Site icon News Gujarat

સારવાર કરાવવા પતિએ પત્નીને ખભા પર ઊંચકી પગપાળા ચાલવાનું કર્યું શરુ પરંતુ…

કહેવાય છે ને કે જીવન અને મૃત્યુ પર કોઈનું ચાલતું નથી. જીવન પૂર્ણ થવાનું નક્કી હોય તો કોઈ તેને અટકાવી શકતું નથી. મૃત્યુને ટાળવાનો પ્રયત્ન કરવા છતા આમ કરવું શક્ય નથી. આ વાત સાબિત થઈ છે તાજેતરમાં બનેલી એક ઘટના પરથી. આ ઘટના બની છે સાતપુડા નજીક અહીં એક પતિએ મરણિયા પ્રયાસ કર્યા પોતાની પત્નીને બચાવવાના પરંતુ તેમ છતાં તેની પત્નીનો જીવ બચી શક્યો નહીં. જો કે આ હૃદયદ્રાવક ઘટનાથી એક પતિની પત્ની માટેની લાગણી સામે જરૂરથી આવી છે.

image source

સાતપુડા વિસ્તારમાં આવેલા નંદુરબાર જિલ્લામાં ચાંદસેલી ગામ આવેલું છે. અહીં રહેતા એક મહિલાની અચાનક તબિયત લથડી હતી. તેમને અસહ્ય પેટમાં દુખાવો થવા લાગતા તેમને હોસ્પિટલ ખસેડવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘરેથી તો તેમના પતિ તેમને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવા નીકળ્યા હતા. પરંતુ રસ્તામાં એવું કંઈક થયું કે એમ્બ્યુલન્સ આગળ વધી શકે તેમ ન હતી.

image source

જાણવા મળતી માહિતી અનુસાર વરસાદના કારણે ભૂસ્ખલન થતાં ચાંદસેલી ઘાટ તરફ જવાનો માર્ગ બંધ થઈ ગયો હતો. પરંતુ પોતાની પત્નીનો જીવ બચાવવા માટે આધેડ હિંમત હાર્યા નહીં અને એમ્બ્યુલન્સમાંથી પત્નીને ઊચકી બહાર કાઢી અને ખભા પર લઈ પગપાળા નીકળી પડ્યા હોસ્પિટલ જવા માટે.

image source

પત્નીને ખભા પર લઈ આધેડ 5 કિલોમીટર જેટલું ચાલ્યા પરંતુ તેમના આ પ્રયત્ન સફળ રહ્યા નહીં. કારણ કે તેના પત્નીએ તેમના ખભા પર જ દમ તોડી દીધો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્યભાસ્કર )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version