જે યુવાનો IAS બનવાનું સ્વપ્ન જુએ છે તેમના માટે ખાસ

IAS બનવાનું સ્વપ્ન અનેક યુવાનો જોતા હોય છે પરંતુ તેમાં સફળતા અમુકને જ મળતી હોય છે. તેનું કારણ એ છે કે IAS કે IPS ની UPSC એક્ઝામ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની સરખામણીએ ઘણી જ અઘરી હોય છે અને તેમાં સફળ થવા માટે તનતોડ મહેનત અતિ જરૂરી હોય છે.

image source

જે યુવાનો IAS બનવાનું સ્વપ્ન જુએ છે તેના માટે તાજેતરમાં જ UPSC માં સફળ થનાર અપરાજીત દ્વારા અમલમાં મુકવામાં આવેલી ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થઇ શકે તેમ છે. UPSC માં સફળ થવા માટે અપરાજીતે એક સુનિયોજિત ફોર્મ્યુલા અપનાવી હતી જે કારગર નીવડી હતી. શું હતી આ ફોર્મ્યુલા આવો જાણીએ.

image source

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) ની પરીક્ષામાં સેક્ટર – 14 નિવાસી અપરાજીતે 174 મોં રેન્ક મેળવ્યો હતો. ખાસ વાત તો એ હતી કે તેઓએ પહેલા પ્રયાસમાં જ આ પરીક્ષા પાસ કરી હતી. અપરાજીતના કહેવા મુજબ તે હરિયાણા કેડરમાં આવવા ઈચ્છે છે.

image source

અપરાજીતે જણાવ્યું હતું એક તેઓએ CBSE માં વર્ષ 2012 માં 10 માનો અને વર્ષ 2014 માં 12 માનો અભ્યાસ કર્યો હતો. 12 માં ધોરણમાં તેઓને 92 ટકા મળ્યા હતા. ત્યારબાદ તેણે IIT મુંબઈમાંથી મિકેનિકલ એન્જીન્યરીંગ કરી હતી. જો કે અહીંથી પાસ થયા બાદ તેઓને એક કંપનીએ 25 લાખ રૂપિયાનું પેકેજ પણ ઓફર કર્યું હતું પરંતુ તેણે પોતાના લક્ષ્ય એટલે કે UPSC માટે એ ઓફરને નહોતી સ્વીકારી.

image source

અપરાજીતે જણાવ્યું હતું કે તેણે UPSC ની પરીક્ષાની તૈયારી ઘરે રહીને જ કરી હતી અને આ દરમિયાન તેણે ઓનલાઇન કોચિંગ પણ મેળવ્યું હતું. તેઓ દરરોજ સાત થી આઠ કલાકનું વાંચન કરતા હતા અને જો કોઈ કારણોસર દિવસ દરમિયાન પાંચ કલાકનું જ વાંચન થતું તો આગલા દિવસે ત્રણ કલાકનું વધારે વાંચન કરી લેતા. એ સિવાય એક વર્ષ સુધી સોશ્યલ મીડિયાથી પણ સંપૂર્ણપણે દૂર રહ્યા હતા.

image source

ઉપરાંત મગજને પણ આરામ મળે તે હેતુએ સારી ફિલ્મો જોવાનું અને ઘરવાળાઓ સાથે વાતચીત કરવાનું પણ રાખતા. હાલમાં જે યુવાનો UPSC ની તૈયારી કરી રહ્યા છે તેના માટે અપરાજિતે સલાહ આપી હતી કે UPSC માટે તૈયારી કરનાર ઉમેદવારે એ ભૂલી જવું જોઈએ કે UPSC પાસ કરવામાં ચાર થી પાંચ વર્ષ લાગે છે. જો તમે સંપૂર્ણ ગંભીરતાથી તેની તૈયારી કરશો તો પહેલા પ્રયાસમાં જ સફળ થઇ શકશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત