પરિવાર સાથે પીકનીક મનાવવાની ઈચ્છા હોય તો ફરી લો આ સ્થળોએ, ઓછા ખર્ચામાં ફરવાની આવશે જોરદાર મજા

હરવું ફરવું આમ તો સૌ કોઈને પસંદ હોય છે. શોખીન લોકોને નવી નવી જગ્યાઓએ ફરવા જવું અને ત્યાંની સ્થાનિક બાબતો વિશે જાણવું, જોવું અને ત્યાંના સારા અનુભવો લેવા સારું લાગે છે. ઉંમરમાં મોટા હોય કે નાના ફરવા જવાનું અને તેમાંય પીકનીક કરવા જવાનું નામ પડે એટલે મોજ જ આવી જાય. સમયાંતરે લોકો પોતાના પરિવાર, મિત્રો અને બાળકો સાથે પીકનીક પર જતાં હોય છે. પીકનીક પર જવાથી શરીરનો થાક ઉતરે છે, શરીરને નવી ઉર્જા મળે છે અને મગજ પણ પ્રફુલ્લિત થાય છે. પીકનીકના આ આનંદને યાદ રાખવા માટે દર વર્ષે 18 જૂને ખાસ પીકનીક ડે પણ મનાવવામાં આવે છે.

image source

ત્યારે લાંબા સમયથી લાગુ કરાયેલા લોકડાઉનને કારણે લોકો ક્યાંય ફરવા નથી જઈ શક્યા. જો કે હવે ધીમે ધીમે લોકડાઉનમાં વિવિધ છુટછાટ આપવામાં આવી રહી છે અને તમે પણ આ સમયમાં ક્યાંક ફરવા જઈ પીકનીક માણવા વિશે પ્લાન કરી રહ્યા છો અમે અહીં તમને અમુક એવી જગ્યાઓ વિશે જણાવીશું જ્યાં તમે ફરવા માટે જઈ શકો છો.

શિમલા

image source

શિમલા ફરવા અને શાંતિનો સમય વિતાવવા માટે એક સારી જગ્યા છે. અહીંની સુંદરતા અને અદભુત પ્રાકૃતિક દ્રશ્યો ખાસ જોવાલાયક છે. તમે શિમલામાં કૂફરીમાં યાદગાર સમય વિતાવી શકશો અને એડવેન્ચરનો આનંદ પણ લઈ શકશો. એ સિવાય તમે અહીંના મોલ રોડ પર ઘોડેસવારીનો આનંદ લઈ યાદગાર તસવીરો પણ ક્લિક કરાવી શકો છો. તાતા પાનીમાં રાફટિંગ અને ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ એડવાન્સડ સ્ટડીમાં જઈને દેશના ઇતિહાસ વિશે પણ જાણી શકો છો.

નૈનીતાલ

image source

નૈનિતાલમાં સમય વિતાવવો એ એક અલગ જ અનુભવ કરવા સમાન છે. અહીં તમે કિલબરી, સ્નો વ્યુ પોઈન્ટ, હાઈ એલ્ડીટ્યુડ ઝુ, લેન્ડસ એન્ડ અને નૈની તળાવ જેવા પ્રખ્યાત સ્થળોએ ફરવા જઈ શકો છો. તમે અહીંના તળાવમાં બોટિંગની મોજ પણ માણી છો અને એ સમયે યાદગાર રહી જાય તેવી તસવીરો પણ ક્લિક કરાવી શકો છો. આમ તો અહીં રોકાવવા માટે ઘણી બધી સારી હોટલો આવેલી છે પણ તમે ઇચ્છો તો અહીં કેમ્પિંગ પણ કરી શકો છો.

મસૂરી

image source

મસૂરી ખાતે પણ અનેક ફરવાલાયક સ્થળો આવેલા છે જ્યાં તમે પીકનીક મનાવી શકો છો. તમે અહીંની ગન હિલ, કેમ્પટી ફોલ, કલાઉડ એન્ડ, લાલ ટીબ્બા, મસૂરી તળાવ, નાગ ટીબ્બા, ધનોલ્ટી તળાવ, કેમલ બેક રોડ, ભટ્ટા ફોલ જેવા સ્થળોએ ફરવા માટે જઈ શકો છો. આ સ્થળો અહીં આવતા પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. મસૂરીમાં દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે.

ચૌપટા

image source

ઉત્તરાખંડમાં આવેલું ચૌપટા એક લાજવાબ ફરવાલાયક જગ્યા છે. ખાસ કરીને ગરમીનાં દિવસોમાં અહીં ફરવાની એક અલગ જ મજા છે. તમે અહીંના તુંગનાથ, ચંદ્રશિલા, દુગ્લબીટ્ટા, કંચુલા ખરક કસ્તુરી મૃગ અભયારણ્ય,સારી ગામ, દેવરિયા તાલ, રોહિણી બુગ્યાલ, બીસુરીતાલ જેવા સ્થળોએ ફરવા માટે જઈ શકો છો. અહીં ખાસ કરીને બરફથી લથબથ પહાડો જોવાનો લ્હાવો અચૂક લેવા જેવો હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!