Site icon News Gujarat

એક ફોન અને રસ્તા પર ભટકી રહેલાં અંધ કૂતરાની બદલાઈ ગઈ જિંદગી, આજે જીવી રહ્યો છે રોયલ લાઇફ

જે લોકો અંધ છે તેઓને પોતાનાં જીવનમાં અનેક મુશ્કેલીઓ પડતી હોય છે. આ સમયે ઘણાં લોકો અંધ માણસોની મદદ પણ કરતાં હોતા નથી તો પછી કોઈ અંધ પ્રાણીની તેઓ મદદ કરે તે તો બહુ દૂરની વાત કહેવાય. આવા પ્રાણીઓ માટે સોશિયલ મીડિયા પર એક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી જે અંતર્ગત દિલ્હીના એક પશુચિકિત્સક ડોક્ટરે યુએસમાં હેલેન બ્રાઉનનો સંપર્ક કર્યો હતો જે રખડતા પશુઓ માટે એનજીઓ ચલાવે છે. આ સમયે એક શેરી નામનાં કૂતરાને દિલ્હી લાવવામાં આવ્યુ હતું અને તેને વધુ સારવાર આપવામાં આવી હતી.

image source

આ વિશે વિગતે વાત કરીએ તો લગભગ નવ મહિનાના આંધળા રખડતા કૂતરાની હૃદયસ્પર્શી કહાની સામે આવી છે. આ કહાનીમાં એક યુવતીના અનેક પ્રયત્નોને લીધે તે કૂતરાને યુ.એસ.ના પેન્સિલ્વેનિયામાં એક સુંદર ઘર મળ્યું છે. એક અહેવાલ મુજબ ‘જીવા આશ્રય’ નામની એક એનજીઓને ગ્વાલિયર રોડ પર દયનીય હાલતમાં પડેલા એક કૂતરાને બચાવવા અંગેનો કોલ ફેબ્રુઆરીમાં આવ્યો હતો. તે સમયે કૂતરાનું શરીર મોટા ભાગનું બળી ગયું હતું અને બાકીનું શરીર પણ ઈજાગ્રસ્ત હતું. પરંતુ હવે આ બ્લાઇન્ડ કૂતરોને અમેરિકામાં નવું ઘર મળી ગયું છે.

image source

મળતી માહિતી મુજબ એનજીઓ ચલાવનારી મીની ખરે તેની ટીમ સાથે સ્થળ પર પહોંચી હતી અને ‘શેરી’ નામના કૂતરાને પરત લઇ આવી હતી અને તેની સારવાર કરાવી હતી. મીની ખરએ કહ્યું કે અમે શેરીની સારવાર કરી અને ત્યારબાદ અમે તેના માટે ઘર શોધી રહ્યાં હતાં પણ તેનાં માટે ઘર મળવું મુશ્કેલ હતું કારણ કે આ શેરી નામનો તે કૂતરો અંધ હોવાને કારણે ચાલી પણ શકતો નહોતો.

image source

વાત કરીએ આ અંધ કૂતરાને દિલ્હીથી અમેરિકા મોકલવામાં આવ્યો તે વિશેની સફર અંગે તો જાણવા મળ્યું છે કે તેઓએ આ માટે સોશિયલ મીડિયા પર એક ઝુંબેશ ચલાવી હતી.

image source

આ દરમિયાન દિલ્હી સ્થિત પશુચિકિત્સકે યુએસમાં હેલેન બ્રાઉનનો સંપર્ક કર્યો હતો. હેલેન બ્રાઉનનો એ આવા રખડતા પશુઓ માટે એનજીઓ ચલાવી રહ્યાં છે. શેરીને દિલ્હી લાવવામાં આવી હતી અને વધુ સારવાર આપવામાં આવી હતી. તે પછી અંતે તેને પેન્સિલવેનિયા મોકલવામાં આવ્યો હતો. શેરીને ઔપચારિક રીતે દત્તક લેવામાં આવ્યો હતો અને તેઓએ સોમવારથી તેને નવું જીવન આપવાનું શરૂ કર્યું છે. આખરે આ નવ મહિનાનાં અંધ કૂતરાને હવે ઘર મળી ગયું છે અને આજે તે વિદેશી ધરતી પર એક રોયલ લાઇફ જીવી રહ્યો છે.

Exit mobile version