J&J વર્ષના અંત સુધીમાં આપી શકે છે વેક્સિનના સિંગલ ડોઝ, જાણો સરકાર સાથેનો પ્લાન

તાજેતરમાં ભારતમાં ઇમર્જન્સી યુઝ ઓથોરાઇઝેશન (EUA) મેળવનાર જોહ્ન્સન એન્ડ જોહ્ન્સનની સિંગલ ડોઝ વેક્સીન આ વર્ષે નવેમ્બર અથવા ડિસેમ્બર સુધીમાં દેશમાં આવી શકે છે. એક ઉચ્ચ સરકારી સૂત્રે આ માહિતી આપી છે. આ સિવાય, કોવિશિલ્ડ, કોવેક્સીનને રશિયન રસી સ્પુટનિક પછી સરકારને ઝાયડસ કેડિલાની ડીએનએ રસી મળે તેવી અપેક્ષા છે. કહેવાય છે કે ટૂંક સમયમાં આ રસી દવા નિયામક પાસેથી પણ મંજૂરી મેળવી શકે છે.

image soucre

સૂત્રએ કહ્યું, ‘અમે ઝાયડસ કેડિલા પાસેથી દર મહિને 20 મિલિયન ડોઝની અપેક્ષા રાખીએ છીએ. બાયોલોજીકલ- ઈ ની આ વેક્સીનની શરૂઆતમાં સાત કરોડ ડોઝનું અનુમાન કરવામાં આવ્યું હતું. આ અંગે વધુ જાણકારી આપવામાં આવી કે કંપની ટૂંક સમયમાં તુલનાત્મક અભ્યાસ માટે અરજી કરશે અને તેમનો ડેટા સારો છે. આ સિવાય જીનોવાની રસી પણ ઓક્ટોબરમાં મળવાની ધારણા છે.

image soucre

સૂત્રએ માહિતી આપી કે અત્યારે ભારત બાયોટેકની ક્ષમતા વધારવાની પ્રાથમિકતા છે. કંપની પાસે હાલમાં ત્રણ પ્લાન્ટ કાર્યરત છે. તેમણે કહ્યું, ‘અમને ઓગસ્ટમાં કોવેક્સીનના 30 મિલિયન ડોઝ મળી રહ્યા છે, જે સપ્ટેમ્બરમાં વધીને 4 કરોડ અને ઓક્ટોબરમાં 6-7 કરોડ થઈ જશે.’ તેમણે કહ્યું કે પ્રથમ કન્સાઈનમેન્ટ નિષ્ફળ ગયા બાદ ભારત બાયોટેકને તકલીફ પડી હતી. અહીં, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દર મહિને આશરે 150 મિલિયન ડોઝ સપ્લાય કરશે અને રસીનો નિકાસ કરવા પણ તૈયાર છે. સરકારે કહ્યું છે કે ભારતીયો માટે રસી પ્રાથમિકતા છે.

image soucre

જો કે, સરકાર માત્ર સ્પુટનિક વી ના 10 મિલિયન ડોઝ પર નિર્ભર છે, કારણ કે સ્થાનિક ઉત્પાદકોને રસીનો બીજો ડોઝ તૈયાર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બીજા ડોઝના ઘટકો પ્રથમ કરતા અલગ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તરફથી કોવેક્સીન મંજૂરી પર, એક સરકારી સૂત્રએ જણાવ્યું હતું કે અંતિમ ડોઝિયર થોડા દિવસોમાં WHO સુધી પહોંચશે અને સંસ્થા તેને મંજૂરી આપવા માટે ટૂંક સમયમાં એક બેઠક બોલાવી શકે છે.

image soucre

ભારતમાં કરોડો લોકોએ વીક્સીનના ડોઝ મેળવી લીધા છે અને દિવસે આ સંખ્યા વધી રહી છે. સરકારનું કહેવું છે કે ત્રીજી વેવ પહેલા દરેક વ્યક્તિએ વેક્સીન લેવી જરૂરી છે. જેથી ત્રીજી વેવનો વધુ ખતરો લોકો પર ન રહે, સાથે દરેક લોકોએ સરકારના ઘણા નિયમોનું પણ પાલન કરવું જોઈએ. કોઈપણ કામ વગર બહાર જવાનું અને ફરવા જવાનું ટાળો. આ સમયે ઘરમાં રહીને તમે અને તમારું પરિવાર સુરક્ષિત રહી શકો છો.