જયા બચ્ચનને કેમ આવે છે આટલો ગુસ્સો? દિકરા અભિષેક અને દિકરી શ્વેતાએ જણાવ્યું હતું મોટું કારણ

બોલિવૂડના ‘શહેનશાહ’ અમિતાભ બચ્ચનની પત્ની અને અભિનેત્રી જયા બચ્ચનને કોઈ પરિચયની જરૂર નથી. જયાએ 1971 માં આવેલી ફિલ્મ ગુડ્ડીથી બોલિવૂડમાં સફરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ પછી, જયા રાતોરાત સ્ટાર બની ગઈ હતી, ત્યારબાદ તેણે ‘જંજીર’, ‘અભિમાન’, ‘મિલી’, ‘પિયા કા ઘર’, ‘શોર’, ‘એક નજર’ જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું. આ ફિલ્મોને કારણે ફેન્સ હજુ પણ જયા બચ્ચનને ખૂબ પસંદ કરે છે.

image soucre

જયા બચ્ચને ફિલ્મોની સાથે સાથે રાજકારણમાં પણ મહત્વનું સ્થાન બનાવ્યું છે. જયા બચ્ચન સમાજવાદી પાર્ટી તરફથી રાજ્યસભામાં સાંસદ છે. અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી જયા બચ્ચન માટે કહેવામાં આવે છે કે તેમને બહુ જલ્દી ગુસ્સો આવી જાય છે. જયા બચ્ચનનો ગુસ્સો ઘણી વખત જાહેર સ્થળોએ પણ જોવા મળ્યો છે. બહુ ઓછા લોકો જાણે છે કે જયા બચ્ચનને બીમારી છે, જેના કારણે તે જાહેર સ્થળો પર ગુસ્સે થતી જોવા મળે છે. આ માહિતી જયા બચ્ચનના પુત્ર અભિષેક અને પુત્રી શ્વેતાએ આપી હતી.

image soucre

વર્ષ 2019માં અભિષેક બચ્ચન તેની બહેન શ્વેતા બચ્ચન સાથે કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ’માં પહોંચ્યો હતો. આ દરમિયાન કરણે શ્વેતા અને અભિષેકને તેમની માતા જયા બચ્ચનના ગુસ્સા વિશે પૂછ્યું. એટલું જ નહીં, કરણે તે બંનેને જયા બચ્ચનના કેટલાક વીડિયો પણ બતાવ્યા હતા, જેમાં જયા બચ્ચન ફોટોગ્રાફરો પર ગુસ્સે થતા જોવા મળ્યા હતા.

image source

આ વીડિયો પર અભિષેકે મજાકમાં કહ્યું, ‘તેઓ તેને ગિલ્ટી પ્લેઝર માને છે. સાથે જ જ્યારે પણ અમે બધા ફરવા નીકળીએ છીએ, ત્યારે અમે એ વાતને લઈને હંમેશા પ્રાર્થના કરીએ છીએ કે રસ્તામાં ફોટોગ્રાફરો ન મળે.

image soucre

આ સાથે અભિષેકે એમ પણ કહ્યું કે તેની માતાને ક્લોસ્ટ્રોફોબિયા નામનો રોગ છે. આ એક એવી માનસિક સ્થિતિ છે જેમાં વ્યક્તિ વધુ લોકોને એકસાથે જોઈને અથવા ભીડમાં પોતાને જોઈને અસ્વસ્થ થઈ જાય છે. કેટલીકવાર વ્યક્તિને ગુસ્સો આવે છે અથવા તે બેભાન થઈ જાય છે.

image soucre

આ ચેટ શોમાં જ્યારે કરણ જોહરે જયા બચ્ચનનો વીડિયો બતાવ્યો ત્યારે એક્ટ્રેસની દીકરી શ્વેતાએ તેની માતાનો બચાવ કર્યો હતો. શ્વેતાએ કહ્યું, ‘તેમને પસંદ નથી કે કોઈ તેમની પરવાનગી વગર તેનો ફોટો લે. ભીડ જોઈને તે અસ્વસ્થ થઈ જાય છે. જો કોઈ તેની પરવાનગી વિના તેનો ફોટો લે છે, તો તે તેને સહન કરી શકતી નથી.