જયપુર ફરવા જતા હોવ તો અચૂક જજો આ સ્થળોએ, જ્યાં જતાની સાથે જ તમે બોલી ઉઠશો WOW!

જ્યારે પણ લોકો ફરવા જવાનો પ્લાન બનાવે છે ત્યારે ફરવાલાયક જગ્યાઓનું લિસ્ટ પણ બનાવે છે. આ લિસ્ટમાં જયપુર મોટાભાગના પ્રવાસીઓનું પસંદગીનું સ્થળ હોય છે. પિંક સીટીના ઉપનામથી પ્રસિદ્ધ આ શહેરમાં દર વર્ષે મોટી સંખ્યામાં સહેલાણીઓ ફરવા માટે આવે છે. જયપુરમાં પ્રવાસીઓને અનેક મહેલો, જૂની અને પ્રાચીન ઇમારતો જોવા મળે છે. પરંતુ આજના આ આર્ટિકલમાં અમે આપના માટે અહીં જયપુરની અમુક એવી જગ્યાઓ વિશે જણાવીશું જ્યાં તમે ફરવા માટે જઈ શકો છો. આ જગ્યાઓની કારીગરી તેને જોનારાઓને આકર્ષિત અને પ્રભાવિત કરે છે. તો કઇ કઈ છે એ જગ્યાઓ ? ચાલો જાણીએ.

જયગઢ કિલ્લો

image soucre

જયગઢનો કિલ્લો ભારતના પિંક સીટી જયપુરનું એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે જે શહેરમાં ” ચિલ ક તેલા” નામક પહાડીની ઊંચાઈ પર સ્થિત એક ભવ્ય સંરચના છે. આ સુંદર જગ્યાને 1726 માં આમેર કિલ્લાની સુરક્ષા માટે સવાઈ રાજા જય સિંહ દ્વિતીય દ્વારા બનાવવામાં આવી હતી. નોંધનીય છે કે આ કિલ્લાથી આમેર કિલ્લા સુધી એક ભૂમિગત માર્ગ પણ હોવાનું કહેવાય છે અને તેને વિજયનો કિલ્લો પણ કહેવાય છે. આ કિલ્લાની એક વિશેષતા એ પણ છે કે અહીં વિશ્વની સૌથી મોટી તોપ છે અને અહીંથી જયપુર શહેરનું આકર્ષક દ્રશ્ય પણ જોવા મળે છે.

વર્લ્ડ ટ્રેડ પાર્ક

image soucre

તમે શોપિંગ મોલમાં તો ગયા જ હશો આ જ રીતે વર્લ્ડ ટ્રેડ પાર્ક પણ આવું જ કઇંક લાગે છે. અસલમાં આ એક શોપિંગ સેન્ટર જ છે જેને આધુનિક વાસ્તુકલા અનુસાર ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ વર્લ્ડ ટ્રેડ પાર્કમાં જઈને તમને એમ જ લાગશે કે તમે જાણે વિદેશમાં આવી ગયા હોય. અહીં સિનેમા હોલ, અનેક મોટી બ્રાન્ડના શોરૂમ અને રેસ્ટોરન્ટ પણ છે. જયપુર ફરવા માટે આવતા લોકો આ પાર્કની મુલાકાત અવશ્ય લે છે.

જવાહર કલા કેન્દ્ર

image socure

જો તમે જયપુર ફરવા માટે ગયા છો તો તમારે જવાહર કલા કેન્દ્ર જરૂએ જવું જોઈએ. જવાહર કલા કેન્દ્રને 1991 માં બનાવવામાં આવ્યું હતું અને તેમાં મોડર્ન આર્કિટેક્ટની ઝલક જોવા મળે છે. આ એક આર્ટ સેન્ટર છે અને પર્યટકોને પણ આ સ્થાને આવવું ગમે છે.

રાજ મંદિર સિનેમા હોલ

image socure

જયપુરનું સૌથી પ્રખ્યાત સિનેમા હોલ એટલે રાજ મંદિર સિનેમા હોલ. આ સિનેમા હોલને 1976 માં શરૂ કરવામાં આવ્યું હતું. આ હોલનું આર્કિટેક્ટ ગજબનું છે અને તેને જોનારાને પોતાની તરફ આકર્ષિત કરે છે. લોકો તેને જોઈને આભા જ બની જાય છે અને તેની સંરચનાને અન્યને બતાવવા સારું અહીં ફોટા પણ પડાવે છે.

શ્રી સિમેન્ટ બિલ્ડીંગ

image socure

આ શ્રી સિમેન્ટ બિલ્ડીંગને એલઇડી દ્વારા સજાવવામાં આવ્યું છે અને સાથે જ તેનું આર્કિટેક્ટ પણ અદભુત છે. એટલું જ નહીં એ બિલ્ડીંગને 72 સ્ક્રીન બિલ્ડીંગના નામથી પણ ઓળખવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *