આ 7 હીરોએ દીપાવ્યું ભારતનું નામ, 125 વર્ષમાં પહેલીવાર ભારતે 7 મેડલ પર મેળવ્યો કબજો
નીરજ ચોપડાએ જેવલીન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યું છે. આ ઓલમ્પિક ઇતિહાસમાં કોઈ ભારતીય ખેલાડીનું એથ્લેટિક્સમા પહેલું મેડલ છે. પહેલીવાર ભારતે ઓલમ્પિકમાં 7 મેડલ જીત્યા છે. એ પહેલાં વર્ષ 2012માં લંડન ઓલમ્પિકમાં 6 મેડલ મળ્યા હતા.
ભારત માટે આ 7 હીરોએ ટોકિયોમાં મેડલ જીત્યા.
1. ભલાફેંકના ખેલાડી નિરજ ચોપરા.

દેશના સ્ટાર ભાલા ફેંક એથલીટ નીરજ ચોપડાએ ટોકિયો ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો ચ3. એમને શનિવારે એમના ઇવેન્ટના ફાઇનલમાં 87. 58 મીટર દૂર ભાલો ફેંક્યો અને ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લેટિક્સમાં દેશને ઓલમ્પિકનું પહેલું ગોલ્ડ મેડલ અપાવ્યું.
2.વેટ લિફ્ટર મીરા બાઈ ચાનું
મણીપુરની 23 વર્ષીય વેઇટ લિફ્ટર મીરા બાઈ ચાંનુએ ટોકિયો ઓલમ્પિકમાં ભારત માટે પહેલું સિલ્વર મેડલ જીત્યું હતું. એમને મહિલાઓના 49 કિલોગ્રામમાં 202 કિલોગ્રામ વજન ઉંચકીને મેડલ પોતનાં નામે કર્યું.
3. બોક્સર લવલીના બોરગોહેન.

ભારતની સ્ટાર બોક્સર લવલીના બોરગોહેનને મહિલા વેલ્ટરવેટ વર્ગના સેમિફાઇનલમાં તુર્કીની હાલની વિશ્વ ચેમ્પિયન બુસેનાઝ સુરમેનલી વિરુદ્ધ હારની સાથે એમને મહિલા વેલ્ટરવેટ વર્ગ 69 કિગ્રામાં બ્રોન્ઝ મેડલથી સંતોષ મેળવ્યો.
4. શટલર પીવી સિંધુ.

સિંધુએ મહિલા બેડમિન્ટનના સિંગલ્સનું બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યું છે. એમને ચીનની હી બિંગ જિયાઓને 2-0થી હરાવી હતી. એમનું આ ઓલમ્પિક રિકોર્ડમાં બીજું મેડલ રહ્યું છે.
5. પહેલવાન રવિ દહીયા.

ભારતના સ્ટાર પહેલવાન રવીકુમાર દહીયાને પુરુષ ફ્રીસ્ટાઈલમાં 57 કિલોગ્રામ વજનમાં ફાઈનલ મુકાબલામાં રુસ ઓલમ્પિક સમિતિના જાયુંર ઉગ્યેવના હાથે 4-7થી હારીને સિલ્વર મેડલ મેળવ્યું હતું.
6. પુરુષ હોકી ટીમ.

ભારતની પુરુષ હોકી ટીમે જર્મનીની 5-4થી હરાવીને ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યું હતું.1980 પછી આ પહેલો અવસર હતો જ્યારે ભારતને હોકીમાં મેડલ મળ્યું હતું. હોકી ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યું છે.
7. પહેલવાન બજરંગ પુનિયા

.
પુનિયાએ પુરુષોની ફ્રી સ્ટાઇલ 65 કિલો કુશતી સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. એમને કજાકિસ્તાનના ડાઉલેટને 8-0થી હરાવ્યા હતા. ને એ સાથે જ ભારતમાં મેડલની સંખ્યા 7 થઈ ગઈ છે.
તમને જણાવી દઈએ કે ભારત મેડલ ટેલીમાં 47માં ક્રમે છે. અમેરિકા 35 ગોલ્ડ, 37 સિલ્વર અને 33 બ્રોન્ઝ એમ 105 મેડલ સાથે પ્રથમ ક્રમે છે. તો ચીન 38 ગોલ્ડ, 31 સિલ્વર અને 18 બ્રોન્ઝ મળી કુલ 87 મેડલ સાથે બીજા ક્રમે છે. જાપાન 26 ગોલ્ડ, 12 સિલ્વર અને 17 બ્રોન્ઝ એમ મળી કુલ 55 મેડલ સાથે ત્રીજા ક્રમ પર છે.