જે વ્યક્તિને ભીખારી સમજીને શો રૂમમાંથી હાકી કાઢ્યો, તેમણે 12 લાખની બાઈક ખરીદી કરી દીધી બોલતી બંધ

એવું કહેવામાં આવે છે કે કોઈના કપડા જોઈને તેના વિશે અનુમાન ન લગાવવું જોઈએ. આવું જ કંઇક થાઇલેન્ડના વૃદ્ધ વ્યક્તિ સાથે થયું. જ્યારે તે બાઇકના શો રૂમની બહાર ઉભો ઉભો બાઇક જોઈ રહ્યો હતો. જ્યારે તે શોરૂમની અંદર જવા માંડ્યો ત્યારે ગાર્ડે તેને ભીખારીની સમજીને બહાર કાઢી મુક્યો.

ભીખારી જેવા દેખાતા વ્યક્તિએ 12 લાખની બાઈક ખરીદી

image source

પરંતુ થોડા સમય બાદ તે જ ભિખારી જેવા વ્યક્તિએ આ શોરૂમમાંથી 12 લાખ રૂપિયાની બાઇક ખરીદી લીધી. વાસ્તવમાં થાઇલેન્ડના લંગ ડેચા નામના વૃદ્ધ વ્યક્તિની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમાં તે એક ભિખારી કે મજૂર જેવો દેખાય છે, પણ મજાની વાત તો એ છે કે આ ભિખારી દેખાતા વ્યક્તિએ 12 લાખની કિંમતની હાર્લી ડેવિડસન બાઈક ખરીદી હતી, તે પણ રોકડા રૂપિયા દઈને.

એક વૃધ્ધ જેવો લાગતો વ્યક્તિ હાર્લી ડેવિડસનના શો રુમ પર પહોંચ્યો

image source

પ્રાપ્ત માહિતી અનુસાર થાઈલેન્ડમાં હાર્લી એન્ડ ડેવિડસન મોટરસાયકલના શો રુમ પર બનેલી આ ઘટનાએ હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. વાત જાણે એમ બની કે એક વૃધ્ધ જેવો લાગતો વ્યક્તિ હાર્લી ડેવિડસનના શો રુમ પર પહોંચ્યો હતો અને બહારથી મોટર સાયકલો જોવા માંડ્યો હતો. એ પછી જ્યારે તે શો રુમની અંદર જવા ગયો તો તેના ભીખારી જેવા કપડા જોઈને સિક્યુરિટી ગાર્ડે અટકાવી દીધો હતો.

શો રુમના કર્મચારીઓને તેની મજાક ઉડાવવા લાગ્યા

image source

તે વ્યક્તિનું નામ છે લંગ ડેચા. લાંબી મથામણ બાદ આખરે સિક્યુરિટી ગાર્ડે લંગ ડેચાને શો રુમમાં અંદર જવાની પરમિશન આપવામાં આવી. અંદર પહોંચેલા લંગ ડેચા ત્યાં હાજર કર્મચારીને કહ્યું, મારે બાઈક ખરીદવી છે પણ તેને જોઈને શો રુમના કર્મચારીઓને પણ તેની વાત મજાક ઉડાવવા લાગ્યા હતા. જોકે લંગ ડેચા પોતાની વાત પર અડગ રહ્યા હતો. ત્યાંર બાદ બધા કર્મચારીઓ તેને ઘેરી લેશે અને મજાકમાં ઉડાવવા લાગે છે. જેને લઈને લંગ ડેચાને ગુસ્સો આવે અને તે જોરથી બૂમ પાડે છે. અને કહે છે કે મારે મેનેજરને મળવું છે.

થોડીવાર વાતાવરણ ઉગ્ર બની ગયું

image source

શો રૂમમાં થોડીવાર વાતાવરણ ઉગ્ર બની જાય છે. લુંગના હાથમાં એક બેગ પણ હતી. કર્મચારીઓને લાગ્યુ હતુ કે, આ કોઈ ભેજાગેપ વ્યક્તિ છે અને લોકો તેમના પર હસવા પણ લાગ્યા હતા.આ જોઈને લુંગને ગુસ્સો પણ આવ્યો હતો.એ પછી કોલાહલ વધી જતા શો રુમના માલિક બહાર આવી ચઢ્યા હતા. કર્મચારીઓએ તેમને આખી વાત સમજાવી હતી. શો રુમના માલિકે લુંગને સમજાવવાની કોશિશ કરી હતી .લુંગે તેમને દુરથી હાર્લે ડેવિડસનની બાઈક બતાવીને કહ્યુ હતુ કે, મારે આ બાઈક ખરીદવી છે.

બેગમાંથી રોકડ રકમ કાઢીને કાઉન્ટર પર મુકી

image source

12 લાખ રુપિયાની બાઈક ખરીદવા માટે લુંગે બેગમાંથી રોકડ રકમ કાઢીને કાઉન્ટર પર મુકી ત્યારે બધાની આંખો પહોળી થઈ ગઈ હતી અને કર્મચારીઓને પણ પોતાની ભૂલનો અહેસાસ થયો હતો. ભીખારી જેવા કપડામાં બાઈક સાથે લંગ ડેચાનો ફોટો સોશ્યલ મિડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ જોઈને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. તેથી મિત્રો કોઈના પહેરવેશ કે હાવભાવ જોઈને તેમના વ્યક્તિત્વનો અંદાજ લગાવવો જોઈએ નહિં. ઘણી એવી વ્યક્તિઓ હોય છે જે બહારથી તો સામાન્ય લાગે છે પરંતુ તેની વાસ્તવિક્તા તો કઈક બીજી જ હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત