કેમ શિલ્પાએ છોડી દીધી રાજની કંપની…? રાજીનામાનું આ પગલુ પડ્યું હાલ શિલ્પા પર ખુબ જ ભારે…

રાજ કુંદ્રાની ધરપકડથી ક્રાઇમ બ્રાંચને શંકા છે કે રાજની આ કામગીરીમાં તેમની પત્ની અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો પણ ટેકો છે. અશ્લીલ ફિલ્મો બનાવવા બદલ શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની મુંબઈની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી.ધરપકડ થયા બાદ રાજને ૨૩ જુલાઇ સુધી કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો અને શુક્રવારે રાજની કસ્ટડી ૨૭ જુલાઈ સુધી લંબાવી દેવામાં આવી છે.રાજની કસ્ટડીમાં વધારો કર્યા બાદ શિલ્પા શેટ્ટીની પણ ક્રાઇમ બ્રાંચ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.

image source

હકીકતમાં ક્રાઇમ બ્રાંચ રાજને લઈને તેમના ઘરે ગઈ હતી અને ત્યાં તેણે શિલ્પાને આ કેસ અંગે પૂછપરછ કરી હતી.ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ શિલ્પાને આ મામલામાં શંકા છે કારણ કે તેણે વાયાન ઉદ્યોગમાંથી રાજીનામું આપ્યું હતું. આ સિવાય વધુ એક વાત સામે આવી કે રાજના ખાતામાંથી શરત કંપનીને એક મોટી રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે.

ફોરેન્સિક એક્સપર્ટ લાગી ચુક્યા છે કામમા :

image source

તેથી અધિકારીઓ એ જાણવા માગે છે કે શિલ્પાને આ વાતની ખબર છે કે નહીં.શિલ્પાના બેંક ખાતાની વિગતોની પણ તપાસ કરવામાં આવી રહી છે કે શિલ્પાના ખાતામાં પણ આ રેકેટ દ્વારા પૈસાની લેણદેણ કરવામાં આવી છે કે કેમ? જો અહેવાલો માનવામાં આવે તો ક્રાઇમ બ્રાંચ વિવાન ઉદ્યોગના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે અને તે શોધવા માંગે છે કે સર્વરમાંથી ડેટા કોણે ડિલીટ કર્યો.તે જ સમયે, ફોરેન્સિક નિષ્ણાતો ડેટા પાછો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

image source

આપણે જણાવી દઈએ કે, ક્રાઈમ બ્રાંચ તરફથી શિલ્પાને આજ સુધી કોઈ સમન મોકલવામાં આવ્યું નથી, ન તો તેમને શિલ્પા વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા છે.રાજ કુંદ્રાએ પૂછપરછ દરમ્યાન એમ પણ કહ્યું છે કે શિલ્પાને આ કેસમાં કંઈ કરવાનું નથી.તેને રાજના કામની જાણકારી પણ નહોતી. શિલ્પા અત્યારે શુટિંગ કરવા જઈ રહી નથી.હાલમાં તે પરિવાર અને બાળકો સાથે ઘરે છે.

રાજની ધરપકડ બાદ શિલ્પા દ્વારા કરવામાં આવેલી પોસ્ટ :

image source

શિલ્પાએ ગુરુવારે રાત્રે રાજની ધરપકડ બાદ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પુસ્તક પૃષ્ઠનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો, જેમાં લખ્યું હતું કે, “આપણે નુકસાન પહોંચાડનારા લોકો તરફ હમેંશા ગુસ્સામાં પાછા વળીએ છીએ. આ ફક્ત આપણને ગુસ્સો કરે છે.આપણે ફરીથી અને ફરીથી ભય રાખીએ છીએ કે આપણે આપણી નોકરી ગુમાવી શકીશું નહીં, કે આપણે કોઈ રોગનો શિકાર ન થવું જોઈએ અથવા આપણા પોતાનામાંથી કોઈએ અમને છોડવું જોઈએ નહીં.આપણે જ્યાં છીએ, અમારું ધ્યાન ત્યાં હોવું જોઈએ.

image source

શિલ્પાએ વધુમાં લખ્યું છે કે, ‘હું ભાગ્યશાળી છું એ જાણીને મે ઊંડો શ્વાસ લીધો હતો કે હું આજે જીવંત છું.મેં ભૂતકાળમાં ઘણા પડકારોનો સામનો કર્યો હતો અને આવનારા સમયમાં પડકારોનો પણ સામનો કરીશ.આજે મારા જીવનને જીવવા માટે કોઈ મારું ધ્યાન નહીં બદલી શકે.