Site icon News Gujarat

જીતેન્દ્રએ પહેલી ફિલ્મમાં કામ મળ્યું એ પહેલાં ભજવ્યું હતું છોકરીનું પાત્ર, કર્યો હતો ખૂબ જ સંઘર્ષ

બોલિવૂડ એક્ટર જિતેન્દ્ર 70 અને 80ના દાયકાના એવા અભિનેતા હતા, જેમણે ઘણી તેલુગુ ફિલ્મોની હિન્દી રિમેકમાં કામ કર્યું હતું. એક જમાનામાં તે વર્ષમાં 8-10 ફિલ્મો કરતા હતા. જો કે, સફળતા મેળવતા પહેલા તેને ઈન્ડસ્ટ્રીમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તેણે હિરોઈનની ડુપ્લિકેટની ભૂમિકા પણ ભજવવી પડી હતી. આ એ સમય હતો જ્યારે જીતેન્દ્ર પાસે કોઈ કામ નહોતું અને તેને પૈસાની જરૂર હતી. આવી સ્થિતિમાં તેને છોકરીનો રોલ કરવાનો વારો આવ્યો હતો.

image soucre

આ વાતનો ખુલાસો જીતેન્દ્રએ પોતે ધ કપિલ શર્મા શોમાં કર્યો હતો. કપિલ શર્માએ તેને પૂછ્યું હતું કે જ્યારે તમેં સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે તમારે હિરોઈનની બોડી ડબલનો રોલ કરવાનો હતો. તે કિસ્સો શુ હતો? તેના સવાલના જવાબમાં જિતેન્દ્રએ કહ્યું હતું કે તેણે અભિનેત્રી સંધ્યાની ડુપ્લિકેટ ભૂમિકા ભજવી હતી. શાંતારામની ફિલ્મમાં તેણે આ પાત્ર ભજવ્યું હતું. ફિલ્મનું નામ સેહરા હતું. ઉલ્લેખનીય છે કે વી શાંતારામની ફિલ્મ ‘ગીત ગયા પઠારોં ને’માં જિતેન્દ્રને હીરોનો રોલ આપવામાં આવ્યો હતો. એ પહેલાં એ જુનિયર આર્ટિસ્ટનું કામ કરતા હતા.

image source

ફિલ્મ ‘ગીત ગયા પઠારોં ને’માં જીતેન્દ્રને સુપરસ્ટાર રાજેશ ખન્નાએ આસિસ્ટ કર્યો હતો. રાજેશ ખન્નાએ એમને રિયાઝ કરાવ્યો હતો. જિતેન્દ્રએ જણાવ્યું કે જ્યારે તેને ફિલ્મ ‘ગીત ગયા પઠારોં ને’ના સ્ક્રીન ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યો ત્યારે રાજેશ ખન્નાએ તેને કોલેજની કેન્ટીનમાં બેસાડીને રિયાઝ કરવી હતી કે શું બોલવાનું છે

image soucre

જિતેન્દ્ર એ વાતને સ્વીકારે છે કે તેલુગુ ફિલ્મ નિર્માતાઓએ તેની કારકિર્દી બનાવી હતી. જિતેન્દ્રને તેની ખાસ ડાન્સ સ્ટાઇલના કારણે બોલિવૂડનો ‘જમ્પિંગ જેક’ પણ કહેવામાં આવે છે. વર્ષ 1982માં આવેલી તેમની ફિલ્મ દીદાર-એ-યાર બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. આ ફિલ્મ પછી જિતેન્દ્રને 2.5 કરોડનું મોટું નુકસાન થયું હતું. જો કે, તે તેની ખોટ ભૂલી ગયો જ્યારે તેની શ્રીદેવી સાથેની ફિલ્મ હિમ્મતવાલા બ્લોકબસ્ટર સાબિત થઈ અને તેની કારકિર્દીને નવી ઊંચાઈ મળી. હિમ્મતવાલાની રિલીઝ પછી જીતેન્દ્રએ કહ્યું હતું કે એમને આ ફિલ્મમાંથી એટલા પૈસા કમાયા કે એ એમના બધા નુકશાન ભૂલી ગયા હતા.

image source

તમને જણાવી દઈએ કે જીતેન્દ્ર જ એકમાત્ર એવા અભિનેતા છે જેમને 200થી વધુ ફિલ્મોમાં લીડ રોલ કર્યો છે.

Exit mobile version