કોરોના રાક્ષસ બનતા આ દેશોમાંથી આવતા મુસાફરોને ફરજીયાત 7 દિવસ રહેવું પડશે કોરેન્ટાઇન, જાણો કોને અપાઇ આમાંથી મુક્તિ

સરકાર દ્વારા જાહેર કરેલી નવી ગાઈડલાઈન અનુસાર 65 વર્ષથી ઉપરના વ્યક્તિઓ, ગર્ભવતી સ્ત્રીઓ અને પાંચ વર્ષથી નાના બાળકોને ઈંસ્ટીટ્યુશનલ કોરન્ટીનમાંથી છૂટ આપવામાં આવી છે.

image source

આ અંગે બીએમસીએ દિશા-નિર્દેશો પણ જાહેર કર્યા છે

આવા મુસાફરો લઈ શકે છે છૂટનો લાભ

જે વ્યક્તિ કોઈ ગંભીર બિમારીથી પીડિત હોય, જેને તાત્કાલિક મેડિકલ ઈમરજન્સીની જરૂરિયાત હોય.

image source

મેડિકલ ઈમરજન્સીની કેટેગરીમાં જેના ઘરમાં પિતા, માતા, ભાઈ, બહેન કે પછી અન્ય સભ્યો કોઈ ગંભીર બિમારીથી પીડાતા હોય. કે પછી ઘરમાં કોઈનું મૃત્યુ થઈ ગયું તે લોકોને શામેલમાં કરવામાં આવ્યા છે

image source

જો આવા યાત્રિઓએ કોવિડનો ડોઝ પુરો કરી લીધો હોય. મેડિકલ પ્રોફેશનલ્સ જે સર્જરી કે પછી બીજા જરૂરી કામથી મુંબઈ આવતા હોય તેમને ઈંસ્ટીટ્યુશનલ કોરન્ટીનમાંથી મુક્તિ આપવામાં આવી છે.

ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે એના કારણે ગુજરાત સરકાર પણ અગત્યના નિર્ણયો લઈ રહી છે.

ગુજરાત સરકારે સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં 10 એપ્રિલ સુધી સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે.

image source

આ સિવાય ગુજરાતના ચાર મોટા શહેરોમાં રાજ્યની વિજય રૂપાણી સરકારે રાત્રિ કર્ફ્યૂની ફરી એકવાર જાહેરાત કરી છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં આવતી કાલે 17મી માર્ચથી રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. આગામી 31મી માર્ચ સુધી આ નાઇટ કર્ફ્યૂ અમલી રહેશે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી કોરોનાએ ઉથલો માર્યો છે, ત્યારે રાજ્યના મહાનગરોમાં વકરી રહેલા કોરોનાને લઈને ગુજરાતની રૂપાણી સરકારે મોટો નિર્ણય લીધો છે અને જે તે શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જરૂરી પગલા ભરવાની સત્તા મનપા કમિશ્નરોને આપવામાં આવી છે.

image source

આ દરમિયાન રાજ્યમાં વકરી રહેલા કોરોના પર કાબુ મેળવવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટી જાહેરાત કરી છે. તેમણે વિધાનસભા ગૃહમાં જાહેરાત કરતાં જણાવ્યું કે, હવે રાજ્યમાં રવિવારનાં દિવસે પણ રસીકરણની કામગીરી ચાલુ રહેશે. આ પહેલા રવિવારના રોજ રજાના કારણે વેક્સિનેશન નહોતું થઈ શકતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *