જયદેવ ઉનડકટ કરશે ગુપચુપ લગ્ન, મંગેતર રિની સાથે આજે રાત્રે આણંદના મધુબન રિસોર્ટમાં ફેરા ફરશે!

સેલેબ્રિટીઓના જીવનમાં ક્યારે શું થાય એ નક્કી જ ન હોય. તેઓ ક્યારેક ક્યારેક એવી ચોંકાવનારી ખબરો આપે કે ફેન્સ રાજીના રેડ થઈ જાય છે. ત્યારે હવે એક એવા જ સમાચાર સામે આવી રહ્યા છે અને ફેન્સમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો વાત કંઈક એમ છે કે ટીમ સૌરાષ્ટ્રને રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બનાવનાર ક્રિકેટર જયદેવ ઉનડકટ ગુજરાત હાઈકોર્ટના વકીલ રિની કંટારીયા સામે ‘ક્લિનબોલ્ડ’ થઈ ગયા છે.

મતલબ કે બંન્ને હવે એક થવા જઈ રહ્યા છે. ટીમ ચેમ્પિયન બન્યાના બે દિવસ બાદ રિની સાથે સગાઈ કર્યા બાદ આજે અમદાવાદના એક રિપોર્ટમાં ઉનડકટ પરિવારે મર્યાદિત લોકોની હાજરીમાં લગ્ન પ્રસંગનું આયોજન કર્યું છે એવી વાત મળી રહી છે.

image source

જો મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો સૌરાષ્ટ્રનો કેપ્ટન જયદેવ ઉનડકટ આજે રાત્રે પોતાની મંગેતર રિની સાથે આણંદના મધુબન રિસોર્ટમાં લગ્ન કરશે. જો કે આ બાબતે બંનેમાંથી કોઈના પણ સોશિયલ મીડિયામાં જાણ કરવામાં આવી નથી અને એનો પ્લાન એવો હોઈ શકે કે આ ફંક્શન એકદમ પ્રાઇવેટ રાખવામાં આવી શકે છે. જો કે માત્ર નજીકના મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Jaydev Unadkat (@jd_unadkat)

તો વળી સૌરાષ્ટ્રની ટીમના કેટલાક ખેલાડીઓએ સંગીત સેરેમનીના ફોટોઝ શેર કર્યા હતા જેથી આ વાત પ્રકાશમાં આવી અને હવે ચર્ચાઈ રહી છે. પ્રાપ્ય વિગતો અનુસાર રિની વ્યવસાયે વકીલ છે. તેણે અને જયદેવે 15 માર્ચ 2020ના રોજ સગાઈ કરી હતી. એક એ વાત પણ ખુબ વાયરલ થઈ હતી કે, સગાઈના 2 દિવસ પહેલાં જ ઉનડકટે સૌરાષ્ટ્રને રણજીમાં ચેમ્પિયન બનાવ્યું હતું.

image source

જો વાત કરવામાં આવે 2019-20ની તો સૌરાષ્ટ્ર ટીમ રણજી ટ્રોફી ફાઇનલમાં પાંચમા દિવસે રાજકોટ ખાતે પ્રથમ ઇનિંગ્સમાં લીડના આધારે ચેમ્પિયન બન્યું હતું. સૌરાષ્ટ્રની ટીમ 76 વર્ષ પછી રણજી ચેમ્પિયન બની. સૌરાષ્ટ્ર 1936માં નવાનગર તરીકે અને 1943માં વેસ્ટર્ન ઇન્ડિયા તરીકે રમીને ચેમ્પિયન બન્યું હતું. અગાઉ બંને વખત ફાઇનલમાં બંગાળને જ માત આપી હતી.

image source

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રને પહેલી વાર રણજી ટ્રૉફી અપાવનાર 28 વર્ષના ફાસ્ટ બૉલર જયદેવ ઉનડકટે સગાઇ કરી ત્યારે પણ ખુબ ચર્ચા થઈ હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાના સગપણની તસવીરો શૅર કરી હતી. તસવીરની સાથે સાથે તેણે કૅપ્શનમાં લખ્યું છે કે, “છ કલાક, બે પ્લેટ ભોજન અને પછી એક શૅર કરેલું મડ કેક” આની સાથે જ તેણે એક રિંગ અને દિલની ઇમોજી પણ શૅર કરી હતી.

image source

ત્યારે ચેતેશ્વર પુજારાએ જયદેવની મંગેતરના નામનો ખુલાસો કર્યો હતો અને પુજારાએ પોતાના ઑફિશિયલ ટ્વિટર હેન્ડલ પર લખ્યું, “પરિવારમાં તમારું સ્વાગત છે રિની. મને ખૂબ જ ખુશી છે કે મારા ભાઈ જયદેવ ઉનડકટને તેના જીવનનો પ્રેમ મળ્યો.”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત