કેફેની નોકરી છોડીને કચરો વિણવા લાગી ચાર બાળકોની માતા, હવે મહિને કમાય છે ત્રણ લાખ રૂપિયા

અમેરિકાના ટેક્સાસમાં રહેતી ટીફનીએ એની કેફેની ફૂલ ટાઈમ જોબ છોડીને કચરો વીણવાનું કામ શરૂ કર્યું છે. આ કામને અપનાવ્યા પછી એ એકદમ માલામાલ થઈ ગઈ.હવે ટીફનીની એક અઠવાડિયાની કમાણી 1 હજાર ડોલર એટલે કે 74 હજાર રૂપિયા થઈ ચૂકી છે.

image source

ડેલી મેલમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર ટીફનીની ઉંમર 32 વર્ષની છે અને એ અમેરિકાના ટેક્સાસના ડલાસ શહેરમાં રહે છે. એમને વર્ષ 2016માં પહેલી વાર કચરો વિણવાનું કામ શરૂ કર્યું હતું. આ કામ એ પોતાની કેફેની ફૂલ ટાઈમ જોબ કર્યા પછી જે સમય વધતો એ સમય દરમ્યાન કરતી હતી.

image source

જ્યારે આ મહિલાએ પહેલી વાર કચરો વિણવાનું શરૂ કર્યું તો એને ડમ્પસ્ટરમાં 1200 ડોલર એટલે કે લગભગ 88 હજાર 146 રૂપિયાના સ્કિન કેર અને મેકઅપ પપ્રોડક્ટ્સ મળ્યા હતા. ટીફનીએ આ સ્કિન કેર અને મેકઅપ પ્રોડક્ટ્સને માર્કેટમાં વેચી દીધા જેના દ્વારા એમને સારી એવી કમાણી થઈ.

image source

તમને જણાવી દઈએ કે ટીફનીના પતિ ડેનિયલ રોચે જ્યારે ટીફનીની આ સફળતા જોઈ તો એને ભરોસો નહોતો આવી રહ્યો. બીજા દિવસે એ ખુદ પણ એમની પત્ની ટીફની સાથે કચરો વીણવા ગયો. ટીફનીના પતિ ડેનિયલે પણ જોયું કે કચરામાં ઘણો કિંમતી સામાન પણ મળી આવે છે જેનાથી સારી એવી કમાણી થઈ શકે છે.

ટીફનીએ 5 વર્ષ પહેલાં કેફેટેરિયામાં પોતાની ફૂલ ટાઈમ જોબ પણ છોડી દીધી હતી. એ ડમ્પસ્ટરમાં કિંમતી ચીજ વસ્તુઓ શોધતી રહે છે જેને વેચીને એ સારા પૈસા કમાઈ લે છે. એટલું જ નહીં ટીફનીનું ટિક ટોક એકાઉન્ટ પણ છે જેમાં એમના 20 લાખ ફોલોઅર્સ છે. એ ટિકટોક પર એમના ફોલોઅર્સને પોતાની જર્ની બતાવતી રહે છે.

image source

ટીફનીએ જણાવ્યું કે કચરો વિણવાનું કામ શરૂ કર્યા પછી એમના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ સુધરી ગઈ છે. એ એમના બાળકોનું પાલન પોષણ ખૂબ જ સારી રીતે કરી શકે છે. હવે તો એ ક્યારેક ક્યારેક એમના બાળકોને પણ એમની સાથે કચરો વીણવા લઈ જાય છે. એમને હાલમાં જ એક કોફી મશીન પણ કચરો વિણતી વખતર કચરામાંથી મળ્યું હતું જેને વેચીને એમને સારી એવી કમાઈ થઈ હતી.

આ સમગ્ર ઘટના પરથી એટલું તો શીખવા મળી જ જાય કે જો તમે મહેનત કરો તો તમને સફળતા તો મળવાની જ છે, પછી ભલે ને એ મહેનત કચરો વિણવામાં કેમ ન કરી હોય.