જીવનમાં બને આ ઘટનાઓ તો સમજી લેવું શુર થવાના છે સારા દિવસો

આપણા જીવનમાં જ્યારે સારો સમય શરુ થવાનો હોય છે ત્યારે કેટલાક સંકેત આપણને મળે છે. પરંતુ મોટા ભાગના લોકો આ સંકેતોને સમજી શકતા નથી કારણ કે તેઓ જાણતા જ નથી હોતા કે કયા સંકેત જીવનમાં અચ્છે દિનના સંકેત હોય છે. આજે તમને જણાવીએ એવા સંકેતો કે ઘટનાઓ વિશે જે સંકેત કરે છે આવનાર સૌભાગ્ય તરફ.

  • 1. સફેદ ગાય – જ્યારે ઘરના દરવાજે અચાનક ગાય આવી જાય તો સમજવું કે ઘરમાં નક્કી સુખ અને સમૃદ્ધિ વધશે. ગાય જો સફેદ હોય તો ધન પ્રાપ્તિનો સંકેત માનવામાં આવે છે.
  • 2. મધુર અવાજ સંભળાવો – સવારે જો તમને મંદિરનો ઘંટ, શંખ કે ભજન-કીર્તન સાંભળવા મળે તો તે શુભ ગણાય છે.

    image source
  • 3. નવ વર-વધૂનું દેખાવું – તમે ક્યાંય આવતા જતા હોય અને સામે નવ પરણિત દંપતિ મળે તો તેને શુભ માનવામાં આવે છે.
  • 4. શ્રીફળ – સવારે બહાર જતા હોય અને શ્રીફળના દર્શન થાય તો સમજી લેવું કે કોઈ સારા સમાચાર મળશે.
  • 5. પક્ષીનું ચરકવું – જ્યારે કોઈ પક્ષી તમારા પર ચરકે છે તો ભાગ્યોદય થાય છે.
  • 6. યાત્રા દરમિયાન સાપ, કુતરો કે વાંદરો દેખાવો – જ્યારે પણ તમે પ્રવાસ કરો છો ત્યારે જો તમને જમણી તરફ સાપ, કુતરો કે વાંદરો દેખાય તો સમજી લેવું કે યાત્રાથી તમને ધન પ્રાપ્તિ થશે.
  • 7. વરસાદ દરમિયાન સૂર્ય દેખાવો – વરસાદ વચ્ચે આકાશમાં સૂર્ય દેખાય તો ધનલાભ થવાનો સંકેત હોય છે.
  • 8. હરિયાળી – બારીમાંથી સુંદર પ્રકૃતિ જોવા મળે તો તે શુભ ગણાય છે.
  • 9. કોયલનો ટહુકો – ઘરની છત પર કોઈ કોયલ ટહુકા કરતી હોય તો આર્થિક વૃદ્ધિનો સંકેત છે.

    image source
  • 10. દહી અથવા દૂધ – સવારે ઉઠો ત્યારે સૌથી પહેલા દૂધ કે દહીં જોવા મળે તો ભાગ્યોદયનો સંકેત છે.
  • 11. સોનેરી સાપ – રાત્રે સોનેરી સાપ દેખાય તો ભાગ્યોદય થાય છે.
  • 12. ચામાચીડીયું – જો ઘરમાં ચામાચીડીયું ઘર બનાવે તો તે શુભ ગણાય છે.
  • 13. કાચબો – કાચબો સારા ભાગ્યનું પ્રતીક છે. તે જોવા મળે તો કોઈ સારા સમાચાર મળે છે.
  • 14. તુટતા તારા – આકાશમાં તુટતા તારા દેખાય તો તમારી ઈચ્છા 30 દિવસમાં પુરી થાય છે.
  • 15. ઘરના દરવાજે હાથીનું આવવું – ઘરના દરવાજે હાથી આવે અને પોતાની સૂંઢ ઊંચી કરે તો ઉન્નતિના દરવાજા ખુલી જાય છે.
  • 16. ભુલથી ઊંધા કપડા પહેરી લેવા – ઘણીવાર ઉતાવળમાં આપણે ઊંધા કપડા પહેરી લઈએ છીએ. જો આવું થાય તો લાભ થાય છે.
  • 17. રસ્તામાંથી શુભ વસ્તુનું મળવું – રસ્તામાંથી સિક્કો, ઘોડાની નાળ મળે તો તેને સાચવીને રાખી દેવું.
  • 18. કુતરાનું ઘર પાસે આવી રહેવું – કોઈ કુતરો તમારા ઘર પાસે આવી રહેવા લાગે તો ધનલાભ થાય છે.

    image source
  • 19. દેડકાનો અવાજ – વરસાદમાં દેડકાનો અવાજ સંભળાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે.
  • 20. શેરડી – સવારના સમયે બહાર જતી વખતે રસ્તામાં શેરડી જોવા મળે તો તે શુભ સંકેત છે.
  • 21. મોર – ઘરની આસપાસ અચાનક મોર આવી અને કળા કરે તો ભાગ્યોદય થાય છે.
  • 22. મોતી- સમુદ્ર કિનારેથી મોતી મળે તો નસીબ ચમકી જાય છે.
  • 23. હાથમાં ખંજવાળ આવવી – હાથમાં ખંજવાળ આવતી હોય તો ધન પ્રાપ્ત થાય છે.
  • 24. ઝીંગુર – ઝીંગુરનો અવાજ સંભળાય તો તેનાથી ખરાબ દિવસોનો અંત આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ