IPL 2021: ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અને કોહલી વચ્ચે સંબંધો બગડ્યા, કેપ્ટન વિરુદ્ધ થઈ ફરિયાદ

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી હાલ ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. તાજેતરમાં જ તેણે ટી 20ની કપ્તાની છોડવાનો નિર્ણય કર્યો હતો. જેના પછી એવા અહેવાલો આવ્યા હતા કે વિરાટ કોહલી હવે તેની આઈપીએલની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પણ કપ્તાની છોડવાનો નિર્ણય કરી ચૂક્યો છે. જો કે હવે બીસીસીઆઈ સેક્રેટરી જય શાહને લઈને પણ એક સમાચાર સામે આવી રહ્યા છે.

image source

કોહલીએ એક ઈમોશનલ પોસ્ટ દ્વારા ટી 20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટી 20ની કપ્તાની છોડવાની જાહેરાત કરી, આ નિર્ણય બાદ કોહલી એવું ઈચ્છતો હતો કે ટીમના વાઈસ કેપ્ટન રોહિત શર્માને તેના પદ પરથી હટાવવામાં આવે, જો કે તેનો દાવ ઉંધો પડી ગયો, અને હવે અહેવાલો એવા આવી રહ્યા છે કે કોહલીના એટીટ્યુ઼ડથી ટીમના અન્ય ખેલાડીઓ ખુશ નહોતા અને હવે આ અંગે ટીમના કેટલાક સિનિચર ખેલાડીઓએ સેક્રેટરી જય શાહને ફરિયાદ કરી હતી.

image source

જો આ અહેવાલોની માહિતી પર નજર કરીએ તો ન્યુઝીલેન્ડ વિરુદ્ધ WTC ફાઈનલમાં ભારતની હાર બાદ આ બધું શરુ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. એવી માહિતી પણ સામે આવી છે કે આ હાર પછી કોહલીએ ટીમના સભ્યો વચ્ચે તેનું માન દરજ્જો ગુમાવી દીધો છે. એક અખબારી અહેવાલ પ્રમાણે કોહલી હવે તેનું નિયંત્રણ ગુમાવી રહ્યો છે. તેણે પોતાનું સન્માન ગુમાવી દીધો છે. કેટલાક ખેલાડીઓ સાથે તેનું વર્તન પણ અયોગ્ય છે જેના લીધે અમુક ખેલાડીઓને તે પસંદ નથી આવી રહ્યો. એક લીડર તરીકે ટીમના સભ્યોને હવે તેનામાંથી કોઈ પ્રેરણા નથી મળતી. તે ડ્રેસિંગ રુમમાં પણ ખેલાડીઓનું સન્માન નથી કરી રહ્યો.

ટીમની હાર બાદ વિરાટના નિવેદનથી ખેલાડીઓ નાખુશ

image source

ન્યુઝીલેન્ડ સામેની મેચમાં હાર પછી મીડિયાની સામે વિરાટ કોહલીનું નિવેદન ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓને યોગ્ય નથી લાગ્યું. આ મેચમાં બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા અને બોલિંગ આક્રમણની હાલત પણ સારી નહોતી. આ દરમિયાન કોહલીએ ક્હયું હતું કે ટીમના ખેલાડીઓમાં ઈરાદો કે જુસ્સો દેખાયો નહોતો. આ નિવેદન પછી કોહલી અને ટીમ ઈન્ડિયાના કોચ ઉપર પણ રોષે ભરાયો હતો. કોચ તેને સલાહ આપી રહ્યા હતા ત્યારે વિરાટે ગુસ્સે ભરાઈને તેને કહ્યું કે તમે મને કન્ફયુઝ ન કરો. ઈંગલેન્ડ વિરુદ્ધ એક મોટી ઈનિંગ ન રમી શકતા પણ કોહલીની વિરુદ્ધમાં સવાલો ઉભા થઈ ગયા.

image source

મીડિયા રિપોર્ટ અનુસાર ટીમના કેટલાક ખેલાડીઓએ આ અંગે ફરિયાદ કરી હતી કે કોહલી ઓફ ફિલ્ડમાં જરુરથી વધારે બહાર હોય છે, ધોની સાથે સલાહ સૂચન કરી શકાતા, જો કે પોતાનું નામ છૂપાવવાની શરતે એક બીસીસીઆઈ અધિકારીએ કહ્યું કે સેક્રેટરી જય શાહને આ માહિતી મળી છે અને આ બાબતની ટીમના નજીકના લોકોથી જાણકારી મેળવવામાં આવી છે, આ મામલે ટીમના કેટલાક ખેલાડીઓનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો અને અમુક અધિકારીઓ પાસેથી પણ સલાહ લેવામાં આવી હતી.

image source

માનવામાં આવી રહ્યું છે કે બીસીસીઆઈ કેટલાક સમયથી કોહલી શાસ્ત્રીની પાંખો કાપવા પર વિચાર કરી રહ્યું હતું અને આ માટે જ ધોનીની મેન્ટોર તરીકે અને અશ્વિનની ટીમમાં નિમણૂંક કરવામાં આવી હતી. જેની કોહલીને કોઈ માહિતી નહોતી. અશ્વિનને અનુભવ છતાં ટેસ્ટમાં તક આપવામાં આવી નહોતી જે બાબતે પણ ટીમના ખેલાડીઓને ગુસ્સે કર્યા હતા.