કાર પાર્કિંગ મુદ્દે પાડોશીના ઝઘડામાં કુદી પડ્યા દેવાયત ખવડ અને અડધી રાતે વાત વણસી…

સૌરાષ્ટ્રની ધરતી અનેક સાહિત્યકારોનો ગઢ છે. અહીંના સાહિત્યકારો અને લોક કલાકાર દેશ વિદેશમાં તેમની કલાના કારણે પ્રખ્યાત થયા છે. આજે પણ કેટલાક નામો વિદેશમાં પણ ગુંજી રહ્યા છે. જો કે આવા જ એક કલાકાર આજે ચર્ચામાં આવ્યા છે એક વિવાદના કારણે.

image source

સામાન્ય રીતે લોકો સાથે પ્રેમ અને મૃદુ ભાષામાં વાત કરી લોકોને મોજ કરાવી દેતા લોક કલાકાર રાજકોટ શહેરમાં ધોકા લઈ લોકો પર રૌફ જમાવતા કેમેરામાં કેદ થયા હતા. આ ઘટના બની હતી રાજકોટના હાર્દ સમા વિસ્તારમાં જ્યારે લોક સાહિત્યકાર દેવાયત ખવડે તેના જ પાડોશી સાથે બેફામ માથાકુટ કરી હતી.

જાણવા મળતી માહિતી અનુસાર જાણીતા લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને તેના પાડોશી વચ્ચે પાર્કિંગને લઈને બોલાચાલી થયા બાદ વાત બીચકી હતી અને ભારે ઝઘડો થયો હતો. શહેરની રવિરત્ન પાર્ક સોસાયટીમાં આ ઘટના બની હતી. રાત્રિના સમયે અહીં લોક સાહિત્યકાર અને પાડોશી વચ્ચે કાર પાર્ક કરવાને લઈને માથાકુટ થઈ ગઈ હતી.

image source

દેવાયત ખવડ જાણીતા કલાકાર છે અને તેઓ તેના વાક્ય રાણો રાણાની રીતેના કારણે પ્રખ્યાત છે. આ વાક્ય ડાયરામાં બોલનાર કલાકારે ગત રાત્રે શહેરમાં હકીકતમાં હાથમાં ધોકો લઈ સામાન્ય લોકો પર રૌફ જમાવ્યો હતો. આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર શહેરની રવિરત્ન પાર્ક સોસાયટીમાં રહેતા એક વ્યક્તિ અને તેની સામે રહેતા કોન્ટ્રાક્ટર વચ્ચે ઘણા સમયથી કાર પાર્કિંગ મુદે્ બોલાચાલી થઈ રહી હતી.

image source

આ દરમિયાન ઝઘડો કરનાર વ્યક્તિઓના ઓળખીતા સોસાયટીમાં આવ્યા અને કોન્ટ્રાક્ટરને ઘરની બહાર બોલાવી ધમકાવવા લાગ્યા. આ બોલાચાલીમાં અચાનક આ સોસાયટીમાં રહેતા લોક સાહિત્યકાર પણ ઝઘડામાં કુદી પડ્યા અને વાત વણસી હતી. સ્થાનિકોનું આ અંગે કહેવું છે કે જે કોન્ટ્રાક્ટર સાથે પાર્કિંગ મુદ્દે ઝઘડો થયો હતો તે દેવાયત ખવડના મિત્ર છે. તેથી જ્યારે તેમને ધમકાવવામાં આવ્યા તો દેવાયત ખવડ ઝઘડામાં કુદી પડ્યા હતા.

આ ઝઘડો ઉગ્ર બનતા વાત વાયુવેગે ફેલાવા લાગી હતી. રાત્રિના સમયે સોસાયટીમાં ધબાધબી બોલી જતા લત્તાવાસીઓમાં પણ ભય ફેલાયો હતો. જો કે આ અંગે વાત પોલીસ સુધી પહોંચી નહીં તે વાતની સ્થાનિકોને પણ નવાઈ છે.