આ દેશમાં બની રહી છે બુર્જ ખલિફાથી પણ વધું ઊંચાઈ ધરાવતી ઇમારત, એક કિલોમીટર જેટલી હશે તેની ઊંચાઈ
બુર્જ ખલિફાનું નામ તો તમે સાંભળ્યું જ હશે જેને દુનિયાની સૌથી વધુ ઊંચાઈ ધરાવતી ઇમારત તરીકે ઓળખવામાં આવે છે. બુર્જ ખલિફાની ઊંચાઈ 829.8 મીટર એટલે કે 2722 ફૂટની છે.

પરંતુ શું તમે જાણો છો બુર્જ ખલિફાથી પણ વધુ ઊંચાઈ ધરાવતી એક ઇમારત સઉદી અરબમાં બની રહી છે અને તેની ઊંચાઈ લગભગ 3281 ફૂટ એટલે કે અંદાજિત એક કિલોમીટરની હશે. આ ઇમારતને ” જીદ્દાહ ટાવર ” નામ આપવામાં આવ્યું છે જે પહેલા કિંગડમ ટાવર કહેવાતું. પહેલા એવું અનુમાન હતું કે આ ઇમારતનું કામ વર્ષ 2022 સુધી પૂરું થઇ જશે પરંતુ હાલના ધોરણે આ ઇમારતનું કામ અટકેલું છે.
વાત સઉદી અરબ દેશની નીકળી છે તો ચાલો આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં ફક્ત ઉપરોક્ત વિશાળ જીદ્દાહ ટાવર વિષે જ જાણવા સિવાય સઉદી અરબ દેશની અમુક અન્ય બાબતો વિષે પણ જાણીએ જે તમારા મારે જ્ઞાનસભર બની રહેશે.

એ તો સર્વ વિદિત છે કે ઇસ્લામ ધર્મના બે સર્વોચ્ચ ધાર્મિક સ્થાનો અને શહેરો મક્કા અને મદીના આ સઉદી અરબ દેશમાં જ આવેલા છે. જે પૈકી મક્કા શરીફ ખાતે દર વર્ષે લાખો હાજીઓ પવિત્ર હજયાત્રા કરવા પહોંચે છે. જો કે હાલ વૈશ્વિક કોરોના વાયરસના પ્રભાવને કારણે સઉદી સરકારે હજ્જ કરવા પર વિશેષ પ્રતિબંધો મુક્યા છે. નોંધનીય છે કે ઉપરોક્ત બન્ને શહેરો મુસ્લિમોના પવિત્ર શહેરો મનાય છે અને ત્યાં ફક્ત મુસ્લિમોને જ પ્રવેશ અપાય છે.

તમે કદાચ ન જાણતા હોય તો જણાવી દઈએ કે સઉદી અરબનું પોતાનું કોઈ લેખિત સંવિધાન નથી અને આખા દેશમાં ઇસ્લામિક શરિયત મુજબના કાયદા અમલી છે. ખાસ કરીને બળાત્કાર જેવા જઘન્ય અપરાધો માટે અહીં જાહેરમાં મૃત્યુની સજા આપવામાં આવે છે કે જોનારા પૈકી ક્યારેક કોઈ આવો અપરાધ કરવાની હિંમત જ ના કરી શકે. આવી કડક સજાને કારણે જ અહીં મહિલાઓ પર થતી ગુન્હાખોરીનો આંક નહિવત જેવો જ હોય શકે.

સઉદી અરબ એક રણપ્રદેશ ધરાવતો દેશ છે અને આ દેશમાં એક પણ નદી નથી. આ કારણે અહીં પાણીની ભારે તંગી હોય છે. જો કે અરબ લોકોએ આ સમસ્યાના ઉકેલ તરીકે સમુદ્રના ખારા પાણીને આધુનિક સંયંત્રો વડે પીવાલાયક બનાવવાની તરકીબ શોધી કાઢી છે. જો કે અહીં પેટ્રોલ જેવા ઇંધણની કોઈ અછત નથી અને અહીં ઇંધણના એટલા વિપુલ ભંડારો છે કે વિશ્વભરમાં તેની નિકાસ કરવામાં આવે છે.

રણપ્રદેશ હોવાના કારણે રણના રાજા તરીકે ઓળખાતા એવા ઊંટની અહીં ખાસ્સી માંગ રહે છે. આ કારણે જ અહીંના રિયાધ શહેરમાં દુનિયાનું સૌથી મોટું ઊંટ બજાર પણ ભરાય છે. એક અહેવાલ પ્રમાણે આ ઊંટ બજારમાં દૈનિક લગભગ 100 જેટલા ઊંટો વેંચાય છે.

સઉદી અરબમાં જાદુ અને ટોટકા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ માટે અહીંની પોલીસમાં ખાસ વિભાગ પણ બનાવવામાં આવ્યો છે જેનું કામ ફક્ત જાદુ ટોણા અને ટોટકા ફેલાવતા વ્યક્તિઓને પકડવાનું હોય છે અને આવું કામ કરનારને અહીં કડક સજા પણ અપાય છે.
source : amarujala
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત