ઓછા ખર્ચામાં મનાલી ફરવું હોય તો ખાસ વાંચી લો આ આર્ટિકલ, પૈસા વસુલ થઇ જશે

જે લોકો હરવા ફરવાનો શોખ ધરાવે છે તેઓને જો એમ પૂછવામાં આવે કે તેઓને કઈ કઈ જગ્યાઓએ ફરવા જવાનું પસંદ પડશે ? તો મોટાભાગના લોકો પહાડી વિસ્તારોમાં.ફરવા જવાનું જ પસંદ કરશે. અસલમાં પહાડી વિસ્તારોમાં જઈને ત્યાંના વાતાવરણ, ત્યાંનાં અદભુત નજારાઓ, શહેરી ઘોંઘાટથી દુર શાંતિ, તળાવ અને ઝરણાં આ બધું સૌ કોઈને પસંદ આવે છે. એટલે જ લોકો પહાડી વિસ્તારોમાં ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે.

image source

અહીં પ્રવાસનો જે આનંદ આવે તે ભાગ્યે જ અન્ય જગ્યાએ આવે. દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો પહાડી વિસ્તારોમાં ફરવા માટે જાય છે. ત્યારે જો તમે પણ પહાડી વિસ્તારમાં ફરવા જવા ઇચ્છતા હોય તો હિમાચલ પ્રદેશમાં આવેલા મનાલી ખાતે જઈ શકો છો જે પોતાની પ્રાકૃતિક સુંદરતાને કારણે પ્રસિદ્ધ છે. ત્યારે ચાલો મનાલીની આ પ્રાકૃતિક સુંદરતા અને ત્યાંના ફરવાલાયક સ્થળો વિશે વાત કરીએ.

જોગીની વોટર ફોલ્સ

image source

જોગીની વોટર ફોલ્સ એક નેચરલ વોટર ફોલ્સ છે. અહીંનું પાણી ઘણું ઠંડુ છે જેથી તમને અહીં નહાવાની ભારે મજા પડશે. અહીં નીચે ચારે બાજુએ તમને ફેલાયેલા પહાડો અને લીલીછમ વાદીઓના ખુબસુરત નજારાઓ જોવા મળશે. મનાલી આવતા પર્યટકો આ જગ્યા પર ખાસ ફરવા આવે છે. જો તમે પણ મનાલી જાવ ત્યારે જોગીની વોટર ફોલ્સ જોવા અચૂક જજો.

રોહતાંગ પાસ

image source

જો તમે મનાલી જઇ રહ્યા હોય તો મનાલીથી આગળ અંદાજે 50 કિલોમીટરની યાત્રા કરીને તમે રોહતાંગ પાસ પહોંચી શકો છો. આ જગ્યા સમુદ્ર તળથી 4111 કિલોમીટરની ઊંચાઈ પર સ્થિત છે. અહીંની સુંદરતા જોઈને બધાનું મન મોહિત થઈ ઉઠે છે. અહીંથી પહાડો અને ગ્લેશિયરના અદભુત દ્રશ્યો નિહાળી શકાય છે. એ સિવાય તમે અહીં માઉન્ટેન બાઇકિંગ, પેરાગલાઈડિંગ અને ટ્રેકિંગની મોજ પણ માણી શકો છો.

ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક

image source

કુલ્લુના પ્રમુખ આકર્ષણો પૈકી એક આકર્ષણ એટલે ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક. આ પાર્ક 50 સ્કવેર કિલોમીટરમાં ફેલાયેલો છે. અહીં તમને અનેક પ્રકારની વનસ્પતિ અને અનેક પ્રકારના પક્ષીઓ જોવા મળી શકશે. અહીંનું વાતાવરણ પણ આહલાદક હોય છે અને તેના કારણે તમે પ્રકૃતિને નજીકથી નિહાળી શકો છો.

સોલાંગ વૈલી

image source

સોલાંગ વૈલી જઈને તમારું મન ખુશ થઈ જશે તે નક્કી છે. શિયાળામાં દર વર્ષે અહીં વિન્ટર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. અહીં તમે પેરાગલાઈડિંગ સિવાય ઘોડેસવારીનો આનંદ પણ લઈ શકો છો. જો તમે પ્રકૃતિ પ્રેમી હોવ તો તમને અહીં અનેક પ્રાકૃતિક નજારાઓ જોવા મળી શકે છે જે તમારું મન મોહી લેશે. મનાલીથી સોલાંગ વૈલીનું અંતર અંદાજે 12 કિલોમીટર આસપાસ છે જે તમે લગભગ અડધા કલાકની મુસાફરી કરીને કાપી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!