Site icon News Gujarat

આ છે દેશના અમુક એવા રેલ્વે સ્ટેશન કે જેના નથી કોઈ નામ, વાંચો આ લેખ અને જાણો તમે પણ…

દેશમાં બે રેલવે સ્ટેશન એવા છે, જેના કોઈ નામ નથી. જેમાંથી એક પશ્ચિમ બંગાળ અને બીજુ ઝારખંડમાં આવેલુ છે. તો ચાલો જાણીએ આ અનોખા રેલવે સ્ટેશન વિશે. ભારતીય રેલવેને દેશની જીવાદોરી કહેવામાં આવે છે. દરરોજ કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે અને દેશના સાત હજાર પાંચસોથી વધુ સ્ટેશનોથી લોકો તેની મંજીલ સુધી પહોંચે છે.

image source

સરકાર દ્વારા રેલવેના ટ્રેકનુ ઝડપી વિસ્તરણનું કામ ચાલી રહ્યુ છે. તો બીજી તરફ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ રેલવે સ્ટેશનો તૈયાર કરવામાં આવી રહ્યા છે. તમે રેલવે સ્ટેશનનું નામ તો સાંભળ્યું જ હશે, તમે ત્યાં ગયા હશો ! તમે વિચિત્ર નામોવાળા રેલવે સ્ટેશનો વિશે પણ વાંચ્યું હશે. પરંતુ શું તમે કોઈ એવા રેલવે સ્ટેશન વિશે જાણો છો કે જેનું કોઈ નામ નથી ? સાંભળીને વિચિત્ર લાગશે, પરંતુ દેશમાં આવા બે રેલવે સ્ટેશન છે, જેનાં નામ પણ નથી. હવે તમે વિચારતા હશો કે પછી લોકો ટિકિટ કેવી રીતે લે છે ?

ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં અનામી સ્ટેશન :

તમને માન્યામાં ન આવે પરંતુ આ વાત સાચી છે. ખરેખર, દેશમાં એવા બે રેલવે સ્ટેશન છે, જેનાં નામ નથી. એક સ્ટેશન પશ્ચિમ બંગાળમાં છે, અને બીજું ઝારખંડમાં છે. પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લામાં બાંકુરા-મૈસગ્રામ રેલવે લાઇન પર એક સ્ટેશન છે, અને અન્ય રેલવે સ્ટેશન ઝારખંડના રાંચી-ટોરી રેલવે વિભાગ પર સ્થિત છે.

રૈનાગઢ નામ સારૂ ન લાગ્યુ તો હટાવી દીધુ !

image source

પશ્ચિમ બંગાળના બર્ધમાન ટાઉનથી પાંત્રીસ કિમી દૂર બાંકુરા-મૈસગ્રામ રેલ લાઇન પર વર્ષ 2008 માં એક રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. આ સ્ટેશનની રચના પછી, તેના નામ અંગે વિવાદ શરૂ થયો હતો. મળતી માહિતી અનુસાર, આ રેલવે સ્ટેશનનું નામ અગાઉ રૈનાગઢ હતું, પરંતુ રૈના ગામના લોકોને આ નામ પસંદ નહોતું. ગામના લોકોએ આ નામ પર વાંધો ઉઠાવ્યો. રૈના ગામના લોકોએ આ બાબતે રેલવે બોર્ડને ફરિયાદ કરી હતી.

સાઇન બોર્ડ વગરનું રેલવે સ્ટેશન

image source

રાંચી રેલવે સ્ટેશનથી ઝારખંડના ટોરી જતી રેલ લાઈન પર આવેલા આ રેલ્વે સ્ટેશનનું કોઈ નામ નથી. વર્ષ 2011 માં આ સ્ટેશન થી ટ્રેનનું સંચાલન શરૂ થયું હતું. તે સમય દરમિયાન રેલવે આ સ્ટેશનને બડકીચાંપી નામ આપવા માંગતી હતી. પરંતુ કમલે ગામના લોકોએ આ નામ સામે વાંધો ઉઠાવ્યો અને વિરોધ શરૂ કર્યો. કમલેના ગ્રામજનો નું કહેવું છે કે ગામના લોકોએ આ રેલવે સ્ટેશન માટે જમીન આપી હતી. એટલું જ નહીં, આ સ્ટેશનના બાંધકામ દરમિયાન તેના ગ્રામજનોએ મજૂર તરીકે કામ કર્યું હતું. આથી આ સ્ટેશનનું નામ કમલે હોવું જોઈએ.

તો પછી લોકો કેવી રીતે મુસાફરી કરે છે ?

image source

લોહરદગા જિલ્લાના કુડુ બ્લોકમાં બડકીચાંપી ગામ પંચાયત છે અને કમલે ગામ પણ આ પંચાયતમાં આવે છે. આ રેલવે સ્ટેશનથી બડકીચાંપી ગામનું અંતર લગભગ બે કિલોમીટર છે. નજીકના એક ડઝન જેટલા ગામોના લોકો આ સ્ટેશન પરથી ટ્રેનમાં બેસીને અહીં ઉતરે છે. બીબીસી ના અહેવાલ અનુસાર, રેલવે દસ્તાવેજોમાં આ સ્ટેશનનું નામ બડકીચાંપી છે. આ રેલવે સ્ટેશન પર ટ્રેનમાં બેસનારા મુસાફરો પાસે બડકીચાંપી ની ટિકિટ હોય છે.

પરંતુ રેલવે સ્ટેશન પર કોઈ નામનું સાઈન બોર્ડ નથી. બીબીસી ના અહેવાલ મુજબ અહીંના જનપ્રતિનિધિઓ અને લોકો પણ ઈચ્છે છે કે રેલવેએ આમાં ગંભીર પહેલ કરવી જોઈએ. નામ ન હોવું એ મોટી સમસ્યા નથી, પરંતુ આ બાબતે બે ગામના લોકો વચ્ચે સંઘર્ષ મોટી સમસ્યા ઉભી કરી શકે છે.

Exit mobile version