મોટા પ્રમાણમાં યુવાનોને મળશે નોકરી, અમેઝોન ઈંડિયાએ આ શહેરમાં શરુ કર્યું 7મું સ્ટોરેજ સેન્ટર

લોકપ્રિય ઈ-કોમર્સ કંપની એમેઝોન હરિયાણાના ગુરુગ્રામમાં તેનું સ્ટોરેજ સેન્ટર શરૂ કરશે. એનસીઆરના શહેરમાં ગુરુગ્રામમાં કંપનીનું આ સાતમું સ્ટોરેજ સેન્ટર હશે. શહેરમાં પહેલાથી જ એમેઝોનના 6 સેન્ટર ચાલી રહ્યા છે. એટીએલ, ફ્લિપકાર્ટ, મારુતિ જેવી મોટી કંપનીઓ બાદ હવે એમેઝોન ઇન્ડિયાએ હરિયાણામાં તેના સ્ટોરેજ નેટવર્કના વિસ્તરણની જાહેરાત કરી છે.

image source

એમેઝોન કંપની ગુરુગ્રામમાં પોતાનું સાતમું સ્ટોરેજ સેન્ટર સ્થાપશે અને તેનાથી રાજ્યના હજારો યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી થશે. એમેઝોન ઇન્ડિયા કંપનીના જણાવ્યા મુજબ, તેણે હરિયાણામાં તેનું 7 મું સપ્લાય સેન્ટર શરૂ કર્યું છે, જે કંપનીની સ્ટોરેજ ક્ષમતામાં 35 ટકાથી વધુનો વધારો કરશે. આ સ્ટોરેજ સેન્ટરની શરૂઆત સાથે કંપનીને 2 લાખ ચોરસ ફૂટની સંગ્રહ ક્ષમતા સાથે મોટા ઉપકરણો અને ફર્નિચર કેટેગરીના ઉત્પાદનો રાખવામાં સરળતા રહેશે.

image source

હરિયાણામાં એમેઝોન ઇન્ડિયાના સતત વધતા રોકાણથી આગામી સમયમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હજારો યુવાનો માટે રોજગારીની તકો ઉભી થશે. કંપનીનું કહેવું છે કે આ સેન્ટરના સંચાલન માટે સ્થાનિક લોકોને વિવિધ પ્રકારની રોજગારી મળશે. સ્થાનિક લોકોના રોજગાર માટે કંપની દ્વારા કૌશલ્ય તાલીમ જેવી તકો પણ પૂરી પાડવામાં આવશે.

image source

એમેઝોન ઇન્ડિયા કંપની હરિયાણામાં સતત રોકાણ કરી રહી છે, જેના કારણે કંપની પાસે હવે 7 સેન્ટર હશે. 1.5 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલા સ્ટોરેજ સેન્ટરની ક્ષમતા 6 લાખ ઘનફૂટથી વધુ હશે. અહીં 45 હજારથી વધુ વિક્રેતાઓને વિશાળ સ્ટોરેજ સ્પેસ આપવામાં આવશે. એમેઝોન ઇન્ડિયાના કહ્યા અનુસાર તે તેમના ગ્રાહકોના ઓર્ડરની વિશ્વસનીય, ઝડપી અને સલામત ડિલિવરી સુનિશ્ચિત કરવાનું કામ કરશે.

image source

હરિયાણાના ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાનું કહેવું છે કે રાજ્ય સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલી નવી ઔદ્યોગિક પોલિસી હરિયાણા ઔદ્યોગિક તેમજ રોજગાર નીતિ 2020, રોજગાર સૃજન સબ્સિડી યોજના વગેરે આવા ઐતિહાસિક પગલાં ભરી રહી છે જેના કારણે એટીએલ, ફ્લિપકાર્ટ, મારુતિ, વોલમાર્ટ, એમેઝોન જેવી કંપનીઓ હરિયાણામાં રોકાણ સતત વધારી રહી છે. તેમણે કહ્યું કે હરિયાણાની આર્થિક પ્રગતિ ઝડપથી વધશે અને સ્થાનિક લોકો માટે રોજગારના દ્વાર ખુલશે. આ સાથે જ આ પ્રદેશમાં વધુ કંપનીઓ આવે તે માટે પણ પ્રોત્સાહન મળશે.