Site icon News Gujarat

Jioના આ પ્લાનમાં કરોડો ગ્રાહકોને થશે જોરદાર ફાયદો, જાણો અને તમે પણ ઉઠાવો લાભ

રિલાયન્સ જિયોએ જાહેરાત કરી છે કે 1 જાન્યુઆરી 2021 થી તમામ લોકલ વોઇસ કોલ્સ ફ્રી થશે. તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા રિલાયન્સ જિયોએ જીયોથી બીજા નંબર પર લોકલ કોલ્સ માટે પૈસા લેવાનું શરૂ કર્યું હતું. આ માટે ઘણા પ્લાન્સ પણ શરૂ કરવામાં આવ્યા હતા. રિલાયન્સ જિઓએ એક નિવેદનમાં કહ્યું છે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ના હુકમ મુજબ 1 જાન્યુઆરીથી ડોમેસ્ટિક વોઈસ કોલ્સ માટે ઈન્ટરકનેક્ટ યૂજેસ ચાર્જિસ (IUC) બંધ કરવામાં આવે છે એટલે કે હવે અન્ય નેટવર્ક પર રિલાયન્સ જિયોથી કોલિંગ કરવા પર કોઈ અલગથી પૈસા લાગશે નહીં.

લેટેસ્ટ હેપ્પી ન્યૂ યર પ્લાન લોન્ચ

image source

જેને લઈને ટેલિકોમ કંપની રિલાયન્સે તેનો લેટેસ્ટ હેપ્પી ન્યૂ યર પ્લાન લોન્ચ કર્યો છે. કંપનીએ કુલ 4 પ્લાન લોન્ચ કર્યા છે. એમાં પ્રતિ દિવસ 1GB ડેટાનો 1 પ્લાન, 2 પ્લાન પ્રતિ દિવસ 1.5GB ડેટાના અને એક પ્લાનમાં 30 દિવસ માટે કુલ 2GB ડેટા મળે છે. આ પ્લાન માટે કંપનીએ દાવો કર્યો છે કે કોમ્પિટિટરની સરખામણીએ આ પ્લાન સૌથી સસ્તાં છે. આ પ્લાનની પ્રારંભિક કિંમત 129 રૂપિયા છે. 1 જાન્યુઆરી, 2021થી જિયો યુઝર્સ માટે તમામ લોકલ નેટવર્ક કોલ ફ્રી થશે. જો કે આ પ્લાન પર SMS ફ્રી મળશે કે કેમ એના પર હજુ સસ્પેન્સ યથાવત છે. આ તમામ પ્લાનમાં અન્ય નેટવર્ક માટે અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા મળે છે અર્થાત જિયો ટુ જિયો સિવાય જિયો ટુ એરટેલ, વોડાફોન/આઈડિયા, BSNL પર અનલિમિટેડ ફ્રી કોલિંગ કરી શકાશે. અગાઉ કંપની એના માટે FUP મિનિટ ફાળવતી હતી.

31 ડિસેમ્બરે જિયોએ પ્રથમવાર IUC ચાર્જ લાગુ કર્યો હતો

image source

તમને જણાવી દઈએ કે IUC અર્થાત ઈન્ટર કનેક્ટેડ ચાર્જ દેશમાં જિયો કંપની જ લઈ રહી હતી. એરટેલ, વોડાફોન/આઈડિયા અને BSNL તેના પ્લાનમાં અધર નેટવર્ક કોલિંગ માટે ફ્રી સર્વિસ આપતી હતી. ગત વર્ષે 31 ડિસેમ્બરે રિલાયન્સ જિયોએ પ્રથમવાર IUC ચાર્જ લાગુ કર્યો હતો. આ ચાર્જ પ્રમાણે જ ગ્રાહક અધર નેટવર્ક યુઝર્સ સાથે કોલ કરી શકે છે. ઉદાહરણથી સમજીએ તો જો તમારી પાસે 10 રૂપિયાના પ્લાનમાં 5 IUC મિનિટ્સ છે તો આ લિમિટ પૂરી થઈ ગયા બાદ તમે અન્ય યુઝર્સને કોલ કરી શકતા નથી. તેના માટે તમારે ફરી કોઈ પ્લાનનું રિચાર્જ કરાવવું પડે છે.

મનોરંજન માર્કેટમાં સતત ગ્રોથ જોવા મળી રહ્યો છે

image source

રિલાયન્સ જિયો ફરી 4G ફીચર ફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. આગામી માર્ચ મહિના સુધી એ લોન્ચ થઈ શકે છે. કોરોનાકાળમાં વર્ક અને સ્ટડી ફ્રોમ હોમની પરિસ્થિતિ જોઈ કંપનીએ આ નિર્ણય કર્યો છે, કારણ કે એનાથી કામ, સ્ટડી અને મનોરંજન માર્કેટમાં સતત ગ્રોથ જોવા મળી રહ્યો છે.

image source

જિયોના નવા 4G ફોનનું ફરી લોન્ચિંગ ત્યારે થવા જઈ રહ્યું છે જ્યારે જિયો અને ગૂગલ એન્ડ્રોઈડ સ્માર્ટફોનની ભારતમાં ટ્રાયલ ચાલી રહી છે. આ વર્ષની શરૂઆતમાં ગૂગલે જિયો પ્લેટફોર્મમાં 7.7%ની ભાગીદારી માટે 33,737 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

ટ્રાઇએ આઈયુસી ચાર્જ હટાવવાની ઘોષણા કરી

image source

તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બરથી કંપનીએ આઈયુસી પર આધારિત કેટલાક પેક પણ લોંચ કર્યા હતા. આમાં, જિયોથી બીજા નંબર પર લોકલ કોલિંગ માટે મિનિટો આપવામાં આવતી હતી. એકંદરે, જિયોના વપરાશકારો માટે આ વર્ષના અંતે એક સારા સમાચાર પ્રાપ્ત થયા છે. રિલાયન્સ જિયો બાદ કેટલીક અન્ય ટેલિકોમ કંપનીઓએ પણ ઓફ-નેટ કોલિંગ માટે કેટલાક પૈસા લેવાનું શરૂ કર્યું હતું. પરંતુ હવે ટ્રાઇએ આઈયુસી ચાર્જ હટાવવાની ઘોષણા કરી છે, તો બીજી કંપનીઓ પણ ટૂંક સમયમાં આ અંગેની જાહેરાત કરી શકે છે. જિયોએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે કંપનીએ પોતાનું વચન પૂરું કર્યું છે અને આઈયુસી પૂરી થતાં જ ઓફ-નેટ લોકલ કોલ્સ ફ્રી કરી દીધા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા જિયોથી જીયો કોલિંગ ફ્રી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version