Site icon News Gujarat

વીડિયો વાયરલઃ બચપન કા પ્યાર ગીત ગાયું રાનું મંડલે, લોકો આપી રહ્યા છે જાત જાતની કમેન્ટ્સ

રાનું મંડલ યાદ છે તમને? એ જ વર્ષ 2019માં રેલવે સ્ટેશન પર સ્વર કોકિલા લતા મંગેશકરનું ગીત એક પ્યાર કા નગમા ગાતા દેખાઈ હતી. રાનું મંડલનો આ વીડિયો એટલો વાયરલ થયો કે બૉલીવુડ સિંગર હિમેશ રેશમિયાએ પોતાની ફિલ્મમાં ગીત ગાવાનો મોકો આપ્યો હતો. એક વિડીયોન કારણે એ રાતોરાત ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ હતી.હિમેશ રેશમિયાના ગીતને લઈને ચર્ચામાં રહેલી રાનું મંડળ હાલના દિવસોમાં ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ. હાલમાં જ એમનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એ છત્તીસગઢના રહેવાસી સહદેવ દિરદો દ્વારા ગયેલા ગીત બચપન કા પ્યાર ગાતી દેખાઈ, રાનું મંડલનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

image source

બચપન કા પ્યારથી હિટ થયેલા સહદેવ દિરદો હાલના દિવસોમાં ચર્ચામાં છે. હાલમાં જ એમને જાણીતા રેપર બાદશાહ સાથે આ ગીતને નવો ટ્વીસ્ટ આપ્યો છે જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. બચપન કા પ્યાર હવે રાનું મંડલ ગાતી જોવા મળી. લાંબા સમયથી સોશિયલ મીડિયાથી દુર રાનું મંડલનો આ વીડિયો હવે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

image source

વાત જાણે એમ છે કે ઇન્સ્ટાગ્રામ પર સેકર્ડ અડ્ડા નામના એક એકાઉન્ટ પર રાનું મંડલનો આ વીડિયો દેખાઈ રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તી માઇક પકડી રાખેલું છે અને સાથે મેકસી પહેરેલી રાનું મંડલ ઉભી છે અને બચપન કા પ્યારને પોતાના અંદાજમાં ગાઈ રહી છે. સાથે જ એ વ્યક્તિ પણ રાનું મંડલની સાથે સુરમાં સુર પુરાવતો દેખાઈ રહ્યો છે. આ કલીપ ખૂબ જ નાની છે પણ ઝડપથી વાયરલ થઈ રહી છે.

image source

આ વીડિયો જોયા પછી લોકો સોશિયલ મીડિયા પર ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે આ તો સારું ગાય છે. અન્ય એક યુઝરે લખ્યું છે કે અચ્છા આ હજી જીવે છે? તો ઘણા યુઝર્સ ઇમોજી દ્વારા રીએક્ટ કરી રહ્યા છે.

image source

બચપન કા પ્યાર ગીતના કારણે છત્તીસગઢના સહદેવ દિરદો રાતોરાત સ્ટાર પણ બની ચુક્યા છે, સહદેવના જુના વિડીયો પર ઘણી રિલ્સ બની અને હવે બચપન કા પ્યાર વર્ઝન પર મોટી મોટી હસ્તીઓ પોતાનો વિડીયો બનાવી રહી છે. બાદશાહનું આ ગીત રિલીઝ થયા પછીથી યુટ્યુબ પર આ ગીત નંબર વન ટ્રેન્ડ કરી રહ્યું છે.‘

સહદેવ છત્તીસગઢના સુકમાના છીંદગઢ બ્લોકમાં રહે છે. બે વર્ષ પહેલાં એમના ટીચરે એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો જે ખૂબ વાયરલ થયો.

Exit mobile version