આ બેંકમાં એપ્લાય કરશો તો તમને મળશે એફડી પર સૌથી વધારે વ્યાજ, જાણો અહીં

કોરોના વાયરસ સંક્રમણની મહામારી દરમિયાન મોટાભાગના રોકાણકારો એવા વિકલ્પની શોધ કરી રહ્યા છે, જેમાં ઓછામાં ઓછું જોખમ (Low Risk) પર સારો નફો (Return) મળે. એવામાં બેંકોની ફિક્સ્ડ ડિપોઝીટ્સ (Bank FD) યોજનાઓ આકર્ષક વિકલ્પ જોવા મળે છે. જો કે, છેલ્લા કેટલાક સમયમાં મોટાભાગની બેંકો એ જમા રકમ પર વ્યાજ દરો (Interest Rates) માં મોટી કપાત કરવામાં આવી છે.

image source

તો પણ દેશની સૌથી મોટી કર્જદાતા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સહિત કેટલીક પ્રાઈવેટ બેંક વરિષ્ઠ નાગરિકો (Senior Citizens ને ફિક્સ્ડ ડીપોઝીટ સ્કીમ પર સારું વ્યાજ આપી રહી છે. આ સમયે SBI, બેંક ઓફ બરોડા (BOB), આઈસીઆઈસીઆઈ બેંક (ICICI Bank) અને એચડીએફસી બેંક (HDFC Bank) સીનીયર સિટીઝન્સ માટે સ્પેશીયલ એફડી સ્કીમ ઓફર કરી રહી છે.

ચેક કરો સ્ટેટ બેંકના એફડી પર વ્યાજ દર.

image source

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આ સ્પેશીયલ એફડીનું નામ એસબીઆઈ વી કેર (SBI We Care) છે. એસબીઆઈ બેંકની આ યોજનામાં વરિષ્ઠ નાગરિકોને ૫ થી ૧૦ વર્ષની ફિક્સડ ડીપોઝીટ પર ૬.૨૦% વ્યાજ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. આ વ્યાજ ૨ કરોડ રૂપિયા કરતા ઓછી રકમની ફિક્સડ ડીપોઝીટ પર બેંક દ્વારા આપવામાં આવી રહ્યું છે. ત્યાં જ સ્પેશીયલ સીનીયર સીટીઝન્સ એફડી સ્કીમ હેઠળ બેંક ઓફ બરોડા (BOB) ૫ થી ૧૦ વર્ષની ફિક્સ ડીપોઝીટ પર ૬.૨૫%ના દરે વ્યાજ આપી રહી છે.

વરિષ્ઠ નાગરિકો માટે HDFC બેંકના દર.

image source

દેશની સૌથી મોટી પ્રાઈવેટ સેક્ટરના કર્જદાતા એચડીએફસી સીનીયર સીટીઝન કેર એફડી (HDFC Senior Citizen Care FD) સ્કીમ હેઠળ ૫ વર્ષના સમયગાળા ધરાવતી ફિક્સડ ડીપોઝીટ સ્કીમમાં વરિષ્ઠ નાગરિકોને સામાન્ય નાગરિકો કરતા ૦.૭૫% વધારે વ્યાજ ઉપલબ્ધ કરાવી રહી છે. વરિષ્ઠ નાગરિકોને એફડી પર ૬.૨૫% વ્યાજ મળી રહ્યું છે.

આઈસીઆઈસીઆઈ બેંકના વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ દર.

image source

આઈસીઆઈસીઆઈ બેંક ગોલ્ડન યર્સ (Golden Years) ના નામથી દેશના સીનીયર સીટીઝનને સ્કીમ ઓફર કરી રહી છે એની પર ૬.૩૦% ના દર સાથે એફડી પર વ્યાજ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.

આમ, દેશની કેટલીક પ્રસિદ્ધ બેંકો દ્વારા પોતાની બેન્કોમાં રોકાણને વધારવા માટે બેંક પોતાના ખાતાધારકો માટે નવી નવી સ્કીમ વિષે જાણકારી આપીને ગ્રાહકોને પોતાની બેંક તરફ આકર્ષિત કરી રહ્યા છે. ત્યારે આ સ્કીમમાં મોટાભાગે દેશના વરિષ્ઠ નાગરિકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.