જેવી તેવી કંપનીને પણ ટક્કર મારે ભિખારીઓની વસાહતો, A To Z બધુ સિસ્ટમથી ચાલે, સમયે સમયે ભીખ માગવાના સ્થળો પણ બદલી જાય

પાટનગર દિલ્હીના મુખ્ય સર્કલથી માંડીને મોલ્સ અને બગીચાઓ સુધી તમે જોયું હશે કે બે હાથ ફેલાવીને પૈસા માંગતા ભિખારીઓની એક વિચિત્ર દુનિયા છે. અસંગઠિત દેખાતા આ ભિખારીઓની પોતાની એક વસાહત છે અને વિશેષ નિતી નિયમો પણ છે. ક્યારેક તેના મેઈન માણસને દાદા કહેવામાં આવે છે અને ક્યાંક તેને કપ્તાન કહેવામાં આવે છે. તેમની આ વસતી તેમના વડાના કહેવા પર ચાલે છે. તેમની વસાહતો બલરામનગર, અલીગંજ, નિશાતગંજ અને સદરમાં ડેરા બસ્તી અને શહેરના અન્ય ઘણા સ્થળોએ આવેલી છે. આ દાદા ભીખ માંગનારની ગેંગ બનાવે છે અને શિફ્ટ પણ નક્કી કરે છે.

image source

ખાસ વાત એ છે કે ભિખારીના આ ગૃપને સ્થળ જોઈને નક્કી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ધાર્મિક સ્થળની બહાર મહિલાઓ અને બાળકોની સંખ્યા વધારે રાખવામાં આવે છે. જ્યારે અંગ્રેજી ભાષી ભિખારીને પર્યટક સ્થળો પર મોકલવામાં આવે છે. આ જ દાદા પિક એન્ડ ડ્રોપ સર્વિસ પણ સંભાળે છે. દરેક ગ્રુપ માટે ઇ-રિક્ષા અથવા ટેમ્પો છે. જ્યારે ટીમો સાંજે પાછી ફરે છે, ત્યારે દાદા વસુલી કરે છે અને તેની સંપૂર્ણ કાળજી લે છે. ભિખારીઓના ‘કોર્પોરેટ કલ્ચર’નો વિશેષ અહેવાલ જાણીને તમારું પણ માથું ચકરાઈ જશે.

ભિખારી સવારે સાત વાગ્યે બહાર નીકળી જાય છે

image source

બાલરામનગરમાં ભિખારીઓની કોલોનીના સાંકડા માર્ગે સવારે છ વાગ્યે ટેમ્પોસ અને ઇ-રિક્ષાઓ ઉભા જોવા મળે છે. જાણવા મળ્યું છે કે આ વાહનો ભિખારીને દુર દુર ચોકડી પર લેવા આવ્યા છે. તેવી જ રીતે, ભિખારીઓને વિવિધ વસાહતોથી મોટા મોટા સ્થળોએ પરિવહન કરવામાં આવે છે અને સાંજે પાછા લાવવામાં આવે છે.

ઇંગ્લિશ આવડે તો ખુબ પૈસા મળે છે

image source

બલરામનગર બસ્તીના ભિખારી અટારસિંહે કહ્યું કે કેટલીક એનજીઓ ભણાવવા આવે છે, તેઓ બાળકોને અંગ્રેજી શીખવાનો આગ્રહ રાખે છે. તેની પાસે વસાહતમાં આશરે 50 મકાનો છે અને લગભગ 500 ની વસ્તી છે. અહીં લગભગ 200 મહિલાઓ, 150 બાળકો અને બાકીના પુરુષો છે. આ શહેર ઉપરાંત આ શખ્સો અયોધ્યા, મથુરા, કાશી અને આગરા જેવા શહેરોની પણ મુલાકાત લે છે, જ્યાં વિદેશી પ્રવાસીઓન પાસેથી ભિક્ષાની વધારે અપેક્ષા છે.

આ જગ્યાએ અંગ્રેજી જરૂરી છે

આ સાથે જ વાત કરીએ તો બીજા ભિક્ષુક ગોરખનાથે જણાવ્યું કે ટાઉનશીપના મોટાભાગના માણસો બહાર ગયા છે અને આખો દિવસ પ્રવાસન અને ધાર્મિક સ્થળો પર ભીખ માંગીને વિતાવે છે. બધા તહેવાર પર પાછા આવશે અને તેનો હિસાબ કરવામાં આવશે. તે જ સમયે શહેરમાં દરરોજ ભીખ માંગનારનો હિસાબ કરવામાં આવે છે.

દર 15 દિવસમાં શિફ્ટ બદલાય છે

image source

ફૂલમતીએ જણાવ્યું કે તે પોલિટેકનિકમાં ભીખ માંગતી હતી, હવે બટલર સર્કલ પર ભીખ માગે છે. વસાહતના વડીલો આ કરવાનું કહે છે કારણ કે એકવાર લોકો ઓળખી જાય પછી તેઓ ભીખ આપતા નથી. તે નિશાતગંજમાં એક બાળક સાથે આવે છે અને ભીખ માગે છે. તેના પુત્રએ જણાવ્યું કે તે સવારે ટેમ્પોથી માતા સાથે બહાર જાય છે અને સાંજે ટાઉનશીપ પરત આવે છે.

કલર ટીવી કુલર અને એસેસરીઝ

સદર વિસ્તારની ડેરા બસ્તીમાં ઘણી બધી સાંકડી શેરીઓ છે જેમાં ફક્ત પગપાળા જ ચાલી શકાય છે. દિવસ દરમિયાન આ શેરીઓમાં યુવાન, વૃદ્ધો પત્તા રમતા બાળકો અને નશામાં જોવા મળે છે. જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એક બાળકએ કહ્યું કે ઘર નાનું હોવા છતાં તેમાં કલર ટીવી અને કૂલર છે. ભિખારીઓની દરેક વસાહતમાં આવી જ હાલત છે અને આવી જ સુવિધા છે.

નશામાં ચકનાચુર ભિખારી

image source

કેન્ટના સદર વિસ્તારમાં ભિક્ષુક જોરદાર નશો કરે છે. તેઓ પુલની નીચે, રેલ્વે ટ્રેકની બાજુમાં નશામાં ફરતા જોઇ શકાય છે. તેઓ વધુ કમાણી માટે ડ્રગ ડીલરો સાથે પણ હાથ મિલાવે છે. આ સાથે જ ડેરા બસ્તીના અરશદે જણાવ્યું હતું કે, સાંજના સમયે દિવસભર મળેલી ભીખનો હિસાબ લેવામાં આવે છે. તે જ સમયે ઘરના દાદા જ્યાં પુરુષો ભીખ માંગવા જાય છે તેના પરિવારની પણ સંભાળ રાખે છે. જો કોઈ બીમાર હોય તો તેઓ સારવાર પણ કરાવે છે.

બધી જ વસાહતો એકબીજાના સંપર્કમાં હોય

ભિખારીઓની દરેક વસાહત એકબીજાના સંપર્કમાં રહે છે. આ વિસ્તારો નિશ્ચિત જ છે અને કોઈ પણ અન્ય વિસ્તારોમાં ક્યારેય કોઈ જતું નથી. ભીખ માંગવાની માત્રા પ્રમાણે આખું નેટવર્ક ચાલે છે. જેમ કે, મંદિરની બહાર, મંગળવાર, શનિવાર અને ગુરુવારે વધુ ભીખ માંગવામાં આવે છે. પોલિટેકનીક, ચારબાગ, ખામનપીર મઝાર, ઇમામબારા જેવા સ્થળોએ વધુ ભીખ મળી રહે છે. અહીં ટાઉનશીપનો વડા તેના વિશેષ ભિક્ષુકોને બેસાડીને કામ કઢાવે છે.

એક વસાહતની દૈનિક કમાણી 50 હજાર સુધીની

image source

એક ટાઉનશીપના વડાએ જણાવ્યું કે એક ભિખારી દૈનિક 800થી એક હજાર રૂપિયા કમાઈ લે છે. ઘરના સભ્યોની સંખ્યા અનુસાર કમાણી બદલાય છે. પણ જો સરેરાશ રીતે વાત કરીએ તો દરેક ટાઉનશીપ દરરોજ 50 હજાર રૂપિયા સુધીની કમાણી કરે છે. મોટા ધાર્મિક પ્રસંગ હોય ત્યારે આવકમાં વધારો પણ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત