Site icon News Gujarat

આ ખતરનાક ફાઇટનો વિડીયો જોઇને ભલભલા ધ્રુજી ઉઠશે, છેલ્લે સુધી જોજો આ વિડીયોમાં સાપ જીતે છે કે નોળિયો…

વગડામાં ક્યારેક સાપ અને નોળિયાની લડાઇ જોવા મળે છે. આ જબરદસ્ત લડાઇનો અંત મોટે ભાગે સાપના મરણથી આવે છે ! નોળિયો ઝેરી કોબ્રાને પણ મારી શકે છે ! નોળિયો અત્યંત ચાલાક પ્રાણી છે. તે સાપના હુમલાને ચુકાવતો રહે છે અને જ્યારે સાપ થાકી જાય છે ત્યારે તે હુમલા કરે છે અને સાપને ગળામાંથી પકડીને, કરડીને મારી નાખે છે. ક્યારેક એવું પણ થાય છે, કે નોણોયા થી ભાગી જાય પરતું નોળિયાની ગતિ જ અંતે તેને જીતવે છે. નોળિયા અને સાપની દુશ્મની વિશે તો બધા જ જાણે છે પણ શું તમને નોળિયા વિશે ખબર છે કે તે ક્યાં રહે છે, શું ખાય છે, તેમનો સ્વભાવ કેવો હોય છે. જો ન ખબર હોય તો ડોન્ટ વરી ! આજે આપણે નોળિયા વિશે કેટલી વાતો જાણીશું. દુનિયાભરમાં નોળિયાની કુલ તેત્રીસ પ્રજાતિ છે. તેઓ મોટેભાગે એશિયા, આફ્રિકા અને યુરોપ જેવા ખંડ પ્રદેશમાં જોવા મળે છે.

image source

નોળિયા સામાન્ય રીતે પહાડી વિસ્તારોમાં વધુ જોવા મળે છે. આ ઉપરાંત તેઓ જંગલ અને મેદાનોમાં પણ અવારનવાર જોવા મળી રહે છે. નોળિયા સસ્તન પ્રાણી છે. તેઓ જમીન પર બનાવેલ દર કે બખોલમાં રહે છે. મજાની વાત તો એ છે કે નોળિયા ક્યારેક જ પોતાના દર બનાવે છે, નહીં તો તેઓ બીજા પશુના દરમાં કબજો જમાવી દે છે. કેટલાક નોળિયા એકલા રહેવાનું પસંદ કરે છે. જ્યારે કેટલાક ઝુંડમાં રહે છે. નોળિયાના આ ઝુંડને પેક્સ કહે છે. તેમના એક ઝુંડમાં આશરે પચાસ જેટલા નોળિયા હોય છે.

નોળિયા આકારમાં નાના હોય છે. સૌથી નાના નોળિયા માત્ર દસ ઈંચ જેટલા લાંબા હોય છે. તેમનું વજન ૩૦૦ ગ્રામ જેટલું હોય છે. જ્યારે સૌથી મોટો નોળિયો ત્રીસ ઈંચની આસપાસ હોય છે. તેમને સફેદ પૂંછડીવાળો નોળિયો પણ કહે છે. આ નોળિયાનું વજન પાંચ કિલો જેટલું હોય છે. નોળિયાની પૂંછડી લાંબી હોય છે આ સાથે તેનું શરીર પણ કદમાં લાંબું હોય છે. તેને ચાર પગ હોય છે.

image source

તેના પગ તેના શરીરના પ્રમાણમાં નાના હોય છે. તેમનો રંગ અલગ અલગ હોય છે. તેઓ સામાન્ય રીતે સફેદ, રાખોડી, કાળા અને કથ્થઈ જેવા રંગમાં હોય છે. નોળિયો માંસાહારી પ્રાણી છે. તેમનું મુખ્ય ભોજન પક્ષીઓ, ઉંદર, દેડકો અને ઈંડાં હોય છે. આ ઉપરાંત તેઓ સાપનો પણ શિકાર કરે છે અને તેને આરોગે છે. મનુષ્યની જેમ જ નોળિયો ઈંડાને પોતાના આગળના બે પગથી પકડીને પથ્થર પર તોડીને ખાય છે. નોળિયો એક ર્સ્ફૂિતલું અને ઝડપી ગતિવાળું પ્રાણી છે. એક પુખ્ત વયનો નોળિયો પ્રતિ કલાક ચાલીસ કિલોમીટરની ઝડપે દોડી શકે છે. તે પોતાની ર્સ્ફૂિત અને ચપળતાથી સાપને પણ માત આપી દે છે.

image source

સામાન્ય રીતે સાપનું ઝેર નોળિયા પર અસર કરતું નથી પણ જો ક્યારેક સાપ નોળિયાને કરડી જાય તો નોળિયાનું મૃત્યુ થઈ શકે છે. તેમાં પણ કોબ્રા જેવા ઝેરીલા સાપ સામે બાથ ભીડવામાં અને તેને શોખથી ખાવા માટે ભારતીય ગ્રે નોળિયા ઘણા પ્રચલિત છે. તેઓ તેમના મજબૂત અને અણીદાર પંજાથી બચ્ચાંની રક્ષા કરે છે. માદા નોળિયો એક વખતમાં ચાર બચ્ચાંને જન્મ આપે છે. જન્મ સમયે બચ્ચાં આંખે જોઈ શકતાં નથી. નોળિયાનો આયુષ્યકાળ ચાર વર્ષનો હોય છે. જોકે કેટલાક નોળિયા વીસ વર્ષ કરતાં પણ વધારે સમય સુધી જીવિત રહે છે. દુનિયાનો સૌથી ઝેરી સાપ કિંગ કોબ્રા પણ નોળિયા પાસે ચાય કમ પાણી છે, નોળિયાને ઘરમાં રાખવાથી ધર માં સમૃધિ વધે છે તેવું પણ એક માન્યતા છે અને પૂર્વ ભારતના જંગલોમાં તેને લોકોની આસપાસ અને નદીના વિસ્તાર માં રહેતા જોય શકાય છે.

image source

સાપ અને નોળિયાને એકબીજાના મોટા દુશ્મન ગણવામાં આવે છે. દરેક વ્યક્તિ જાણે છે કે આ બંને વચ્ચે કેટલી જૂની દુશ્મની છે. જ્યારે પણ આ બંને એકબીજાની સામે આવે છે ત્યારે તેમની વચ્ચે ઝઘડો થાય એ સામાન્ય વાત છે. બંને વચ્ચેની લડતના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થાય છે. હવે સાપ અને નોળિયા વચ્ચે થયેલી એક ભીષણ લડતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તમે વીડિયોમાં જોઈ શકશો કે સાપ અને નોળિયો બંને એકબીજાની સામે છે.

image source

કેટલીક વાર સાપ નોળિયા સામે ફુફુળા મારે છે તો નોળિયા પણ સાપ પર હુમલો કરતો જોવા મળે છે. એકબીજા પર હુમલો કરતાં કરતાં બંને આગળ વધે છે, આ દરમિયાન સાપ ખૂબ જ ઝડપથી દોડવા લાગે છે.

પછી નોળિયો વારંવાર તેની પીઠ પરથી સાપની પૂંછડી મરોડે છે, પણ સાપ અટકતો નથી અને ભાગતો રહે છે. આ રીતે નોળિયો સાપને ઊભી પૂંછડીએ ભગાડે છે. તો અહીં જુઓ આ વીડિયો…

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version