ઉત્તરપ્રદેશના ગાઝીયાબાદથી પોલીસે ઝડપયો રીઢો ચોર, અનેક રાજ્યોમાં કરી છે મોટી ચોરીઓ

Ghaziabad crime news : ગાઝિયાબાદ પોલીસે શહેરના સ્ટીલના વેપારી કપિલ ગર્ગની કોઠી પરથી એક કરોડ રૂપિયા ની ચોરીનો પર્દાફાસ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આરોપીને અલગ-અલગ શહેરોમાં 10 અલગ-અલગ પત્નીઓ છે. અને તેણે ચોરીની રકમ માંથી તેની એક પત્ની ના નામ પર જેગુઆર કાર પણ ખરીદી હતી. પોલીસે આરોપીની એક પત્ની અને તેના બે સાથીદારોની ધરપકડ કરી હતી.

image source

ગાઝિયાબાદ ની કવિનગર પોલીસે શહેરના સ્ટીલના વેપારી કપિલ ગર્ગની કોઠી પર એક કરોડ રૂપિયાની ચોરીનો પર્દાફાસ કર્યો હતો. ગેંગનો લીડર ચોરી કરીને અલગ-અલગ શહેરોમાં ફ્લાઇટ દ્વારા જતો હતો. અને તેણે ચોરીની રકમમાંથી જેગુઆર કાર પણ ખરીદી હતી હતી. જે તેની એક પત્નીના નામ પર છે. પોલીસે આરોપીની એક પત્ની ને બે અપરાધીઓ ની ધરપકડ કરી છે. નોંધનીય બાબત છે કે આરોપીની 10 પત્નીઓ છે. જે દેશના અલગ-અલગ શહેરોમાં રહે છે અને તેના દ્વારા જ આરોપી પોતાના ગુનાહિત કાર્યને કરતો હતો. પોલીસને આરોપીના સાથીદારો પાસેથી એક છે જેગુઆર કાર અને એક scorpio કાર જપ્ત કરી છે.

image source

ગાઝિયાબાદના એસ.પી સીટી પ્રથમ નિપુણ અગ્રવાલ એ જણાવ્યું હતું કે બિહાર નિવાસી વિક્રમ શાહ, સોયબ અને મુખ્ય આરોપી ઈરફાન ની પત્ની ગુલશન પ્રવીણની ધરપકડ કરવામાં આવી છે. ઈરફાન અને ઇમરાન હજુ પણ ફરાર છે. સોયબ ઇરફાનનો ચાલક છે. જ્યારે વિક્રમ શાહ કોઠીઓ ની રેકી કરતો હતો.

ઈરફાન પર ઉત્તરપ્રદેશના આગ્રા, દિલ્હી, પંજાબ, ગોવા, બિહાર સહિત અન્ય રાજ્યોમાં બે ડઝનથી વધારે ગુનાહિત કેસો દાખલ છે. ઈરફાન પાસે મોંઘી જેગુઆર કાર છે જે તેની પત્નીના નામ પર છે. આ કારમાં ઈરફાન ચાલક સાથે રહેતો હતો અને ચોરી કરતો હતો. મોંઘી કાર હોવાને કારણે કોઈને તેના પર શક પણ નહોતો પડતો. તે જ્યાં પણ ચોરી કરવા જતો ત્યાં આજુબાજુ ની મોંઘી ફાઈવ સ્ટાર હોટલમાં જ રોકાણ કરતો.

image source

રાણા પ્રભારી કવિનગર સંજીવકુમાર શર્માએ જણાવ્યું હતું કે ઈરફાન દેશ ભરમા 50 થી વધુ મોટી ચોરીઓ કરી ચૂક્યો છે. અમુક મહિના પહેલા રાજનગર સેક્ટર 3 ની એક કોઠી માં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમા તે સફળ થઇ શકયો ન હતો. જો કે તેનું આ કાર્ય સીસીટીવી ફુટેજમાં કેદ થઈ ગયું હતું. તપાસમાં જાણવા મળ્યું છે કે ઇરફાને અનેક પ્રદેશોમાં ચોરીઓ કરી છે. અને તેની 10 પત્નીઓ છે જે દેશના અલગ-અલગ શહેરોમાં રહે છે અને ચોરી કરવા માટે ઇરફાનની મદદ કરે છે.