જો તમે પણ એક સારા બાઈક રાઈડર છો તો આટલી બાબતોનું રાખજો અચુક ધ્યાન, સાથે જાણો વ્હીકલ ચલાવતી વખતે શું રાખશો ખાસ ધ્યાન

મોટરસાયકલ ચલાવવાના શોખીન લોકોને પોતાની બાઈક ઘણી વ્હાલી હોય છે. અને એક જવાબદાર અને સુરક્ષિત મોટરસાયકલની સવારીનું મહત્વ એક સારો બાઈક ચાલક જ જાણી શકે છે. અને બાઇકની સુરક્ષાની શરૂઆત આપણા ઘરથી જ થાય છે. બાઈક ચલાવનાર અને તેની પાછળ બેસનાર સવાર બન્નેની સુરક્ષાનો આધાર મહદઅંશે બાઇકની ફિટનેસ પર હોય છે. જો બાઈકની સાર સંભાળ નિયમિત અને સારી રીતે કરવામાં આવી હોય તો બાઈક ક્યારેય બાઈક ચાલકના ભરોસાને તૂટવા નથી દેતી હા, અકસ્માત થવો તે એક અલગ વાત છે.

image source

એક જવાબદાર અને સમજુ બાઈક ચાલક બાઈક રાઈડિંગ દરમિયાન ટ્રાફિક નિયમોના પાલન કરવા સહિત ગાળીને બેદરકારીથી ચલાવવાના બદલે ગાડીની સ્પીડ માપસર રાખે છે. બાઈક ચલાવતા સમયે અમુક મૂળભૂત નિયમોને વળગીને જો બાઈક ચલાવવામાં આવે તો બાઈક અને બાઈક ચાલક બન્નેની સુરક્ષા વધે છે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને આવા જ અમુક પાયાના નિયમો વિશે જણાવી રહ્યા છીએ.

ટ્રાફિક નિયમોનું પાલન

image source

સારા બાઈક ચાલક અને બાઇકની આવરદા વધારવા માટે ટ્રાફિકના નિયમોને સમજવા અને તેનું પાલન કરવું જરૂરી છે. બાઇકના રોડ એક્સિડન્ટમાં મોટાભાગના એક્સિડન્ટ બાઈક ચાલકની ભૂલ જ જવાબદાર હોય છે. જો તમે ટ્રાફિકના નિયમો મુજબ તમારી બાઈક નહિ ચલાવો તો તમે તમારી માટે તો જોખમ ઉભું કરો જ છો પણ સાથે સાથે અન્ય લોકો માટે પણ જોખમ બની જાવ છો. એટલા માટે ટ્રાફિક જામ હોય કે ખુલ્લો રોડ રસ્તા પર બતાવવામાં આવેલા ટ્રાફિક સિગ્નલોનું પાલન કરી તે મુજબ જ બાઈક ચલાવવી.

બાઈકના ટાયરો ચેક કરતા રહેવું

image source

લોન્ગ ડ્રાઇવ પર જતાં પહેલાં બાઈકના ટાયરને વ્યવસ્થિત રીતે ચેક કરી લેવા હિતાવહ છે. એ વાતનું ધ્યાન રાખવું કે ટાયર પરની કર્વિ પેટર્નની ડિઝાઇન ઘસાઈ ન ગઈ હોય. જો તે ઘસાઈ ગઈ હોય તો ટાયર સત્વરે બદલી નાખવા જોઈએ કારણ કે ટાયરની ડિઝાઇન જ બાઇકની રોડ સાથે ગ્રીપ બનાવી રાખે છે અને લપસી જતા નથી. ખાસ કરીને વરસાદની સીઝનમાં રાઈડિંગ પર નીકળતા પહેલા ટાયરમાં હવા અને તેની ગુણવત્તા ચેક કરવી.

સાઈડ ગ્લાસનો ઉપયોગ કરવો જરૂરી

image source

બાઈક ચલાવતા સમયે તમારે આરામદાયક સ્થિતિમાં બેસવું જોઈએ. વ્યવસ્થિત રીતે બેસી ગયા બાદ જ બાઈક સ્ટાર્ટ કરવું અને એ સાથે જ ભૂલ્યા વિના બાઈકના બન્ને સાઈડ ગ્લાસ તમને પાછળની સ્થિતિ દેખાય તે રીતે સેટ કરવા. અનેક વખત બાઈક ચાલક સ્પીડમાં બાઈક ચલાવવાની લ્હાયમાં ઝડપથી રોડની લાઈન બદલતા હોય છે જે ક્યારેક ગંભીર દુર્ઘટનાનું કારણ પણ બની શકે છે. આવા સમયે સાઈડ ગ્લાસ મિરર બહુ ઉપયોગી નીવડે છે અને તેના કારણે દુર્ઘટના સર્જાતી અટકી પણ શકે. ગમે ત્યારે રોડની લાઈન બદલતા સમયે સાઈડ ગ્લાસ પર અચૂક જોવું એ એક સારી આદત છે.

નશો કરવો

image source

વરસાદની સિઝન, વેગીલો પવન અને ખરાબ વાતાવરણમાં ડ્રાઇવિંગ કરવું મુશ્કેલ બની શકે છે. આ માટે વરસાદની સિઝન દરમિયાન ખાસ કરીને બાઈક ધીમે જ ચલાવવું. મહત્વનું તો એ છે કે જ્યારે ભારે વરસાદનું વાતાવરણ હોય ત્યારે જરૂરી હોય તો જ બાઈક રાઈડિંગ કરવું. સાથે જ અમુક ખરાબ આદત વાળા લોકો નશો કરીને બાઈક ચલાવતા હોય છે જે જીવલેણ નીવડી શકે છે. નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરવું ગુન્હો પણ બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!