કોરોના કોલર ટ્યૂન, આખરે કોનો છે તે અવાજ જાણો તમે પણ

કોરોના કોલર ટ્યૂન – આખરે કોનો છે તે અવાજ ?

image source

2019ના અંતથી તે અત્યાર સુધી એટલે કે લગભગ 6 મહિનાથી આખુંએ વિશ્વ કોરોના વાયરસની મહામારી સામે લડી રહ્યું છે. રોગચાળો ફેલાય નહીં અને મહામારી પર અંકુશ લાવી શકાય તે માટે સમગ્ર વિશ્વના વિવિધ દેશોમાં મહિના-બે મહિના સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું. અને અવનવી રીતે લોકોને કોરોના બાબતે જાગૃત કરવામાં આવ્યા અને ચેતવવામાં આવ્યા.

image source

ભારત સરકારે પણ સામાન્ય જનતાને કોરોના વાયરસ બાબતે જાગૃત કરવા માટે દરેક મોબાઈલની કોલર ટ્યૂન કોરોના ટ્યૂન બનાવી દીધી છે. છેલ્લા લગભગ બે મહિનાથી તમે કોઈને પણ ફોન લગાવો કે તમને રીંગટોન ન સંભળાય પણ કોરોના ટ્યૂન સંભળાવવામાં આવે છે જેથી કરીને તમારા મનમાં તેમાં આપવામાં આવેલા સૂચનો બેસી જાય અને તમે તમારા રોજિંદા જીવનમાં તે બાબતે તકેદારી રાખતા થાઓ.

લોકોને ટીવીમાં આવતી જાહેર ખબરો, વ્હોટ્સ એપ, ન્યૂઝ પેપરો, વિગેરે દ્વારા કોરોના વયારસ બાબતે વિવિધ રીતે સમજાવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા જાહેર જનતાને કોવિડ-19 બાબતે જાગૃત કરવા માટે એક ખાસ કોલર ટ્યૂન કરવામાં આવી છે જેમાં ‘કોરોના વાયરસ કે કોવિડ-19થી આખો દેશ લડી રહ્યો છે, પરંતુ યાદ રહે કે આપણે બીમારીથી લડવાનું છે, બીમારથી નહીં. તેમની સાથે ભેદભાવ ના કરો.

image source

તેમની દેખરેખ રાખવી અને બીમારીથી બચવા માટે જે આપણી ઢાલ છે, જેમ કે આપણા ડૉક્ટર, સ્વાસ્થ્ય કર્મીઓ, પોલીસ, સફાઈ કર્મચારી સહિતનાનું સમ્માન કરો. તેમને સાથ આપો. આ યોદ્ધાઓની સંભાળ રાખો તો કોરનાથી જીતશે દેશ આખો. વધુ માહિતી માટે સ્ટેટ હેલ્પ લાઇન નંબર 104 અથવા કેન્દ્ર હેલ્પ લાઈન નંબર 1075 પર કોલ કરો. ભારત સરકાર દ્વારા જનહિતમાં જારી.’

image source

આપણે બધા જ્યારે કોઈને ફોન કરી રહ્યા હોઈએ ત્યારે રીંગટોનની જગ્યાએ આ કોલર ટ્યૂન સંભળાતી હોય છે જો કે કેટલાક લોકો તેનાથી કંટાળી પણ ગયા છે અને કેટલાક તો એવી પણ ફરિયાદ કરતા હોય છે કે ઇમર્જન્સીના સમયમાં આ ટ્યૂન અડચણરૂપ બને છે. પણ જે કંઈ પણ સરકાર કરી રહી છે તે લોકોના હીત માટે જ કરી રહી છે.

image source

તમને જણાવી દઈએ કે આ કોલર ટ્યૂનમાં જે અવાજ છે તે જસલીન ભલ્લા નામની મહિલાનો છે. જસલીન એક વોઇલ ઓવર આર્ટિસ્ટ છે અને તેણી ટીવી તેમજ રેડિયો પર આવતી જાહેરાતો માટે પણ અવાજ આપે છે. જસલીને પોતાની કારકીર્દીની શરૂઆત એક ખેલ પત્રકાર તરીકે કરી હતી, ત્યાર બાદ તેમને એક વોઇસ ઓવર આર્ટિસ્ટ તરીકેની તક મળી તે પણ તેમણે ઝડપી લીધી. આ કામ તેણી છેલ્લા લગભગ 10 વર્ષથી કરી રહ્યા છે.

image source

તમને જણાવી દઈએ કે આ ઉપરાંત તેણીએ ડોકોમો, હોર્લિક્સ અને સ્લાઇસ મેન્ગો ડ્રિન્ક વિગેરે જાહેરાતેમાં પણ પોતાનો અવાજ આપ્યો છે. જસલીનને પોતાના આ કામનો ખૂબ ગર્વ છે અને તેણી પોતાના આ કામને ખૂબ એન્જોય પણ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત