ફેસબુક, કેકેઆર બાદ જિયોમાં રોકાણ કરનાર 6 કંપની બની અબૂ ધાબીની મુબાડાલા, કર્યું આટલા કરોડનું રોકાણ

રિલાયંસ ઈંડસ્ટ્રીઝ ગૃપની કંપની જિયોમાં વિદેશી રોકાણ સતત વધી રહ્યા છે. તાજેતરમાં જ જિયોમાં વધુ એક મોટા રોકાણની ઘોષણા થઈ છે. આ વખતે જિયોમાં અબૂધાબી સ્થિત સ્વાયત રોકાણકાર મુબાડાલા ઈંવેસ્ટમેંટ કંપનીએ રોકાણ કર્યું છે. આ કંપનીએ જિયો પ્લેટફોર્મમાં 9,093.60 કરોડ રુપિયાના રોકાણની ઘોષણા કરી છે.

image source

મુબાડાલા ઈંવેસ્ટમેંટ કંપની અબૂધાબીની એક મોટી ગ્લોબલ રોકાણ કરતી કંપની છે. આ કંપની અબૂ ધાબીની સોવરેન નિવેશક પણ છે. આ કંપની અબૂ ધાબી સરકારની ગ્લોબલ પોર્ટફોલિયો મેનેજર છે. દુનિયાના 5 મહાદ્વીપોમાં આ કંપની 229 અરબ ડોલરનો પોર્ટફોલિયો મેનેજમેન્ટ કરે છે. તેણે હવે જિયોમાં કરોડોનું રોકાણ કર્યું છે.

આ અંગે સત્તાવાર જાહેરાત કરતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જણાવ્યું હતું કે અબૂ ધાબી સ્થિત સ્વાયત્ત રોકાણકાર મુબાડાલા ઇન્વેસ્ટર કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિજિટલ એકમ જિયો પ્લેટફોમમાં 9,039.60 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

image source

મુબાડાલા ઇન્વેસ્ટર કંપનીના આ રોકાણ માટે ઈકવીટી વેલ્યુ 4.91 લાખ કરોડ નક્કી થઈ છે. જ્યારે એન્ટરપ્રાઈઝ વેલ્યુ 5.16 લાખ કરોડ નક્કી થઈ છે. આ રોકાણની સાથે જ જિયો પ્લેટફોમે 6 સપ્તાહથી ઓછા સમયમાં દુનિયાની અગ્રણી ટેકનોલોજી અને ગ્રોથ ઇન્વેસ્ટર્સ પાસેથી 87,655.35 કરોડ રૂપિયા એકત્ર કરી દીધા છે. આ ઇન્વેસ્ટર્સમાં ફેસબુક, સિલ્વર લેક, વિસ્ટા પાર્ટનર્સ, જનરલ અટલાન્ટિક, કેકેઆર અને હવે મુબાડાલા ઇન્વેસ્ટરનું નામ જોડાયું છે.

image source

ગ્લોબલ રોકાણકારોને રિલાયન્સ જીયો કેમ પસંદ છે તેનું કારણ એ છે કે જીયો પ્લેટફોર્મ ભારતના ડીજીટલ પોટેન્શીયલનું સૌથી શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કરે છે. તેને ભારતીય માર્કેટની સારી સમજ છે. કોવીડ–19 બાદ જે ડિજિટાઇઝેશનની તકો વધી છે. આધુનિક ટેકનોલોજી અને ટુલ્સનો ઉપયોગ વધી રહ્યો છે તેનો ફાયદો જિયોને મળવાનો છે. આ વાત વિદેશી રોકાણકારો પણ સમજે છે.

image source

આ મુબાડાલા સાથેની જિયોની ડીલ નિયામક અને બીજી જરૂરી મંજૂરીઓને આધીન છે. આ તમામ ઔપચારિક દસ્તાવેજોનું કામ પૂર્ણ થયા બાદ ડીલ પર મહોર લાગશે. આ ડીલ માટે મોર્ગન સ્ટેન્લી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એજેડબી એન્ડ પાર્ટનર્સ માટે નાણાકીય સલાહકાર તરીકે કામ કરી રહ્યું છે. બીજી તરફ ડેવીસ પોલ્ક અને વર્ડવેલને લીગલ કાઉન્સિલર નિયુકત કરવામાં આવ્યા છે.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત