મુખ્યમંત્રી પાટીદાર આગેવાન હશે તે લગભગ નક્કી, જાણો કોણ બની શકે છે નવા મુખ્યમંત્રી

વિજયભાઈ રૂપાણીએ આજે અચાનક મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો છે. તેમણે રાજ્યપાલને આજે પોતાના મંત્રીમંડળની હાજરીમાં રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપ્યા બાદ તેમણે પત્રકાર પરીષદ સંબોધી હતી અને તેમાં તેમણે કહ્યું હતું કે તેમના જેવા પક્ષના કાર્યકર્તાને ગુજરાતના મુખ્યમંત્રી પદની મહત્વની જવાબદારી આપવા બદલ તેઓ ભારતીય જનતા પાર્ટીના આભારી છે. તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તરફથી વિશેષ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.

image source

હવે આ ઘટના બાદ સૌથી મોટો પ્રશ્ન એ છે કે હવે ગુજરાતના મુખ્યમંત્રી કોણ બનશે. ચુંટણીને ધ્યાનમાં રાખી અને ભાજપ હવે કોને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવશે તે જાણવાની ઉત્સુકતા વધી છે. આજે વિજય રૂપાણીના રાજીનામા બાદ તુરંત જ રાજ્યના તમામ ધારાસભ્યોને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે. આજે ગાંધીનગર ખાતે ધારાસભ્યોની બેઠક મળવાની છે અને તે બેઠક બાદ નવા મુખ્યમંત્રીનું નામ જાહેર થશે. જો કે હાલ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિતિન પટેલ, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રુપાલા જેવા નામો પર ચર્ચા થઈ રહી છે.

image source

જો કે હાલ તો ચર્ચાઓ એવી પણ છે કે મુખ્યમંત્રી પાટીદાર આગેવાન જ હશે. જોગાનુજોગ આજે સવારે જ અમદાવાદ ખાતે સરદારધામનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

image source

ત્યારબાદ વિજય રુપાણીનું રાજીનામું પડતા સૂત્રોનું જણાવવું છે કે નવા મુખ્યમંત્રી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા જ બનશે. આ ઉપરાંત પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી ગોરધન ઝડફિયા પણ આ પદના પ્રબળ દાવેદાર છે. જો કે નવા મુખ્યમંત્રીના નામની સત્તાવાર જાહેરાત તો આવતી કાલ સુધીમાં જ થશે. કારણ કે આજે રાત્રે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ પહોંચી રહ્યા છે.