Site icon News Gujarat

બેંકનું જરૂરી કામકાજ હોય તો જલ્દી પતાવી દેજો, મે મહિનામાં આટલા બધા દિવસો બેન્કો રહેશે બંધ, ઢગલાબંધ છે રજાઓ

કોરોના મહામારીની બીજી લહેર આખા દેશમાં કોહરામ મચાવી રહી છે અને હજારો લોકો મોતને ભેટી ચુક્યા છે. આ કારણે આગામી મે મહિનો ભારત માટે બહુ મહત્વપૂર્ણ પણ બની શકે. આ પરિસ્થિતિ વચ્ચે બેંકોમાં કામકાજની કલાકો ઘટાડવાના મુદ્દે પણ ગંભીર વિચારણાઓ થઈ રહી છે. બેંકોની સંસ્થા SLBS એ અનેક રાજ્યોને અપીલ કરી છે કે તેઓ બેંકોની કામકાજની વ્યવસ્થામાં થોડો બદલાવ કરે અને બેંકોમાં કામકાજના કલાક ઘટાડી 4 કલાક કરવામાં આવે. એ સિવાય મે મહિનામાં 5 દિવસ બેંકોની રજા રહેશે.

મે મહિનામાં ઈદ, અક્ષય તૃતીયા અને બુદ્ધ પૂર્ણિમા સહિત અનેક તહેવારો આવશે અને આ દિવસોમાં કેટલાય રાજ્યોમાં બેંકોની રજા રહેશે. જો તમારે આગામી મહિને બેંક સંબંધી કોઈ મહત્વની લેવડ દેવડ કરવાની હોય તો તે કામકાજ સમય રહેતા વહેલાસર જ પૂરું કરી લેવું હિતાવહ ગણાશે. અને જો તે કામકાજ અત્યારે પૂરું કરવાનું શક્ય ન હોય તો કમસે કમ એ માહિતી ધ્યાને રાખશો કે આગામી મહિને ક્યા કયા દિવસોએ બેંક બંધ રહેશે.

RBI એટલે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઈટમાં જણાવ્યા મુજબ મે મહિનામાં કુલ 5 દિવસ બેંકમાં રજા રહેશે. આ રજાના દિવસોમાં અમુક રજાઓ એવી પણ છે જે રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે. અમુક તહેવારો આખા દેશમાં નથી ઉજવાતા પરંતુ જે તે સ્થાનિક રાજ્યમાં જ ઉજવાતા હોય છે. આ કારણે બધા રાજ્યોમાં પુરા 5 દિવસ સુધી રજા નહીં રહે.

image source

1 May 2021

1 મે ના દિવસને મજદૂર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ખાસ કરીને કોલકાતા, કોચ્ચી, મુંબઇ, નાગપુર, પણજી, ચેન્નાઇ, તિરુવનંતપુરમ, હૈદરાબાદ, ગુવાહાટી, ઈંફાલ, બેંગલુરુ, અને બેલાપુરમાં બેંકો બંધ રહેશે.

7 May 2021

7 મે ના દિવસે મુસ્લિમોના પવિત્ર રમઝાન માસના છેલ્લા શુક્રવારે જે જુમ્આ તુલ વિદાઅ હોવાને કારણે જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.

13 May 2021

સંભવત 13 મે ના દિવસે મુસ્લિમોનો ઈદનો તહેવાર હોવાથી બેલાપુર, જમ્મુ, કોચ્ચી, મુંબઇ, નાગપુર, શ્રીનગર અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે.

image source

14 May 2021

14 મે ના દિવસે પરશુરામ જયંતિ અને ચંદ્રદર્શનના આધારે કદાચ રમઝાન ઈદ અને અક્ષય તૃતીયા હોવાથી આ દિવસે પણ અનેક શહેરોમાં બેંક બંધ રહેશે.

26 May 2021

26 મે ના રોજ બુદ્ધ પૂર્ણિમાના તહેવાર.નિમિત્તે અગરતલ્લા, દેહરાદૂન, બેલાપુર, ભોપાલ, ચંદીગઢ, જમ્મુ, કાનપુર, કોલકત્તા, લખનઉ, મુંબઇ, નાગપુર, નવી દિલ્હી, રાયપૂર, રાંચી, શિમલા અને શ્રીનગરમાં બેંકોમાં કોઈ કામકાજ થઈ શકશે નહીં એટલે કે તે દિવસે બેંકોમાં રજા રહેશે.

ઉપર જણાવી તે રજાઓની સાથે સાથે 2, 9, 16, 23 અને 30 મે ના રોજ રવિવાર હોવાથી આ દિવસોએ પણ બેંકનું કામકાજ બંધ રહેશે. જ્યારે 8 અને 22 મી મે ના રોજ મહિનાનો બીજો અને ચોથો શનિવાર હોવાથી તે દિવસે પણ બેંકનું કામકાજ થઈ શકશે નહીં અર્થાત તે દિવસોએ પણ બેંકો બંધ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version