3 વર્ષનો દેખાતો આ બાળક ખરેખર છે 23 વર્ષનો યુવાન, સંઘર્ષ કથા સાંભળીને રૂંવાડા ઊભા થઈ જશે

સરદાર અને ગાંધીના ગુજરાતમાં મીઠડી ગુજરાતી ભાષા ધરાવતી ગુજરાતી પબ્લિક સામે આજે થોડી શરમજનક અને કટુતા ભરી યુનિક વાત કરવી છે. સેવા અને સહકાર આ બે શબ્દોનું તાંડવ એટલું પ્રચંડ છે કે સહાનુભૂતી શબ્દ પહાડ નીચે દબાઈ ગયો હોય એવું લાગે છે. પણ એના પ્રાપ્તિ સ્થાન તરફ નજર કરનાર વ્યક્તિ કેટલા?

સેવા અને સહકારથી આગળ સહાનુભૂતી દર્શાવવાની તૈયારી કેટલાની? લગભગ આંગળીના વેઢે ગણી શકાય એટલા પણ નહીં. ત્યારે આજે વાત કરવી છે એક એવા યુવાનની કે જેણે પોતાની સિદ્ધિથી ઘણું હાસલ કર્યું છે. ત્યારે આવો વાત કરીએ જયદિપ પિપરોતરની.

આ છે જયદિપ પિપરોતર. આમ દેખાય 3 વર્ષનો પણ ખરેખર છે 23 વર્ષનો યુવાન. સામાન્ય રીતે એવું કહેવાય કે સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય. આ જયદિપ પરેસેવે તો નથી ન્હાયો પણ મેણા ટોણાથી ન્હાયો છે, અને આજે રિદ્ધિ સિદ્ધિ તો કદાચ નથઈ મળી, પણ લોકોને જીવતા અને જીવાડતા શીખી ગયો. એને જોઈને જ વ્હાલ આવે એવો ક્યૂટ. આજે એમનો જન્મદિવસ છે.

તેના 23 વર્ષ પુરા થઈ ગયા. સામાન્ય રીતે આપણે બધા સેફ જોનની બહાર નથી નીકળતા. કંઈ પણ હોય આપણે પહેલાં આપણી સેફ્ટી વિચારીએ. જો ઘરની ચાર દિવાલ વટાવવી ન પડે તો આપણે સીડી પણ નીચે ઉતરીએ એવા નથી. તો વિચારો કે જયદિપે કઈ રીતે આ સફર ખેડી હશે.

એક લાખ બાળકોએ એકને થાય એવી બિમારી જયદિપને નાનપણથી જ છે. જેના કારણે આજે તે કદમાં ઠીંગણો રહી ગયો. તે એકલો મુસાફરી પણ નથી કરી શકતો છતાં તે ઘણા વર્ષોથી અમદાવાદ અપંગ માનવ મંડળમાં રહી રહ્યો છે. દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાનું ફતેપુર( હાડીળા ) ગામ તેમનું વતન અને ત્યાંથી અમદાવાદ 500 કિલોમીટર થાય.

આજે ગુજરાતની જાણીતી હસતીઓ જયદિપને ઓળખે છે. વખાણે છે, વધાવે છે. આનંદી બહેન પટેલ, વિજય રૂપાણી, શાહરૂખ ખાન, દીલિપ જોશી( જેઠાલાલ ) આ બધા જયદિપના ફેન છે. તો આપણે જીવનમાં એટલું શીખીએ કે બિમારી કે પરિસ્થિતિ જેવી હોય, પણ સેફ જોનની બહાર નીકળીને કામ કરતાં થઈએ. ચાર દિવાલ અંદર રહીને માત્ર બીજાના જીવનમાં કોમેન્ટ જ કરી શકીશું, આપણે કંઈ ઉકાળી નહીં શકીએ.

જો જયદિપ વિશે વધારે વાત કરવામાં આવે તો તે ભણવામાં તો હોંશિયાર છે જ છે પણ સાથે સાથે ગરબામાં પણ તે ખુબ હોશિયાર છે. તે ઘણી ગુજરાતી ફિલ્મોમાં અને શોમાં પણ જોવા મળ્યો છે અને હજુ પણ તેને એક્ટિંગ ફીલ્ડમાં આગળ રસ છે.

ત્યારે હવે સૌ કોઈને એવી પણ આશા છે કે જયદિપ આગળ વધે અને ગજરાતનું નામ રોશન કરે. હાલમાં તે અપંગ માનવ મંડળમાં રહે છે અને કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે.

આપણા બધાની કઠોરતાની વાત કરીએ તો આજે બિઝનેસમાં ગુરૂ ગણાતા ધીરુભાઈ આપણે બધાને યાદ છે. પણ ૨૩ વર્ષની ઉંમરે ૫૦ કરોડની કંપનીનો સીઈઓ બનનાર શ્રીકાંત બૉલાને કેટલાં ઓળખે છે?

તે જ રીતે રિલાઇન્સ કે જે અંદાજિત ૪ લાખ લોકોને રોજગારી આપે છે તે આપણે સૌ જાણીએ છીએ પરંતુ અમદાવાદમાં આવેલી ડીજાઇનમેન્ટ કંપની કે જેમાં ૭૦% માણસો અપંગ લોકો કામ કરે છે એટલે કે રોજગારી મેળવે છે એનું શું આપણને ભાન છે ( અત્યારે લોકો દિવ્યંગોને રૂમ પણ ભાડે આપવામાં સંકોચ અનુભવે છે એ વાત જુદી છે )

૧૦ માં ધોરણમાં ત્રણ વાર ફેલ થયેલો સચિન તેંડુલકર આજે એક બેસ્ટ ક્રિકેટર તરીકે આપણા હૈયામાં વસે છે પણ પોરબંદરના નાનકડા ગામમાં જન્મેલો ભીમા ખૂટી કે જેનું સિલેકસન એશિયા કપમાં થયેલું છે તેમજ જેમણે સમગ્ર ભારતને રિપ્રેજન્ટ કર્યું હતું એની ભણક પણ છે આપણે? એક કાને લેક્ચર સાંભળવાનો અને જોડે જોડે એક હાથે સંપૂર્ણ લેક્ચર ટાઈપ કરતો જવાનું એ પણ આંખ વગર, આવા મલ્ટિ ટેલેન્ટેડ RBIનાં મેનેજર ભૂપેન્દ્ર ત્રિપાઠી નામનાં શખ્સથી કેટલા જાણ છે???

હિંમત અને આત્મવિશ્વાસ ધરાવતા અઢળક દાખલા તમે આજુબાજુમાં જોતા હશો પણ જે છોકરીને ટ્રેનની પટરી પર એક રાતમાં ૪૫ ટ્રેન ફરી ગઈ હોવા છતાં પણ આજે ૭ જેટલા શિખરો સર કરીને વિશ્વ રેકોર્ડ સ્થાપ્યા હોય એ અરૂનીમાં સિન્હા ને આપણામાંથી કેટલા ઓળખે છે ?

તેવી જ રીતે એક પગે ૧૦ કિલોમીટરની મેરેથોન પાર કરનાર તેમજ રેપલિંગ અને ૨૫૦૦ માણસને ડાંસ શીખવાડી ચૂકેલ જાવેદ ચોધરીને કોણ ઓળખે છે? કોઈ ક્રીમની જાહેરાત માટે અમદાવાદની હમણાં જ બનેલી બહેરી મૂંગી મિસ વર્લ્ડ ને કેમ નથી લેતું કોઈ?? આવા નાના મોટા અનેક દાખલા છે. ગણવા બેસીશું તો ઘણું લાંબુ લિસ્ટ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત