જેલવાસ બાગ આ શખ્સે સમાજના કડવા ઘુંટ પીધા પણ સંગીતથી નામ કમાવ્યું, જાણો નરેન્દ્રસિંહની સમગ્ર કહાની

જો આપણે રૂટિંગ જીવનમાં જેલ, કેદી, પોલીસ એવા બધા શબ્દો સાંભળીએ તો એક ગુસ્સો આવે ગુનાની વાત યાદ આવતી હોય છે. કારણ કે આપણ મનમાં પહેલાથી જ એક ધારણ ઘર કરી ગઈ છે અને એના માટે આપણી આજુબાજુની વ્યવસ્થા જવાબદાર છે. જેલવાસ કરીને જેલમાંથી બહાર આવનાર વ્યક્તિને આપણો દંભી સમાજ ક્યારેક સ્વીકારે તો ક્યારેક હળકોલે છે. તેમજ જેલ બહાર આવનાર વ્યક્તિ પર સમાજ વિશ્વાસ પણ કરતો નથી. દરેક લોકો આવા માણસો સાથે દુરી બનાવીને રાખે છે અને તેને મળવાનું ટાળે.

સંગીત માત્ર માણસ જ સાંભળતા હોવાની માન્યતા ખોટી છે. સંગીત જીવ માત્ર સાંભળે છે.પ શુ,પક્ષી અને વનસ્પતિ પણ સંગીત સાંભળે છે. સંગીતમાં તાકાત છે, સંગીત એ દુખના સમયે અક્સીર ઔષધી સમાન છે. હતાશા નિરાશા જેવી પરિસ્થિતિમાં સંગીત સાંભળવાથી મન હળવું થાય છે. ત્યારે આજે જેના વિશે વાત કરવાની છે એ માણસ સંગીત સાથે જ જોડાયેલો છે. અમે જેની વાત કરી રહ્યા છીએ એવા માણસને તો જેલવાસ પુરો કરીને બહાર આવેલા નરેન્દ્રસિંહને પણ કડવા ઘુંટ પીવા પડ્યા છે. જેલમાં હતા ત્યારે સંગીતની સાધના કરી, બહાર આવીને તેમણે સંગીત ક્લાસ શરૂ કર્યા, હવે તેઓ સંગીત ગુરુ બન્યા છે.

image source

નરેન્દ્રસિંહ આજે પ્રેરણાદાયી પાત્ર બન્યા છે. ત્યારે આવો જાણીએ કે શું છે નરેન્દ્રસિંહની સમગ્ર કહાની. નરેન્દ્રસિંહના પરિવારમાં એક અપમૃત્યુની ઘટના બની હતી. જે કેસમાં કોર્ટે તેમને જેલમાં મોકલી આપવા હુકમ કર્યો હતો. 2013થી લઈને નરેન્દ્રસિંહ સાબરમતી જેલમાં કેદી તરીકે વર્ષ 2017 સુધી રહ્યા. ત્યારે હવે એસલી કહાનીની શરૂઆત થાય છે. તેમણે જેલમાં કેદી તરીકે હતા ત્યારે તેમને સંગીત શિખવાની પ્રેરણા મળી હતી.

image source

જો જેલમાં તેના કામ અને સિદ્ધિ વિશે વાત કરીએ તો જેલમાં જ પેઈન્ટીંગ કરવાની અને સંગીત શિખવાની તક મળી. જેલમાં જ સંગીતની સાધના શરૂ કરી. વિવિધ પ્રકારની સંગીતની રચનાઓ તેમણે શીખી લીધી. ત્યારબાદ વાત કરીએ તો 2017ના વર્ષમાં તેઓ જેલમાંથી બહાર આવ્યા અને નરેન્દ્રસિંહે હોટલ શરૂ કરી હતી. જો કે તેમાં કોઈ અનુભવ ન હોવાને કારણે ખોટ ખાધી અને ધંધો બંધ કરી દીધો. પણ એ નિરાશ ન થયા. તેણે વિચાર્યું કે કુદરતને જે મંજુર હતું તે થયું.

image source

ત્યારે એને વિચાર આવ્યો અને એનજીઓની મદદથી તેમને ધોળકામાં સંગીત ક્લાસ શરૂ કરવાની પ્રેરણા મળી. તેમણે જેલમાં જ સંગીતની કરેલી સાધના તેમને ફળી. અત્યારે ધોળકા શહેરમાં સંગીત ક્લાસીસ શરૂ કર્યા છે. ક્લાસીસમાં હારમોનિયમના કર્ણપ્રિય સુર અને તબલાંના તાલથી વાતાવરણ અદ્ભુત,અલૌકિક અને દિવ્ય બની જાય છે.

image source

હાલમાં જો વાત કરીએ તો સંગીત ગુરૂ બનેલા નરેન્દ્રસિંહ પાસે નાના બાળકો, યુવાનો અને મોટી ઉંમરના લોકો પણ સંગીતની સાધના કરી રહ્યા છે. નરેન્દ્રસિંહ વાત કરતાં કહે છે કે ગમે તેવી પરિસ્થિતિ આવે પણ દરેક લોકોએ મસ્ત રહેવું. કેટલાક સંજોગો માણસને ગુનેગાર બનાવી દે છે. દરેક લોકો જતું કરે અને સહનશીલતા કેળવે તો ગુનેગાર બનતાં અટકી જશે. માટે તેમના જીવનની વાત કરીએ તો જેલમાંથી બહાર આવ્યા બાદ નરેન્દ્રસિંહને કડવા ઘુંટ પીવા પડ્યા છે. તેઓ કહે છે કે કેટલાક લોકોએ તેમને સ્વીકાર્યા ન હતા, ધીમે ધીમે સ્વીકારશે એવી એમને આશા પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત