કપ્પા વેરીએન્ટ મચાવી શકે છે ગુજરાતમાં તબાહી, મૃતકને વિદાય આપવા ભેગા થયેલા પર સંક્રમણની લટકતી તલવાર

છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર દુનિયા કોરોનાના સકંજામાં જકડાઈ ગઈ છે. એવામાં હવે કેસમાં થોડો ઘટાડો નોંધાયો છે પણ રાજ્યમાં કોરોના વાયરસનો ખતરો હજી ટળ્યો નથી.

image source

ડેલ્ટા, ડેલ્ટા+ વેરીએન્ટ પછી હવે રાજ્યમાં કપ્પા વેરિયન્ટની એન્ટ્રી થઈ ગઈ છે. ગુજરાતમાં હાલ કપ્પા વેરિયન્ટના ત્રણ કેસ સામે આવ્યા છે જેના કારણે મચી જવા પામ્યો છે. કોરોનાના કપ્પા વેરિયન્ટનો પોઝિટિવ કેસ મામલે ગુજરાતના ગોધરા તાલુકાના અંદરના મુવાડા ગામમાંથી ગયા જૂન માસમાં એક પુરુષનું અમદાવાદ ખાતે સેમ્પલ લેવામાં આવ્યું હતું.

પહેલા આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો એ પછી કપ્પા વેરિયન્ટ માટેનું સેમ્પલ પણ લેવાયું હતું અને 22 દિવસ બાદ સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે કપ્પા વેરીએન્ટનો રિપોર્ટ આવે એ પહેલા જ દર્દીનું મોત થયું છે.

image source

તમને જણાવી દઈએ કે ગોધરામાં કપ્પા વેરિયન્ટ પોઝિટિવ આવતા જિલ્લા આરોગ્ય વિભાગ એકદમ સક્રિય થઈ ગયું છે. અંદરના મુવાડા ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરી છે. મૃતકની અંતિમવિધીમાં જોડાયેલા તેમજ તેમના પરિજનોનું ટ્રેસિંગ કરી 22 વ્યક્તિઓ ક્લોઝ કોન્ટેક્ટમાં હતા તેમજ કુલ 50 ઉપરાંત લોકોના કોરોના અંગેના સેમ્પલ મેળવાયા છે..

image source

મૃતકના ક્લોઝ કોન્ટેક્ટમાં 22 વ્યક્તિઓ હતા તેમના આરટીપીસીઆર ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા છે. મૃતક તેમજ કપ્પા વેરિયન્ટ પોઝિટિવ આવેલા દર્દીને ડાયાબીટીસ તેમજ ગેંગરીનની બીમારી હતી.

અત્રે નોંધનીય છે કે તલોદ, મહેસાણા અને ગોધરામાં કપ્પા વેરિયન્ટના દર્દીઓના કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. નિષ્ણાંતોએ આ વિશે જણાવ્યું છે કે કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાતા નવા વેરિયન્ટ સર્જાય છે.આ અગાઉ એપ્રિલમાં પુના મોકલાયેલા સેમ્પલમાંથી ડેલ્ટાના 32 કેસ નોધાયા હતા.આ વિશે જાણવા મળી રહ્યું છે કે રાજ્યમાં કોવિડ 19 SARC-COV-2 ના જીનોમ સિક્વન્સના ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ બાદ હવે કપ્પા વાઇરસના ત્રણ કેસ જોવા મળ્યા છે.

image source

અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગે જૂન મહિનામાં પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે આઠ શંકાસ્પદ સેમ્પલ મોકલ્યાં હતાં, જેમાંથી બે સેમ્પલમાં કપ્પા વેરિયન્ટ જોવા મળ્યો હતો. અગાઉ મે મહિનામાં પણ એક સેમ્પલમાં કપ્પા વાઇરસ જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કપ્પા વેરિયન્ટ કેટલો ઘાતક છે એ અંગે હાલ વૈશ્વિક લેવલ અભ્યાસ થઈ રહ્યા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે વાઈરસ ઝડપથી સ્પ્રેડ થાય છે એવી સ્થિતિમાં મ્યૂટેશન થવાની શક્યતા વધારે રહે છે. આ મ્યૂટેશનથી જીનોમ સિકવન્સ બદલાતાં વાઇરસનો નવા વેરિયન્ટ બને છે.