Site icon News Gujarat

આ રીતે સાડી પહેરવાથી મળશે ગ્લેમરસ લુક, સૌ કોઇનુ ધ્યાન આકર્ષણ કરી શક્શો

ભારતીય નારી સાડીમાં જેટલી શોભે તેટલી બીજા વસ્ત્રોમાં ઓછી શોભે છે.. પરંતુ પરફેક્ટ સાડી પહેરવી પણ એક કળા છે.. આજે અમે તમને જણાવીશું કે તમારે કેવીરીતે સાડી પહેરવી જોઇએ.. જેનાથી સૌ કોઇનુ ધ્યાન તમારા તરફ આકર્ષાય.. કેવી રીતે તમે સાડીમાં ગ્લેમરસ લુક મેળવી શકો.. કેટલીક એવી ટીપ્સ આપીશું કે તેમે સેક્સી લુક મેળવી શક્શો.. અને જો કદાચ તમારા શરીર પર ચરબીના થર હશે તો પણ સાડીમાં પેટની ચરબી તો નહીં જ દેખાય..

image source

મોટાભાગની છોકરીઓને ભારતીય વસ્ત્રો પહેરવા ખૂબ જ ગમે છે. માત્ર દેશમાં જ નહીં, હવે વિદેશોમાં પણ કોઈ પ્રસંગે કે પાર્ટીઓ અને ફેશન શોમાં સાડી જોવા મળે છે. બોલિવૂડમાં પણ હિરોઇનોને ગ્લેમરસ દેખાડવી હોય તો જુદી-જુદી રીતની સાડી પહેરાવવામાં આવે છે. પણ ઘણી છોકરીઓ એવી પણ છે કે જેને સાડી પહેરવામાં શરમ આવે છે. કારણ કે તેમને એવું લાગે છે કે તેના પર સાડી સારી નથી લાગતી અને સ્લિમ દેખાવાને બદલે તે જાડી દેખાશે. જો તમને પણ આવું લાગતું હોય તો જાણી લો કે સાડી કેવી રીતે પહેરવાથી તમે સુંદર દેખાશો –

સાડી પહેરવાના માટેની ટિપ્સ –

જો તમે ઊંચા દેખાવા માંગતા હો, તો સાડીની પ્લેટ પાતળી બનાવો અને તેને ખભા પર પિન મારીને સેટ કરો. જો તેની સાથે સ્લીવલેસ બ્લાઉઝ પહેરશો તો વધુ ગ્લેમરસ દેખાશો.

image source

જો પેટ પર ચરબી હોય, તો તેને પલ્લુથી સંપૂર્ણપણે ઢાંકી દો અને બેકને સુંદર બનાવો. સાડીનો પલ્લુ પાછળથી ઢીલો રાખો અને ડીપ નેક બ્લાઉઝ પહેરો. તમારા પલ્લુમાં છુપાયેલ પેટની ચરબી પર કોઈનું ધ્યાન નહીં જાય.

બોલ્ડ લુક માટે ગ્લેમરસ અને ડિઝાઈનર બ્લાઉઝ પહેરો, જેમાં બેક બટન હોય. હવે સાડીનો ખુલ્લો છોડી દેશો તો લુકને

image source

ગ્લેમરસ ટચ મળશે.

સેક્સી લૂક માટે સાદી શિફોન સાડી સાથે ડીપ નેક બ્લાઉઝ પહેરો. સાડીના પલ્લુથી આગળની બાજુએથી આખા શરીરને ઢાંકી દો અને પાછળનો ભાગ ખુલ્લો છોડી દો. આમ કરવાથી ગ્લેમરસ લૂક મળશે.

image source

શિફન, જ્યોર્જેટ, નેટ સાડી માટે તેના મેચિંગનો શેપવેર પેટીકોટ પહેરો. જેનાથી પેટ અંદર દબાશે અને પરફેક્ટ ફિગર દેખાશે. જો કે પોતાની જાતને કોઈનાથી ઓછા ગણ્યા વગર અને બોડી શેમિંગ કર્યા વિના દરેક રીતે સુંદર દેખાઈ શકો છો. સાડી પહેરો ત્યારે કપાળ પર મેચિંગ બિંદી લગાવવાનું ન ભૂલતાં.

તો આ રીતે તૈયાર થઇને તમે પરફેક્ટ લુક મેળવી શકો છો.. અને તમારી બહેનપણીઓ સહિત સૌ કોઇનુ ધ્યાન આકર્ષિત કરી શકો છો.

Exit mobile version