જિંદગી એક સફર હે સુહાના યહાઁ કલ ક્યાં હો કિસને જાના…રાજેશ ખન્ના પર ફિલ્માવવામાં આવેલું આ ગીત જિંદગીની હકીકતને વ્યક્ત કરે છે. જિંદગીમાં આજનો સમય સારો છે પણ કાલે શુ થઈ જાય કોઈને ખબર નથી પડતી. બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરનાર કલાકારોને ખૂબ જ નસીબદાર માનવામાં આવે છે. જો કે એવું નથી કે એમને જિંદગીમાં મુસીબતોનો સામનો નથી કરવો પડ્યો.
બોલીવુડમાં ઘણા બધા કલાકાર એવા છે જેમને ફક્ત ફિલ્મ મળવી અને સફળતા મેળવવા માટે જ નસીબદાર નથી માનવામાં આવરા પણ જિંદગી એમના પર એવી મહેરબાન થઈ કે ઘણીવાર એમને મોતના મોઢામાંથી બહાર લઈ આવી.બોલિવુડના કલાકારો પણ ઘણીવાર હાદસા અને દુર્ઘટનાઓના શિકાર થયા છે. ઘણીવાર તો એવું પણ થયું છે કે અમુક કલાકારોની મોતની અફવાઓ પણ ઉડી ગઈ. તો ચાલો તમને જણાવી દઈએ એવા જ કેટલાક સેલેબ્સ વિશે જેમને મોતને નજીકથી જોઈ અને જીવતા પરત ફર્યા.
હેમા માલિની.
બોલીવુડની ડ્રિમ ગર્લ હેમા માલિની એકવાર સડક દુર્ઘટનાનો શિકાર થઈ ગઈ હતી..હેમા મથુરાથી આવી રહી હતી અને હાઇવે પર એમની ગાડીની જબરદસ્ત દુર્ઘટના થઈ ગઈ. એના કારણે હેમા માલિનીના માથા પર ખૂબ જ ગંભીર ઇજા થઇ હતી. એમના માથા પરથી ખૂબ જ લોહી નીકળ્યું હતું. જો કે આ દુર્ઘટનામાં હેમા બચી ગઈ હતી જ્યારે એક બે વર્ષની બાળકીનું મોત થઈ ગયું હતું.
અમિતાભ બચ્ચન
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પણ મોતના મોઢામાંથી બહાર આવી ચુક્યા છે. વાત જાણે એમ છે કે ફિલ્મ કુલીના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચનના પેટમાં જોરદાર ઇજા થઇ હતી. એનાથી એમને ઘણી તકલીફ થઈ જે પછી એમમે હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા હતા. એ દરમિયાન અમિતાભની સલામતી માટે બધાએ પ્રાર્થનાઓ કરી હતી. તો અમિતાભ ઠીક થઈને પરત આવી ગયા.
સૈફ અલી ખાન
છોટે નવાબ સૈફ અલી ખાન પણ ફિલ્મ ક્યાં કહેનાના શૂટિંગ દરમિયાન ખૂબ જ ખરાબ રીતે ઘાયલ થઈ ગયા હતા. સૈફનું માથું એક પથ્થર સાતે અથડાઈ ગયું હતું એ પછી એ ખૂબ જ ખરાબ રીતે ઘાયલ થઈ ગયા હતા. ક્રુ મેમ્બર્સ સૈફને હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં એમને 100 ટાંકા આવ્યા હતા. જો કે સૈફ અલી ખાન સુરક્ષિત પરત ફર્યા.
પ્રીતિ ઝિન્ટા.
બોલીવુડની ડિમ્પલ ગર્લએ બે વાર મોતને નજીકથી જોયું હતું. એકવાર પ્રીતિ ઝિન્ટા પોતાના એક શોના કારણે કોલંબો ગઈ હતી. તો ત્યાં બૉમ્બ બ્લાસ્ટ થઈ ગયો હતો પણ પ્રીતિ બિલકુલ સુરક્ષિત રહી. એ પછી એ વેકેશન કરવા થાઈલેન્ડ ગઈ હતી જ્યાં સુનામી આવી ગઈ હતી પણ એમની કિસ્મત સારી હતી તો એ ત્યાં પણ બચી ગઈ.