દુનિયાની એક એવી રહસ્યમય જગ્યા કે જ્યાં છેલ્લા 100 વર્ષથી કોઈ નથી ગયું, કારણ જાણીને ધબકારા વધી જશે

વિશ્વમાં ઘણી એવી જગ્યાઓ છે જે વેરાન છે, પણ રહસ્યમય લાગે છે. મોટાભાગના લોકો આવા સ્થળોએ જતા નથી, કારણ કે તેમની સાથે ઘણી હોરર કહાનીઓ જોડાયેલી છે. આજે અમે તમને એક એવી જ જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે એકદમ વેરાન છે.

image source

ત્યાં કોઈ આવે નહીં અને જાય પણ નહીં. ખરેખર લોકો 100 વર્ષ પહેલાં આ સ્થળે રહેતા હતા, પરંતુ પાછળથી બનેલી ઘટનાને કારણે ત્યાં કોઈ જતું નથી. પ્રાણીઓને પણ તે જગ્યાએ જવા પર પ્રતિબંધ છે. આ સ્થાન ફ્રાન્સના પૂર્વોત્તર ક્ષેત્રમાં આવેલ છે. અહી લોકો નથી આવતા એ પાછળ પણ એક ખતરનાક કહાની છે, જે આશ્ચર્યજનક છે.

image source

આ સ્થાનનું નામ ‘ઝોન રોગ’ છે. તે એટલું જોખમી છે કે અહીં બધી જગ્યાએ ‘ડેન્જર ઝોન’ના બોર્ડ લગાવવામાં આવ્યા છે. આ એટલા માટે કરવામાં આવ્યું છે કે જો કોઈ ભૂલથી આ સ્થળની આસપાસ આવે તો તે આ બોર્ડ વાંચીને આગળ વધવાની ભૂલ ન કરે. જો કે, આ સ્થાનને બાકીના ફ્રાન્સથી અલગ રાખવામાં આવ્યું છે, જેથી કોઈ અહીં ન આવી શકે.

image source

આ સ્થાનને ‘રેડ ઝોન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા, એવું કહેવામાં આવે છે કે આ વિસ્તારમાં કુલ નવ ગામો હતા, જ્યાં લોકો ખેતી કરીને રહેતા અને જીવન જીવતા હતા. પરંતુ વિશ્વ યુદ્ધ સમયે, આ જગ્યા પર ઘણા બોમ્બ પડ્યા કે આખો વિસ્તાર નાશ પામ્યો, ઘણા લોકો માર્યા ગયા અને આ સ્થાન પર એવું થઈ ગયું કે જીવવું યોગ્ય નહોતું.

image source

એવું કહેવામાં આવે છે કે આ સમગ્ર વિસ્તારમાં રાસાયણિક ભરેલી યુદ્ધ સામગ્રી મોટા પ્રમાણમાં ફેલાઈ હતી જેના કારણે અહીંની જમીન ઝેરી થઈ ગઈ છે. એટલું જ નહીં અહીંના પાણીમાં જીવલેણ તત્વો પણ જોવા મળે છે.

image source

આ વિસ્તાર ખૂબ મોટો હોવાથી અને આખા વિસ્તારની જમીન અને પાણીને રાસાયણિક મુક્ત બનાવવું શક્ય નહોતું, તેથી ફ્રેન્ચ સરકારે અહીં લોકોના આગમન પર પ્રતિબંધ મૂક્યો હતો. વર્ષ 2004માં, અહીં જમીન અને પાણીની તપાસ કરવામાં આવી હતી, જેમાં મોટી માત્રામાં આર્સેનિક મળી આવ્યું હતું. આર્સેનિક એ એક ઝેરી પદાર્થ છે, જો થોડી માત્રામાં ભૂલથી માણસના મોંમાં જાય તો તે થોડા કલાકોમાં પણ મરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત