Site icon News Gujarat

જાહ્નવી કપૂરે માત્ર 23 વર્ષની નાની ઉંમરમાં જ ખરીદી લીધું આટલું મોંઘુ ઘર, આંકડો જાણશો તો ફાટી જશે આંખો

બોલિવુડના ઘણા કલાકારો વિશે છેલ્લા કેટલાક મહિનાઓમાં અમુક એવી ખબર આવી છે કે એમને પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે. અને હવે આ લિસ્ટમાં એક બીજું નામ જોડાઈ ચૂક્યું છે અને એ નામ બીજા કોઈનું નહિ પણ બૉલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરનું છું. જાહ્નવી કપૂરે મુંબઈના જુહુમા ખૂબ જ ઊંચી કિંમત આપીને એક મોંઘી દાટ ઘર ખરીદ્યું છે.

image source

બોની કપૂર અને શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂરને બોલીવુડમાં ડેબ્યુ કરે હજી થોડા વર્ષો જ વીત્યા છે. અને એટલા ઓછા સમયમાં જ એમને પોતાની મહેનતના જોરે એક નવું ઘર ખરીદી લીધું છે. જાહ્નવી કપૂરનું આ નવું ઘર મુંબઈના જુહુ એરિયામાં આવેલું છે જે એક બિલ્ડિંગના ત્રણ ફ્લોર સુધી છે. આ બિલ્ડીંગને સ્કેવર ફિટ ઇન્ડિયાએ દ્વારા બનાવવામાં આવી ચ3, આ JVPD સ્કીમની અંદર આવનારી બિલ્ડિંગના 14, 15 અને 16માં ફ્લોર પર એક ટ્રીપ્લેક્સમાં ફેલાયેલી છે. આ સેલેબ્સમાં ખૂબ જ ફેમસ છે. જાહ્નવી કપૂરના આ નવા ઘરના સમાચાર સાંભળીને બધા એમને સોશિયલ મીડિયા પર શુભકામનાઓ આપતા દેખાઈ રહ્યા છે.।તમને જણાવી દઈએ કે આ ઘર માટે જાહ્નવી કપૂરે ખૂબ જ ઊંચી કિંમત ચૂકવી છે.

image source

રિપોર્ટ અનુસાર જાહ્નવી કપૂરે પોતાનું આ નવું ઘર 39 કરોડમાં ખરીદ્યું છે. ગઈ 7 ડિસેમ્બરે એમના આ ઘર માટેની ડિલ થઈ હતી. ઘર માટે જાહ્નવી કપૂરે 78 લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. તમને જણાવી દઈએ કે હાલ જાહ્નવી કપૂર પોતાના પિતા બોની કપૂર અને બહેન ખુશી કપૂર સાથે લોખંડવાલામાં રહે છે.

image source

તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં ફિલ્મ ધડકથી જાહ્નવી કપૂરે બોલીવુડમાં પગ મૂક્યો હતો. 23 વર્ષીય જાહ્નવી કપૂરના કરિયરની હજી શરૂઆત જ છે. ધડક ફિલ્મ સિવાય જાહ્નવી કપૂર અત્યાર સુધી ઘોસ્ટ સ્ટોરીઝ અને ગુંજન સક્સેનામાં દેખાઈ ચુકી છે.

જાહ્નવી કપૂરની આવનારી ફિલ્મ રુહી અફઝાના અને દોસ્તાના 2 છે

image source

થોડા દિવસ પહેલા જાહ્નવી કપૂર પોતાની નાની બહેન ખુશી કપૂર સાથે ગોઆમાં દેખાઈ હતી. એમની સાથે કાર્તિક આર્યન પણ હતા. બંનેના કેટલાક ફોટા પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા. જાહ્નવી કપૂર અને કાર્તિક આર્યન ત્યાં ફિલ્મ દોસ્તાના 2ના શૂટિંગ માટે પહોચ્યા છે આ ફિલ્મને કરણ જોહર પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મ એ વર્ષ 2008માં આવેલી ફિલ્મ દોસ્તાનાની સિકવલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version