લોસ એન્જલસના પાયલોટે હવામાં ઉડતા ‘જેટપેક મેન’નો વીડિયો કેમેરામાં કેદ કર્યો, વીડિયો વાયરલ થતાં હાહાકાર

લોસ એન્જલસમાં એક પાયલોટે ચોંકાવનારો વીડિયો બનાવ્યો છે. આ વીડિયોમાં, એક જેટપૈક માણસ હજારો ફૂટની ઉંચાઈએ હવામાં ઉડતો નજરે પડે છે. વીડિયોમાં એક વ્યક્તિ કેલિફોર્નિયાના લોસ એન્જલસ એરપોર્ટની આજુબાજુના જેટપેકમાં અનેક વખત ઉડતો બતાવવામાં આવ્યો છે. પોપ્યુલર મિકેનિક્સ અનુસાર આ રહસ્યમય જેટપેક મેનને પહેલીવાર ઓગસ્ટમાં 3૦૦૦ ફૂટની ઉંચાઈ ઉડતો જોયો હતો, અને ત્યારબાદ ઓક્ટોબરમાં, આ વખતે 6,000 ફૂટની ઉંચાઈએ ઉડાન ભરતો જોવા મળ્યો હતો.

21 ડિસેમ્બરે આ વીડિયોને એક સ્લિંગ પાયલોટ દ્વારા કેપ્ચર કરવામાં આવ્યો હતો. જેમાં એક વસ્તુ ઉડતી જોવા મળે છે, તે જોવામાં આવે છે કે તે એક જેટપેક પહેરેલો માણસ છે. આ વીડિયોને લગભગ 3000 ફૂટની ઉંચાઇથી સ્લિગ પાઇલટ એકેડેમીના ફ્લાઇટ પ્રશિક્ષકે કેપ્ચ કર્યો હતો. આ વીડિયો જોઈને એવું લાગે છે કે આ જેટપેક પહેરેલો કોઈ માણસ હવામાં ઉડતો હોય છે, પરંતુ તે ડ્રોન અથવા અન્ય કોઈ વસ્તુ હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 3 લાખથી વધુ વખત જોવામાં આવી ચૂક્યો છે.

આ ઘટના દરમિયાન સામેલ એક પાયલોટે ધ વોર ઝોનને જણાવ્યું હતું કે તેઓ પાલોસ વર્ડેસ અને કેટાલીના આઇલેન્ડની વચ્ચેના પ્રેક્ટિસ વિસ્તારમાં ઉડતા હતા ત્યારે તેઓએ જોયું કે જેટપેકમાં એક શખ્સ તેમની તરફ ઉડતો દેખાયો હતો. તે વસ્તુ હવામાં અદૃશ્ય થઈ જાય તે પહેલાં તેણે તેના કેમેરામાં કેદ કરી લીધી. સપ્ટેમ્બરમાં, એફબીઆઇ, સ્થાનિક પોલીસ અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને ‘જેટપેક મેન’ પરત ફરવાની તપાસની જાહેરાત કરી. જો કે, આ પહેલીવાર છે જ્યારે રહસ્યમય એરોનોટ કેમેરામાં કેદ થયો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ જેકપેટ મેન છે કે પછી કોઈ ડ્રોન છે.

 

View this post on Instagram

 

A post shared by COMBAT LEARJET (@combat_learjet)

એ સિવાય જો વાત કરવામાં આવે તો અંધમાન અને બંગાળની નિકોબાર ખાડીના દરિયાકાંઠા આજુબાજુ ફ્લાઇંગ ફિશ જોવા મળી આવી હતી. આ માછલી શિકાર ન થાય તે માટે ઉડી જાય છે અને પછી તે સમુદ્રમાં પાછી આવે છે. નિષ્ણાંતો કહે છે કે, આ માછલીઓ ફક્ત કેટલાક મીટર ઉડાન ભરવા માટે જ સક્ષમ છે. મહારાષ્ટ્રના મુંબઇની નજીક આવેલા પાલઘરમાં ઉડતી માછલી જોઇને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

image source

પાલઘરના વાઢવન ગામ નજીક દરિયામાં ઉડતી માછલીને એક માછીમાર દ્વારા પકડવામાં આવી. અહીંના લોકો ફ્લાઇંગ ફિશને જોવા માટે ખૂબ ઉત્સુક છે. પાલઘરમાં આ ઉડતી માછલીને પકડનારા માછીમાર પ્રદીપ પાટિલે કહ્યું કે, ‘મેં દરિયામાં એક જાળ ફસાવી, જેમાં આ માછલી ફસાઈ ગઈ. મેં તેને જીવતી જ જોઈ હતી પણ ઘર સુધી લઇ જતા તે મરી ગઈ. આ પ્રકારની માછલી મેં પહેલાં ક્યારેય જોઈ નહોતી. ઉડતી માછલીઓ અંગે ડો.સંજીવ જાધવ જણાવે છે કે, ઉડતી માછલી અંદમાન અને નિકોબારની આસપાસ અને બંગાળના દરિયા કાંઠે મળી આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત