IPL 2021: જાણો પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડની રેસમાં સૌથી આગળ કોણ છે ? નામ જાણીને તમે પણ ચોંકી જશો

IPL ટુર્નામેન્ટની શરુઆત થઈ ચુકી છે. કોરોનાની બીજી લહેરના કારણે આ ટુર્નામેન્ટ અધવચ્ચે મોકૂફ રાખવી પડી હતી. પરંતુ હવે સ્થિતિ કાબુમાં આવતા ફરીથી IPLના બાકી બચેલા મેચ શરુ કરવામાં આવ્યા છે. મેચ આ વખતે પણ ભારત બહાર રમાઈ રહ્યા છે. જો કે ખાસ વાત એ છે કે આ વખતે મેચમાં દર્શકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. દર્શકોની હાજરીથી ખેલાડીઓમાં પણ મેદાનમાં ઉત્સાહ ભરાઈ જાય છે. ચાહકોના ચીયર અપથી ખેલાડી પણ મેદાનમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી દેતા હોય છે.

image source

IPLની સીઝન દરમિયાન કેટલાક ખેલાડીઓની રમત જોવા માટે જ દર્શકો આતુર હોય છે. તેમના પ્રિય ખેલાડીઓ મેદાન પર આવે તેની જ દર્શકો રાહ જોતા હોય છે. આવા ખેલાડીઓ જે તેમની ટીમની જીતમાં મહત્વનું યોગદાન કરે છે તેને મેન ઓફ ધ મેચની ટ્રોફીથી નવાઝવામાં આવે છે.

IPLના ઈતિહાસમાં પણ એવા ખેલાડીઓ છે જેમણે અનેક વખત તેમની ટીમની જીત અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેમને આ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવે છે.

image source

જો કે આઈપીએલ જેવી લીગમાં ઘણીવાર જાણીતા તો ઘણીવાર નવા ખેલાડીઓ પણ આશ્ચર્યજનક રમત બતાવી જાય છે. તેમને પણ આ પુરસ્કાર મળે છે, પરંતુ કેટલાક ખેલાડીઓ છે જે મોટાભાગે પીચ પર સફળ રહે જ છે. આજે તમને આવા જ કેટલાક ખેલાડીઓ વિશે જણાવી કે જેઓ IPLમાં સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચ તે મેન ઓફ ધ મેચનો એવોર્ડ મેળવી ચુક્યા છે. તો ચાલો એક નજર કરો તમે પણ આ યાદી પર.

image source

દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન અને RCBની બેટિંગ લાઈનનો જીવ ગણાતા એબી ડીવિલિયર્સ આ યાદીમાં ટોચ પર છે. છેલ્લા ઘણા વર્ષોથી RCB માટે તે સંકટ સમયની સાંકળ જેવી કામ કરે છે. તેણે IPL માં 176 મેચ રમી છે જેમાં તેણે 5056 રન બનાવ્યા છે. આ માટે તેને 25 વખત મેચ ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો છે.

image source

બીજા ક્રમે છે વિન્ડીઝનો બેટ્સમેન ક્રિસ ગેલ. આ ટુર્નામેન્ટની ઓળખ બની ગયેલા ક્રિસ ગેઈલે 140 મેચોમાં 4950 રન બનાવ્યા છે, જેમાં 6 સદીનો સમાવેશ થાય છે. તેને 22 વખત પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મળ્યો છે.

image source

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા પણ આ યાદીમાં આવે છે. આ લીગમાં 207 મેચ રમનાર રોહિતને તેના પ્રદર્શન માટે 18 વખત મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. રોહિતે 5480 રન બનાવ્યા છે.

image source

સનરાઇઝર્સ હૈદરાબાદના ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ખેલાડી ડેવિડ વોર્નર અને ચેન્નઇ સુપર કિંગ્સના સુપરસ્ટાર કેપ્ટન ધોની પણ આ યાદીમાં છે. આ બંને ખેલાડીને IPLની અત્યાર સુધીની સીઝનમાં 17-17 વખત આ એવોર્ડ મળ્યો છે. વોર્નરે 148 મેચમાં 5447 રન બનાવ્યા છે, જ્યારે ધોનીએ 212 મેચમાં 4672 રન બનાવ્યા છે.