આ શહેરમાં હજારોની સંખ્યામાં નોંધાયા મચ્છરજન્ય રોગ

કોરોના વાયરસે છેલ્લા કેટલાક વર્ષોથી માજા મુકી છે પરંતુ હવે તેની સાથે લોકોને અન્ય રોગો પણ ઘેરી વળ્યા છે. કોરોનાના કેસમાં રાજ્યમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ જાણે રોગચાળાએ નક્કી કરી લીધું હોય કે ગુજરાતનો પીછો છોડવો જ નથી એમ હવે અન્ય રોગોએ માથું ઉચક્યું છે. તાજેતરમાં રાજ્યભરમાં મચ્છરજન્ય રોગોના કેસ વધી રહ્યા છે. તેમાં વડોદરા શહેરમાં મચ્છરજન્ય રોગોએ રીતસર લોકોની ચિંતા વધારી દીધી છે.

image source

વડોદરામાં છેલ્લા કેટલાક દિવસોથી ડેન્ગ્યુ, ચીકનગુનીયાના સહિતની બીમારીના કેસ ખૂબ જ વધી ગયા છે. હવે સ્થિતિ એવી થઈ છે કે કોરોનાની બીજી લહેર દરમિયાન જેમ દર્દીને બેડ મળતા ન હતા તેમ આ રોગોમાં પણ હોસ્પિટલો દર્દીઓથી ઊભરાવા લાગી છે અને દર્દી માટે બેડ ઘટી પડ્યા છે. ગુજરાતમાં એક તરફ લોકો કોરોનાની ત્રીજી લહેરના ભય હેઠળ જીવી રહ્યા છે. ત્યાં હવે રાજ્યના દરેક શહેરમાં મચ્છરજન્ય રોગ વધી રહ્યા છે. ખાસ કરીને વડોદરા શહેરમાં મચ્છર જન્ય રોગચાળો બેફામ રીતે ફેલાયો છે. આ સ્થિતિમાં લોકોમાં પણ ભારે ચિંતા છે.

image source

વડોદરા શહેરમાં ફાટી નીકળેલા રોગચાળામાં દર્દીની સ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે. જાણવા એમ મળે છે કે હોસ્પિટલોમાં બેડ ન હોવાથી સારવાર લેવા આવતા દર્દીઓને જમીન પર સુવડાવીને સારવાર આપવામાં આવી રહી છે.

image source

શહેરની વિવિધ હોસ્પિટલોમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, સીઝનલ તાવ, ઝાડા ઉલ્ટીના કેસમાં સૌથી વધારે વધારો થયો છે. લોકોમાં ત્રીજી લહેરની ભીતિ વચ્ચે મચ્છજન્ય રોગચાળો વધી રહ્યો છે તેનો ભય પણ ફેલાવા લાગ્યો છે. અહીં 700થી વધુ કેસ ડેન્ગ્યુના નોંધાયા છે. જ્યારે ઝાડા, ઉલ્ટી અને તાવના કુલ 10,00થી વધુ કેસ નોંધાયા છે. અચાનક મચ્છરજન્ય રોગચાળો ફેલાવા લાગતાં સ્થાનિક આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે.