જેટલી સુવિધા એટલી દુવિધા, હવે ઈન્ટરનેટ કનેક્શન બેન્ડવીડ્થને પણ હેકરોએ બનાવ્યું પૈસા કમાવવાનું સાધન

તમારુ ઇન્ટરનેટ કનેક્શન બેન્ડવીડ્થ પણ હેકરો દ્વારા વેંચવામાં આવી શકે છે. જેના કારણે તમારે ભારે.નુકસાન ઉઠાવવાનો વારો પણ આવી શકે. આ પ્રોક્સીવેયરથી સુરક્ષીત રહેવા માટે હેકરોને અંકુશમાં રાખવા બહુ જરૂરી છે. ત્યારે આજના આ આર્ટિકલમાં આપણે આ બાબતે જ વાત કરીશું.

image source

તમને જાણીને નવાઈ લાગશે કે તમારા ઇન્ટરનેટ કનેક્શન બેન્ડવીડ્થની પણ એક કિંમત છે. હેકર્સ તેને વેચી રહ્યા છે અને આ રીતે તમને નુકસાન પણ પહોંચાડી રહ્યા છે. હેકર્સ અનેક કારણોને લઈને ઇન્ટરનેટ સાથે જોડાયેલા ડિવાઇસને ટાર્ગેટ કરે છે હેકર્સ પૈસા ચોરવા, ગુપ્ત માહિતી ચોરવા અને રેંસમ માટે ડેટા એનક્રિપ્ટ કરવા માટે કોઈ સિસ્ટમને ઇનફૅક્ટ કરે છે. પરંતુ હવે હેકર્સ પ્રોક્સીવેર નો ઉપયોગ કરીને લોકોના ઇન્ટરનેટ કનેક્શન બેન્ડવીડ્થ વેંચીને પૈસા કમાવવા લાગ્યા છે. આ માટે તેઓ ઇન્ટરનેટ કનેક્શન સાથે જોડાયેલા ડિવાઇસને ટાર્ગેટ કરે છે.

આવા યુઝર પર છે સૌથી વધુ જોખમ

image source

Cisco Talos એ ને તાજેતરમાં જાણવા મળ્યું હતું કે proxy નામની ટેકનોલોજી નો ખોટો ઉપયોગ હેકર્સ દ્વારા કરવામાં આવી રહ્યો છે. હેકર તેનો ઉપયોગ એ પીડિતોને ટાર્ગેટ કરવા માટે કરે છે જેમના ડિવાઇસ માલવેર થી ઇન્ફેક્ટેડ છે. ZDNet ના અહેવાલ અનુસાર પ્રોક્સીવેયર એ કોઈ ગેરકાનૂની કામ નથી. અને તેનો ઉપયોગ સિક્યુરિટી જેવા કામો માટે કરવામાં આવે છે. અમુક સોફ્ટવેર જે આ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તે યુઝર ને તેના ઇન્ટરનેટ કનેક્શન સાથે hotspot ક્રિએટ કરવાની પરવાનગી આપે છે. અને તેનો ઉપયોગ થવા પર યુઝર્સને પૈસા પણ મળે છે.

આ રીતે કરવામાં આવે છે ટાર્ગેટ

image source

હવે અપરાધીઓ દ્વારા તેનો ઉપયોગ ખોટા કામ માટે ઉપયોગ કરવામાં આવે છે. હેકર્સ લોકોના ડિવાઇસને તેમને ખબર ના પડે તે રીતે ટાર્ગેટ કરી રહ્યા છે. અને તેનાથી પૈસા કમાઈ રહ્યા છે. સામે પક્ષે સામાન્ય લોકોને તેના કારણે નુકસાન પહોંચી રહ્યું છે. જો કે સામાન્ય લોકોને આ બાબતે માહિતી નો હોવાના કારણે તેઓ પોતાના ઇન્ટરનેટ કનેક્શન બેન્ડવીડ્થના કોઈ દુરુપયોગ વિશે નથી જાણી શકતા.

અહેવાલ અનુસાર પ્રોક્સીવેર ને ટ્રોઝન infected installation ફાઇલની મદદથી ઇન્સ્ટોલ કરી શકાય છે. જે એક સાથે પીડિતના કોમ્પ્યુટર પર ખતરનાક સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી શકે છે.

સુરક્ષિત રહેવા માટેના ઉપાયો

image source

એ એપ્સ ને ડીલીટ કરી દો જેના વિશે તમારી પાસે પૂરતી માહિતી ઉપલબ્ધ નથી.

તમારા ડિવાઇસમાં એપ્સ માત્ર ગુગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ફોર જેવી જગ્યાએથી ડાઉનલોડ કરો. જો કે તેમ છતાં પણ જોખમ રહે છે. પરંતુ તે ઓછું છે.

એ ખાસ જાણી લેવું કે તનારું સિક્યુરિટી સ્કેનર ઓન હોય અને તે કોમ્પ્યુટરને સતત સ્કેન કરતું હોય.

અજાણી લિંક પર ક્લિક ન કરવું

પાયરેટેડ ગેમ્સ અને એપ્સથી દુર રહો.