પોલીસ જવાને ખાખીને લજવી, સરકારી કારમાં કાળા કરતૂત કરતા જવાનને લોકોનો મેથીપાક, વીડિયો વાયરલ

નશામા ધુત જમાદાર સરકારી બોલેરોમાં યુવતી સાથે રંગરેલીયા મનાવતા ઝડપાયો હતો. લોકોએ મેથીપાક ચખાડી પોલીસને સોંપી દેતા બે ગુના નોંધી ધરપકડ કરવામાં આવી હતી. તેમજ મોડી સાંજે સસ્પેન્ડ કરાયો હતો. રાજકોટ ગ્રામ્યનાં શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો અશ્વિન મકવાણા નશાની હાલતમાં ભાન ભૂલ્યો હતો.

image source

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, જિલ્લાના શાપર–વેરાવળ પોલીસ મથકમાં ફરજ બજાવતા જમાદાર અશ્વિન મકવાણા પોલીસની વેનમાં જ એક યુવતી સાથે કઢંગી અને પીધેલી હાલતમાં રંગરલીયા મનાવતા પકડાઇ જતા ભારે ચકચાર જાગી છે. જમાદાર તેની કુટુંબીક સાળી સાથે પોલીસની વેનમાં જ ઢોલરા રોડ પર મદમસ્ત હતો એ સમયે જ આવી ચડેલા રાહદારીઓએ જમાદારના રંગમાં ભંગ પાડીને ભાંડાફોડ કર્યો હતો, તેમ જણાવવામાં આવી રહ્યું છે.

image source

નશાની હાલતમાં જ પોલીસ વાનમાં યુવતી સાથે રંગરેલિયા કરતો જમાદાર લોકોના હાથે રંગેહાથ ઝડપાયો હતો. લોકોએ અશ્વિનનો રંગરેલિયા કરતો વીડિયો મોબાઇલમાં ઉતારી લીધો હતો. આ પછી લોકોએ તેનાં કપડાં ઉતારી મેથીપાક ચખાડી ગામમાં ફુલેકું ફેરવ્યું હતું. આ બનાવથી પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ પોલીસ સ્ટેશનના PI દોડી આવ્યા હતા. PIએ સ્થાનિકો લોકોના મોબાઇલ જપ્ત કરી લેતા લોકો રોષે ભરાયા હતા.

સમગ્ર ઘટના અંગે વાયરલ વીડિયોના દાવા મુજબ, અશ્વિન મકવાણા શાપર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. આજે સવારના સમયે તે સરકારી વ્હીકલ લઇને તપાસના નામે નીકળી ગયો હતો એ દરમિયાન ઢોલરા રોડ ઉપર પોલીસ વેનમાં કંઇક અજુગતુ થતુ હોવાની ત્યાથી નીકળતા રાહદારીઓના ધ્યાને આવ્યુ હતુ. લોકો વેન પાસે દોડી ગયા હતા. નજર કરતા અંદર અશ્વિન મકવાણા નામનો જમાદાર અર્ધનગન અવસ્થામાં હતો સાથે એક યુવતી પણ હતી. તેને લોકોએ મોબાઇલમાં કઢંગી હાલતના દ્રશ્યો તેમજ વીડિયોશૂંટીગ કરી લીધુ હતુ. જમાદારની આ કઢંગી હાલત અંગે શાપર પોલીસને જાણ થતા પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો. અર્ધનગ્ન હાલતમાં રહેલા જમાદારને કપડા પહેરાવી શાપર પોલીસ મથકે લઇ જવાયો હતો.

image source

લોકોએ હેડ કોન્સ્ટેબલને રંગરેલિયા માણતા ઝડપી લેતા તે પટ્ટો ઉતારી લોકોને મારવા દોડ્યો હતો. પીધેલી હાલતમાં અશ્વિન મકવાણાને બચાવવા સ્થાનિક પોલીસે પણ પ્રયાસ કર્યો હતો. રાજકોટ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, હાલ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઇ છે. સાંજ સુધીમાં રિપોર્ટ તૈયાર થયે જ હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવા સુધીનાં પગલા ભરાશે. જોકે, પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવાયો છે.

આ બનેલી આ સમગ્ર ઘટનાનો વીડિયોવાયુવેગે પ્રસરી ગયો હતો. જે અંગે એસપીએ તાત્કાલીક તપાસના આદેશો છોડયા હતા. જાણવા મળ્યા મુજબ અશ્વિન આજે ઇન્વેની ફરજમાં હતો એ દરમિયાન તપાસના નામે સરકારી વ્હીકલ લઇ ગયો હતો. એસપી બલરામ મીણાએ જણાવ્યું હતું કે, વાહન ફક્ત ડ્રાઈવરને ચલાવવાનું હોય છે. અંગત કામો માટે પોલીસ વાનનો ઉપયોગ કરવાની સ્પષ્ટ મનાઈ હતી. પોલીસ સાથે પકડાયેલી યુવતીના પરિવારજનોને પણ જાણ કરાઈ હતી. જોકે તેના કોઇ સગા સ્થળ પર આવ્યા ન હતા.

image source

નશા ખોર હાલતમાં રહેલા અશ્વિન સામે પ્રોહિબીશન એકટ તેમજ સરકારી વ્હીકલનો દૂર ઉપયોગ કરવો સહિતની કલમ હેઠળ ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઇ છે અને આરોપીને સસપેન્ડ કરી દેવામાં આવયો છે. તેની સાથે રહેલી યુવતી સાથે પાંચ વર્ષથી સંબંધ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.જમાદાર અશ્વિન સામે સરકારી ગાડીનો દુરઉપયોગ કરવાની અને જાહેરમાં બિભત્સ ચેનચાળા કરવા ઉપરાંત પ્રોહિબિશનની કલમો હેઠળ બે અલગ-અલગ ગુના નોંધી તેની ધરપકડ કરી હતી. જિલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા તાત્કાલિક અસરથી અશ્વિન મકવાણાને સસ્પેન્ડ પણ કરી દીધો હતો. અશ્વિનની હરકતોની જાણ તેની પત્નીને અને તેની સાથે પકડાયેલી યુવતીના પરિવારજનોને પણ જાણ કરાઈ હતી જોકે તેના કોઇ સગા સ્થળ પર આવ્યા ન હતા. અશ્વિનની પત્ની અને તેના પરિવારને પણ બોલાવ્યો હતો. પત્ની અને પરિવારે અશ્વિન સાથે સંબંધ તોડી નાખ્યો હતો.