સરોજ ખાનની દીકરીએ વ્યક્ત કરી પોતાની ઈચ્છા, માતાની બાયોપિકને માધુરી દીક્ષિત કરે નેરેટ

ભૂષણ કુમારે થોડા દિવસ પહેલા એલાન કર્યું હતું કે એ સરોજ ખાનની બાયોપિક કરવા જઈ રહ્યા છે. પહેલા રેમો ડીસુઝા આ ફિલ્મને નિર્દેશિત કરવા માંગતા હતા પણ ભૂષણ કુમાર બીજા કોઈ નિર્દેશકને આ કામ માટે પસંદ કરવા માંગતા હતા. તમને જણાવી દઈએ કે રેમો ડીસુઝાએ સરોજ ખાનના પરિવાર સાથે આ બાબત અંગે કોઈ કરાર નહોતો કર્યો.

image source

રેમો ડીસુઝાએ એક વાતચીતમાં કહ્યું હતું કે હા મેં સરોજ જી સાથે એમની બાયોપિક બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હું એમની દીકરી સુકન્યા સાથે પણ વાત કરી રહ્યો હતો. હવે કોઈ દુઃખ નથી, બધું ઠીક છે. આ પરિવારનો મામલો છે, આ એમનો નિર્ણય છે. મને લાગે છે કે ભૂષણજી જલ્દી જ નિર્ણય કરશે કે આ બાયોપિકને કોણ નિર્દેશિત કરશે.

image source

સરોજ ખાનની દીકરી સુકન્યાએ જણાવ્યું કે ભૂષણ કુમારે એમનો સંપર્ક કર્યો હતો. એ કહે છે કે એમને અમને ફિલ્મના રાઇટ્સ માટે સંપર્ક કર્યો હતો. એમને માતાના નિધનના 6 નહીના પછી અમારી સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું. મારા ભાઈ રાજુ ખાનને લાગ્યું કે એ અમારી માતાની બાયોપિક બનાવવા માટે યોગ્ય વ્યક્તિ છે. એ ઝડપથી ફિલ્મો બનાવે છે. અમે ઈચ્છીએ છીએ કે મમ્મીની સ્ટોરી જલ્દી જ પડદા પર આવે.

image source

રસપ્રદ વાત એ છે કે સુકન્યાએ ભૂષણ કુમારને કહ્યું કે જો એ માધુરી દીક્ષિતને પડદા પર એમની માતાની વાર્તા નેરેટ કરવા માટે કહે તો ખૂબ જ સારું રહેશે. એ કહે છે કે માધુરી અને મારી માતા વચ્ચે ખૂબ જ ખાસ સંબંધ હતો.. અમે ફિલ્મનું શૂટિંગ શરૂ થતાં પહેલાં સ્ક્રીપટ પર એક નજર નાખવા માંગીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે સ્ટોરી હકીકતની એકદમ નજીક હોય.

image source

તમને જણાવી દઈએ કે દિવંગત કોરિયોગ્રાફર સરોજ ખાન (Saroj Khan) અને એક્ટ્રેસ માધુરી દિક્ષીત વચ્ચે અનોખો નાતો રહ્યો છે. માધુરી દિક્ષીત (Madhuri Dixit) નું લોકપ્રિત ગીત ‘1-2-3’ માટે ડાન્સ સ્ટેપ તૈયાર કરવામાં સરોજ ખાનને માત્ર 20 મિનીટ જ લાગ્યા હતા. માધુરીએ શનિવારની સાંજે પોતાના મિત્ર અને ગુરુ સરોજ ખાનની યાદમાં એક વીડિયો શેર કર્યો હતો, જેઓનું શુક્રવારે નિધન થયું હતું. ‘ધ ટ્રિપ ડાઉન મેમરી લેન’ ટાઈટલ સાથેના આ વીડિયોમાં સરોજ ખાન ‘એક દો તીન’એ પોતાના અવાજમાં ગીત ગાઈને માધુરી સાથે ડાન્સના હેન્ડ મુવમેન્ટ કર્યા હતા.

image source

3 જુલાઈના રોજ બૉલીવુડના ડાન્સ ગુરુ, જાણિતા કોરિયોગ્રાફર સરોજ ખાનનું મુંબઇમાં કાર્ડિયક અરેસ્ટના કારણે અવસાન થયું હતું. તેઓ છેલ્લા કેટલાય દિવસથી બીમાર હતા