોડી જ વારમાં ચેકીંગ કાઉન્ટર પર બેઠેલા કસ્ટમ અધિકારીની એક વ્યક્તિ સાથેની મુલાકાત યાદગાર બનવા જઇ રહી હતી એક વ્યક્તિ કે જેણે પ્રોફેશનલ વર્લ્ડના કપડાં પહેર્યા હતા અને તે વ્યક્તિ તેના ચહેરા પર સ્મિત કરતો કરતો ચેકીંગ કાઉન્ટર પર આવ્યો અને કાઉન્ટર પર બેઠેલા અધિકારીને તેનો પાસપોર્ટ અને અન્ય બીજા તમામ પેપરો આપ્યા.

તેની પાસે એક એવા દેશનો પાસપોર્ટ હતો કે જેનું નામ જોઈને ચેકઆઉટ કાઉન્ટર પરના અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા તે અધિકારીએ જ્યારે તે વ્યક્તિને પ્રશ્ન પૂછ્યો કે તે ક્યાં દેશનો પાસપોર્ટ ધરાવે છે ? ત્યારે તે વ્યક્તિ એ પોતાનો પાસપોર્ટ બતાવતા કહ્યું કે તે પોતે ” taured ” દેશનો નાગરિક છે અને જ્યારે ત્યાંના અફસરો એ કહ્યું કે શું તમારો પાસપોર્ટ ડુપ્લીકેટ છે ત્યારે તેણે કહ્યું કે તેણે આ જ પાસપોર્ટના આધારે ઘણા દેશોમાં મુસાફરી કરી છે અને આ પાસપોર્ટ એકદમ ઓરીજનલ છે આ વ્યક્તિના પસપોર્ટ પર પાસપોર્ટ ઇસ્યુ કરવાવાળા દેશનું નામ taured લખેલું હતું, જે દેશ વિશ્વના નકશા પર જ ન હતો

image source

જ્યારે કાઉન્ટર પર બેસેલા અધિકારીઓએ તેને પૂછ્યું કે આ taured દેશ કઈ જગ્યા એ આવેલો છે ત્યારે તે અજાણ્યા વ્યક્તિએ જવાબ આપ્યો કે આ દેશ ફ્રાન્સ અને સ્પેનની વચ્ચે આવેલો છે જેનો જવાબ સાંભળી ત્યાં હાજર તમામ અધિકારીઓ ચોંકી જાય છે ત્યાં હાજર અધિકારીઓમાંથી એક અધિકારી તેની સામે વિશ્વનો નકશો રાખે છે અને પૂછે છે કે શું તમે અમને આ નકશા પર તમારો દેશ બતાવી આપશો ?

અને તેણે કહું કે હા હું તમને બતાવી શકું છું અને તે વ્યક્તિ એંડોરા નામના દેશ પર આંગળી મૂકી અને કહ્યું કે આ નકશો ખોટો છે, અહીં taured હોવું જોઈએ એન્ડોરા નહિ. ત્યાં ઉભેલા બધા અફસરો આ વ્યક્તિને શકની નજર થી જોવા લાગ્યા હતા અને દરેક વ્યક્તિને એવું લાગતું હતું કે કોઈ કઇ રીતે પોતાને કોઈ દેશનો નાગરિક કહી રહ્યો છે કે જે દેશ આ દુનિયામાં અસ્તિત્વમાં જ નથી અને તે વ્યક્તિ પાસે તે દેશનો વિઝા , પાસપોર્ટ અને ત્યાંનો ઓળખનો પુરાવો પણ હતો કે જેથી વ્યક્તિની વાતને સાવ ખોટી કહી શકાતી ન હતી

image source

અધિકારીઓએ તે વ્યક્તિને જે કંપનીમાં જઈ રહ્યો હતો તેનું નામ પૂછ્યું પણ તેણે જે કંપનીનું નામ આપ્યું હતું તે કંપનીએ આ વ્યક્તિને ઓળખવાનો ઇનકાર કારી દિધો હતો. અને તેણે કહ્યું હતું કે તેણે આવી કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની એપોઇન્ટમેન્ટ આપી ન હતી અને જ્યારે તે વ્યક્તિ દ્વારા જણાવેલ હોટલ મેનેજમેન્ટ સ્ટાફ સાથે વાત કરવામાં આવી ત્યારે તેઓએ પણ એમ જ કહ્યું હતું કે તેમની પાસે તે આ નામની કોઈ વ્યક્તિનું બુકિંગ છે જ નહીં આ વ્યક્તિએ ત્યાંના અધિકારીઓનો શક દૂર કરવા માટે હોટલ બુકિંગની રસીદ અને તે કંપનીનો એપોઇન્ટમેન્ટ લેટર પણ બતાવ્યો, જેને જોઈને બધા અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તેઓને તેમની આંખો પર વિશ્વાસ આવતો ન હતો

image source

કેટલાક તપાસકર્તાઓએ આશંકા પણ વ્યક્ત કરી હતી કે આ વ્યક્તિ ખૂબ જ શાંતિર ચોર અથવા તો બહેરુપિયો પણ હોઈ શકે છે જે આ ખોટા કાગળોથી દરેકને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે તે વ્યક્તિને પોલીસે તેની દેખરેખ હેઠળ રાખવાનો નિર્ણય કર્યો હતો અને તેનો તમામ સામાન પણ કબજે કરી લેવામાં આવ્યો હતો અને તેને કડક પોલીસ દેખરેખ નીચે એક હોટલમાં રાખવામાં આવ્યો હતો પરંતુ બીજે દિવસે સવારે દરેકના હોશ ઉડી ગયા હતા કારણ કે હોટલના રૂમમાં કોઈ જ નહોતું જ્યારે બે સૈનિકો પણ તેના ઓરડાની બહાર ધ્યાન રાખીને બેઠેલા હતા અને તેના રૂમની બારીને પણ પહેલે થી જ સીલ કરી દેવામાં આવી હતી. એરપોર્ટ પર એકત્રિત કરેલા તેના તમામ દસ્તાવેજો, ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાસપોર્ટ એરપોર્ટ પરથી ગાયબ થઈ ગયા હતા. તે વ્યક્તિના પાસપોર્ટ પર લખેલા નામના આધારે તે તમામ લોકોએ તે અજાણ્યા વ્યક્તિ વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આજદિન સુધી તે વ્યક્તિના કોઈ સમાચાર મળ્યા ન હતા

image source

ઘણા લોકો માને છે કે તે બીજા ગ્રહનો વ્યક્તિ હતો અને ભૂલથી આપણા વિશ્વમાં આવ્યો ઘણા વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો માને છે કે બીજું બ્રહ્માંડ એટલે કે સમાંતર બ્રહ્માંડ માત્ર કાલ્પનિક નથી જો આપણે બ્લેક હોલમાંથી બીજી દુનિયાના ગ્રહો સુધીનો રસ્તો શોધી લીધો હોય તો આપણે વિશ્વના બીજા ગ્રહ સુધી ની મુસાફરી પણ કરી શકીએ છીએ ઇતિહાસમાં આવી અનેક ઘટનાઓ બની હતી જે આપણને વિશ્વાસ કરવા પર મજબૂર કરાવે છે કે ક્યાંક ને ક્યાંક એક બીજું બ્રહ્માંડ પણ છે જે આપણા પોતાના બ્રહ્માંડની હૂબહૂ નકલ છે

આ ઘટના પહેલા પણ આવી ઘણી ઘટનાઓ બની ગઇ હતી જેમ કે કોઈ અજાણ્યો શખ્સ જર્મનીના ફ્રેન્કફર્ટ શહેરમાં મળી આવ્યો હતો આ વ્યક્તિએ કહ્યું કે તે લક્ઝારિયા નામના દેશમાંથી આવ્યો છે અને તે અહીં ખોવાઈ ગયો છે પરંતુ taured ની જેમ લક્ઝારિયા નામનો દેશ પણ વિશ્વના નકશા પર હતો નહી

image source

જો તમને આજે આ લેખ ગમ્યો હોય તો તેને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને જો તમારી પાસે આવી કોઈ માહિતી હોય તો તમે અમને કમેન્ટ દ્વારા જણાવી શકો છો.

Exit mobile version