ખાનગી રીતે મેસેજ વાંચવા Whatsapp ની આ સિક્રેટ ટ્રીક વિશે જાણો, આ રીતે કરી શકાય છે ઉપયોગ

આજકાલ લોકો મેસેજ અને કોલથી દૂર ભાગે છે અને ફોનમાં આવતા બધા મેસેજ અને કોલનો જવાબ આપવો જરૂરી નથી સમજતા. પરંતુ ઘણી વખત એવું થતું હોય છે કે જ્યારે તમે મેસેજ પણ નથી કરી શકતા અને કોલ પણ નથી કરી શકતા અને પોતાને મોબાઈલથી અલગ પણ નથી કરી શકતા. ત્યારે આવી પરિસ્થિતિમાં તમે એવો શું ઉપાય કરી શકો કે મેસેજ મોકલનારને જણાવ્યા વિના તેના whatsapp મેસેજને જોઈ શકો. અને બાદમાં તેને રીપ્લાય આપવા માટે યોગ્ય જરૂરી સમય લઈ શકો. આમ કરવાની એક સરળ રીત તો whatsapp પર બ્લુ ટિકને બંધ કરી દેવાની છે પરંતુ આ ટુ વે સ્ટ્રીટ છે એટલે તમને પણ એ નહિ ખબર પડે કે સામેવાળાએ તમારો મેસેજ જોયો છે કે કેમ ?

image source

જો કે જો તમે જિજ્ઞાસુ પ્રકારના માણસ હોય અને એ જાણવા માંગતા હોય કે તમે whatsapp પર અન્યને કરેલો મેસેજ તેણે વાંચ્યો છે કે નહીં અને એ તમને મેસેજ કરે તો તેને એ જાણ ન થાય તો તમે એક ટ્રીકને ફોલો કરીને આ કામ કરી શકો છો. આ ટ્રીક કરવા માટે તમારે તમારા whatsapp અકાઉન્ટને ઓપન કર્યા પહેલા તમારા મોબાઈલના એરપ્લેન મોડને એક્ટિવ કરવાનો રહેશે.

image source

ત્યારબાદ તમે whatsapp પર જે મેસેજ વાંચવાનો હોય તે મેસેજ વાંચી શકો છો અને એરપ્લેન મોડને ડીએક્ટિવ કર્યા બાદ પણ એ મેસેજ મોકલનાર પાર્ટીને તે અનરીડ જ દેખાશે.

image source

Whatsapp પર તમે online છો કે નથી તે છુપાવવા માટે તમે આવી જ વધુ એક ટ્રીક વાપરી શકો છો. અને તે ટ્રીક છે લાસ્ટ સીનને બંધ કરવાની. આ માટે તમારે સેટિંગમાં જઈને અકાઉન્ટ પર કલીક કરવાનું રહેશે. ત્યાં પ્રાઇવસીને પસંદ કરી અને whatsapp સેટિંગમાં જઈ તમારા Last seen ને બધા કોન્ટેકટ માટે Disable કરી શકો છો.

Unread પણ કરી શકે છે મેસેજ

image source

Whatsapp પર તમે કોઈપણ મેસેજને Unread પણ કરી શકો છો. અને તેનો રીપ્લાય બાદમાં પણ આપી શકો છો. જેના કારણે તમને એ યાદ રહેશે કે તમે આ મેસેજને unread કર્યો છે અને તેનો રીપ્લાય કરવાનો હજુ બાકી છે.

image source

કોઈપણ મેસેજને Unread કરવા માટે જે તે મેસેજ પર ટેપ કરો અને હોલ્ડ કરો. ધ્યાન રહે કે મેસેજ મોકલનારને એ ખબર પડી જશે કે આ મેસેજ વંચાય ચુક્યો છે પરંતુ તમને એ યાદ અપાવવામાં આવશે કે તમે વાસ્તવમાં તેને ગ્રીન અને બ્લુ કલરના ટિક દ્વારા નથી વાંચ્યો.