બોલિવૂડ એક્ટ્રેસ જિયા ખાનના મોતનું ખુલી ગયું રહસ્ય

બોલિવૂડમાં થોડી જ ફિલ્મો કર્યા બાદ જિયા ખાને આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. જિયા ખાને થોડી ફિલ્મો કરી હતી પરંતુ તેમ છતાં તે લોકપ્રિય થઈ ગઈ હતી. તેનું કારણ છે કે તેણે જે ફિલ્મો કરી તેમાં તેણે અદ્ભુત એક્ટિંગ કરી હતી. જિયા ખાનના મોતના સમાચાર આવ્યા તે દુનિયાભરના લોકો માટે આંચકો હતા. આ વાતથી દરેક વ્યક્તિ આઘાતમાં સરી પડ્યા હતા. જિયા ખાનનું મૃત્યુ આજ સુધી રહસ્ય હતું.

image source

20 ફેબ્રુઆરી 1988માં જિયા ખાનનો જન્મ થયો હતો. તેનું વાસ્તવિક નામ નફીસા હતું. તેણે ફિલ્મમાં આવ્યા બાદ પોતાનું નામ જિયા કર્યું. જિયાએ 15 વર્ષની ઉંમરમાં સિંગર તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તે અભિનેત્રી બન્યા પહેલા પોપ સિંગર તરીકે એક્ટિવ હતી. એટલું જ નહીં તેણે ઔરવે સાલ્સા, જૈજ, કત્થક, બૈલે, રેગી વ બેલી ડાંસ પણ કર્યા હતા જે ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. સિંગિંગ પછી જિયાએ એક્ટિંગમાં આગળ વધવાનું વિચાર્યું પછી તેણે ઈંડસ્ટ્રીમાં પગ મુક્યો. જો કે જિયાનો ડેબ્યૂ શ્રેષ્ઠ રીતે થયું.

image source

જો કે તેને બોલિવૂડ સદ્યું નહીં અને તેણે જીવ ગુમાવવાનો વારો આવ્યો. જિયાનું મોત થયું તે પહેલા તેણે ખૂબ સ્ટ્રગલ કરી હતી અને તે કાસ્ટિંગ કાઉચનો ભોગ પણ બની હતી. આ ઘટના ત્યારની છે જ્યારે કેન ઘોષ ફિલ્મ ચાંસ પે ડાંસ બનાવી રહ્યા હતા. શાહિદ કપૂરની ઓપોઝિટમાં લીડ એક્ટ્રસ તરીકે જિયા ખાનને સાઈન કરી હતી. જિયાએ ફિલ્મનું શૂટિંગ પણ શરુ કરી દીધું હતું. પરંતુ બાદમાં તેને ફિલ્મમાંથી કાઢી મુકવામાં આવી. પરંતુ શા માટે જિયાને ફિલ્મમાંથી કાઢવામાં આવી તે આજ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ અનુમાન છે કે કેન ઘોષની જિયા પર ખરાબ નજર હતી. પરંતુ જિયાએ વિરોધ કરતાં તેને ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવી.

image source

પરંતુ નિર્દેશક કેન ઘોષનું કહેવું હતું કે ફિલ્મની શૂટિંગ દરમિયાન જિયા શાહીદની નજીક આવવા પ્રયત્ન કરતી હતી એટલે આમ કરવામાં આવ્યું.

જિયા ખાને આત્મહત્યા કરી તે પહેલા નોટ લખી હતી જે ચર્ચામાં છે. અનુમાન એવું છે કે એક્ટર સૂરજ પંચોલીના કારણે જિયાએ આત્મહત્યા કરી લીધી હતી. બંને વચ્ચે મિત્રતા ફેસબુક પરથી થઈ હતી અને ત્યારબાદ બંને સંબંધમાં હતા. સુસાઈડ નોટમાં જિયાએ ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત