ફિલ્મોમાંથી જ નહીં પણ અન્ય રીતે પણ કમાણી કરે છે આ કલાકારો, ધરાવે છે ભારતની સૌથી મોટી કંપનીઓની માલિકી

બોલિવુડના કલાકારોની કમાણીથી કદાચ પહેલા જ તમારી આંખો અંજાયેલી હશે, પણ તમારા મનગમતા આ કલાકારો ફરક એક્ટિંગ ક્ષેત્રમાંથી જ નહીં બિઝનેસમાં પણ આગળ છે. આજે અમે તમને જણાવીશું એ અભિનેતાઓ વિશે જે બોલીવુડમાં તો છવાયેલા છે જ પણ સાથે સાથે લોકપ્રિય કંપનીઓના મલિક પણ છે. તમને જણાવી દઈએ કે ફિલ્મોમાં એક્ટિંગ કરીને તો આ સ્ટાર અધધ કમાણી કરે છે છે પણ સાથે સાથે આ કંપનીઓમાં પણ કમાણી કરે છે. તો ચાલો જાણી લઈએ કોણ કોણ છે આ લિસ્ટમાં

દીપિકા પાદુકોણ.

image source

બોલીવુડની મસ્તાની દીપિકા પાદુકોણ એક સફળ અભિનેત્રી તો છે જ સાથે જ હવે એ એક નિર્માતા પણ બની ચુકી છે. દીપિકા વર્ષ 2018માં નિર્માતા બની હતી અને એમને પોતાનું પ્રોડક્શન હાઉસ પણ લોન્ચ કર્યું હતું જેનું નામ Ka productions છે. આ પ્રોડક્શન હાઉસમાં મેઘના ગુલઝારની ફિલ્મ છપાકને પ્રોડ્યુસ કરવામાં આવી હતી. એસિડ એટેકના મુદ્દા પર બનેલી આ ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં દીપિકા દેખાઈ હતી.

અક્ષય કુમાર.

image source

તમને જણાવી દઈએ કે તમારા મનગમતા સ્ટાર અક્ષય કુમાર ફિલ્મોમાં અભિનય ઉપરાંત બીજા કેટલાક વ્યવસાયમાં પણ જોડાયેલા છે. બોલિવુડના આ ખેલાડી અક્ષય કુમાર પોતાની એક એન્ટરટેઇનમેન્ટ કંપની ધરાવે છે જેનું નામ છે હરીઓમ એન્ટરટેનમેન્ટ. અક્ષય કુમારની આ એન્ટરટેનમેન્ટ કંપની ઘણા વર્ષોથી ફિલ્મોનું નિર્માણ કરી રહી છે, કદાચ અક્ષય કુમારની આ કંપની વિશે તમને ખ્યાલ નહિ હોય.

અનુષ્કા શર્મા.

image source

ફિલ્મોમાં પોતાની ચુલબુલી અદાઓથી સૌનું દિલ જીતી લેનાર અભિનેત્રી અનુષ્કા શર્મા પણ નિર્માતા બની ચુકી છે. એમને 25 વર્ષની ઉંમરમાં જ ક્લીન સ્લેટ ફિલ્મ્સ નામની એક પ્રોડક્શન કંપની ખોલી હતી. અનુષ્કાએ પોતાના ભાઈ કરણેશ શર્મા સાથે આ પ્રોડક્શન હાઉસને વર્ષ 2013માં શરૂ કર્યું હતું. એમના પ્રોડક્શન હાઉસમાંથી અત્યાર સુધી એનએચ10, ફિલ્લોરી અને બુલબુલ જેવી ફિલ્મો અને વેબ સિરીઝ પ્રોડ્યુસ થઈ છે. એટલું જ નહીં જાણીતી વેબ સિરીઝ પાતાળ લોકને પણ અનુષ્કા શર્માએ જ પ્રોડ્યુસ કરી હતી.

ઋત્વિક રોશન.

image source

તમને જણાવી દઈએ કે ઋત્વિક રોશનની એક ગારમેન્ટ કંપની છે જેનું નામ છે HRX. ઋત્વિક રોશનની HRX કંપનીના ગારમેન્ટ્સ અને સ્પોર્ટ્સ વેર આખી દુનિયાના હેન્ડસમ છોકરાઓમાં ઘણા લોકપ્રિય છે. પોતાની આ કંપની માંથી ઋત્વિક રોશન મબલક કમાણી પણ કરે છે.

પ્રિયંકા ચોપરા.

image source

બોલિવુડની દેશી ગર્લ પ્રિયંકા હવે વિદેશી સ્ટાર બની ચુકી છે. પ્રિયંકા એક સફળ અભિનેત્રી હોવાની સાથે સાથે એક સફળ નિર્માતા પણ છે. એમને વર્ષ 2015માં પર્પલ પેબલ પિક્ચર નામનું પ્રોડક્શન હાઉસ લોન્ચ કર્યું હતું. એમની કંપનીએ રાષ્ટ્રીય પુરસ્કાર સમ્માનિત મરાઠી ફિલ્મ વેન્ટિલેટરનું નિર્માણ કર્યું છે. એ સિવાય આ પ્રોડક્શન હાઉસ હેઠળ ઘણા ક્ષેત્રીય ફિલ્મનું નિર્માણ પણ કરવામાં આવ્યુ છે. પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તરની ફિલ્મ ધ સ્કાઈ ઇસ પિંકને આ પ્રોડક્શન હાઉસે કો- પ્રોડ્યુસ પણ કરી હતી.

સલમાન ખાન.

image source

સલમાન ખાન એટલે બૉલીવુડ જગતના મોસ્ટ વોન્ટેડ બેચલર, ફિલ્મોમાં ધમાલ મચાવતા સલમાન ખાનની એક કંપની બીઇંગ હ્યુમન ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. તમને જણાવી દઈએ કે સલમાન ખાનની આ કંપની કપડાથી લઈને જિમ, સાઇકલ સુધી બધા જ વેપાર સાથે જોડાયેલી છે.

શાહરુખ ખાન.

image source

રોમાન્સના બાદશાહ અને ચોકલેટી હીરો શાહરુખ ખાનની સુપર હિટ ફિલ્મોનું લિસ્ટ તો ઘણું લાબું છે જ પણ શું તમે જાણો છો કે શાહુરૂખ ખાન રેડ ચીલી એન્ટરટેનમેન્ટ કંપનીના માલિક પણ છે. શાહરુખ ખાનની આ કંપની ફિલ્મ નિર્માણ, VFX ના વ્યવસાય સાથે જોડાયેલી છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આઇપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સની પાર્ટનર પણ આ જ કંપની છે.